Exclusive Interview: અમદાવાદ ઓનેસ્ટના ફૂડ પેકેટ્સમાં વંદો! અભિનેતા હેમાંગ દવે સાથે ખાસ વાતચીત
Vivek ChudasmaVivek Chudasma
Updated: November 26, 2022, 8:33 PM IST
હેમાંગ દવે સાથે એક્સક્લૂઝિવ વાતચીત
Exclusive Interview: અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં આવેલી ઓનેસ્ટ રેસ્ટોરાંના ફૂડ પેકેટમાંથી વંદો નીકળવાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે. ત્યારે News18 Gujaratiએ આ મામલે ફૂડ પેકેટ મંગાવનારા ગુજરાતી અભિનેતા હેમાંગ દવે સાથે ખાસ વાતચીત કરી હતી. જાણો તેમણે શું કહ્યુ...
અમદાવાદઃ શહેરના પ્રહલાદનગર વિસ્તારમાં આવેલી ઓનેસ્ટ રેસ્ટોરાંના ફૂડ પેકેટમાંથી વંદો નીકળવાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે. ત્યારે News18 Gujaratiએ આ મામલે ફૂડ પેકેટ મંગાવનારા ગુજરાતી અભિનેતા હેમાંગ દવે સાથે ખાસ વાતચીત કરી હતી.
આટલી મોટી બ્રાન્ડ આવી બેદરકારી કેવી રીતે રાખી શકે?: હેમાંગ દવે
હેમાંગભાઈએ આ અંગે જણાવ્યુ હતુ કે, ‘અમે પ્રહલાદનગરમાં આવેલી ઓનેસ્ટ રેસ્ટોરાંમાંથી ઓનલાઇન બે ફૂડ પેકેટ્સનો ઓર્ડર આપ્યો હતો. જેમાંથી એક ફૂડ પેકેટ્સ તો અમે જમી લીધું હતું. પરંતુ બીજું ફૂડ પેકેટ્સ ખોલ્યું ત્યારે તેમાં દાળમાંથી વંદો નીકળ્યો. બોક્સ પર એકબાજુ ઓનેસ્ટ જેવી બ્રાન્ડ તેમના બોક્સ પર લખે છે કે ‘Trusted Brand’ અને બીજીબાજુ આવી બ્રાન્ડ આટલી બેદરકારી કેવી રીતે રાખી શકે? આ વીડિયો મૂકવાનો એટલો જ આશય છે કે લોકોની હેલ્થ સાથે આવા ચેડાં ન થવા જોઈએ. ’
ઓનેસ્ટ તરફથી સ્ટોરી હટાવવાના ફોન આવ્યાંઃ હેમાંગભાઈ
જ્યારે હેમાંગભાઈને પૂછવામાં આવ્યું કે તેમણે આ અંગે ઓનેસ્ટમાં ફરિયાદ કરી કે અન્ય કોઈ પગલાં લીધા છે કે નહીં, ત્યારે તેમણે જણાવ્યુ હતુ કે, ‘મેં વીડિયો સ્ટોરીમાં મૂક્યો તે પછી ઓનેસ્ટ તરફથી બે વાર ફોન આવ્યા હતા કે આ સ્ટોરી હટાવી લો, પણ મેં લોકોની હેલ્થ માટે થઈને જાગૃત નાગરિક તરીકે આ સ્ટોરી મૂકી હતી. તેથી હટાવી નહોતી.’
અમને ફરિયાદ નથી મળીઃ ઓનેસ્ટ, પ્રહલાદનગર
આ મામલે News18 Gujaratiએ પ્રહલાદનગરમાં આવેલી ઓનેસ્ટ રેસ્ટોરાંના મેનેજર ભંવરજી સાથે વાત કરી હતી. તેમણે કહ્યુ હતુ કે, ‘અમને કોઈ ફરિયાદ મળી નથી.’
Published by:
Vivek Chudasma
First published:
November 26, 2022, 6:26 PM IST