ADIA-Reliance Retail Deal: રિલાયન્સ રિટેલમાં ADIA 5,512 કરોડ રૂપિયાનું રોકાણ કરશે, 1.20% ભાગીદારી મળશે

News18 Gujarati
Updated: October 6, 2020, 8:32 PM IST
ADIA-Reliance Retail Deal: રિલાયન્સ રિટેલમાં ADIA 5,512 કરોડ રૂપિયાનું રોકાણ કરશે, 1.20% ભાગીદારી મળશે
રિલાયન્સ રિટેલમાં ADIA 5,512 કરોડ રૂપિયાનું રોકાણ કરશે

અત્યાર સુધી રિલાયન્સ રિટેલમાં સિલ્વર લેક, KKR, જનરલ આટલાંટિક, મુબાદલા, GIC, TPG અને ADIAએ રોકાણ કર્યું છે

  • Share this:
નવી દિલ્હી : અબુધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી (ADIA)રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની રિટેલ કંપનીમાં 5,512.5 કરોડ રૂપિયા રોકાણ કરશે. અબુધાબીની આ સોવરેન ફંડ રિલાયન્સ રિટેલમાં 1.20 ટકા ભાગીદારી મળશે. રિલાયન્સ રિટેલના મતે આ રોકાણ 4.28 લાખ કરોડ રૂપિયાના ઇક્વિટી વેલ્યૂએશન પર હશે.

તાજા ઇન્વેસ્ટમેન્ટ સાથે રિલાયન્સ રિટેલે વિદેશી કંપનીઓથી 37,710 કરોડ રૂપિયા એકઠા કર્યા છે. અત્યાર સુધી રિલાયન્સ રિટેલમાં સિલ્વર લેક, KKR, જનરલ એટલાંટિક, મુબાદલા, GIC, TPG અને ADIAએ રોકાણ કર્યું છે.

આ ડીલની જાહેરાત કરતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું હતું કે અમે ADIAના તાજા રોકાણથી ઘણા ઉત્સાહિત છીએ. આશા છે કે અમને તેના 40 વર્ષ જૂના મજબૂત ટ્રેક રેકોર્ડનો ફાયદો થશે. ADIAનું રોકાણ રિલાયન્સ રિટેલના શાનદાર પ્રદર્શન અને આગળ વધવાની જોરદાર ક્ષમતાને બતાવે છે.

આ પણ વાંચો - Global AI Summit RAISE 2020: મુકેશ અંબાણીએ કહ્યું - હવે દેશો વચ્ચે ડિજિટલ કેપિટલને લઈને થશે પ્રતિસ્પર્ધા

ADIAના એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર (પ્રાઇવેટ ઇક્વિટીઝ ડિપાર્ટમેન્ટ) હમાદ શાહવાન અલ્દાહેરીએ કહ્યું હતું કે રિલાયન્સ રિટેલે ઝડપથી ભારતના રિટેલ વેપારમાં મજબૂતી સાથે સ્થાન બનાવ્યું છે. હાલના સમયે રિલાયન્સ રિટેલ ભારતના રિટેલ બિઝનેસનું નેતૃત્વ કરી રહી છે. આ માટે કંપની ડિજિટલ સપ્લાય ચેઇનનો ઉપયોગ પણ કરી રહી છે. આ ઇન્વેસ્ટમેન્ટ અમારી તે રણનિતીનો ભાગ છે જેમાં અમે એશિયામાં માર્કેટ લીડિંગ બિઝનેસમાં રોકાણ કરવા માંગીએ છીએ.

રિલાયન્સ રિટેલમાં ગત સપ્તાહે જીઆઈસીએ 5,512.5 કરોડ અને ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ ફર્મ ટીપીજીએ 1,837.5 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી હતી. આ રોકાણ દ્વારા જીઆઈસીએ 1.22 ટકા અને ટીપીજીને 0.41 ટકા ભાગીદારી મળી છે. આ પહેલા કેકેઆર એન્ડ કંપની, જનરલ એટલાંટિક, અબુધાબીની સરકારી ફંડ મુબાદલા અને સિલ્વર લેક પાર્ટનર્સે રોકણની જાહેરાત કરી ચૂકી છે. મુબાદલા ઇન્વેસ્ટમેન્ટ કંપનીએ રિલાયન્સ રિટેલ વેન્ચરમાં 6,247.5 કરોડ રૂપિયાનું રોકાણ કરીને 1.40 ટકા ભાગીદારી ખરીદી છે. તમને જણાવી દઇએ કે મુબાદલાએ જિયો પ્લેટફોર્મમાં પણ 1.2 અરબ ડોલરનું રોકાણ કર્યું હતું.
Published by: Ashish Goyal
First published: October 6, 2020, 8:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading