કૃષિ બિલ પર વિરોધ વચ્ચે PM મોદીએ કહ્યુ, MSP ચાલુ રહેશે, વિપક્ષ જૂઠાણું ફેલાવે છે

News18 Gujarati
Updated: September 18, 2020, 2:12 PM IST
કૃષિ બિલ પર વિરોધ વચ્ચે PM મોદીએ કહ્યુ, MSP ચાલુ રહેશે, વિપક્ષ જૂઠાણું ફેલાવે છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, કેટલાક લોકો વચેટીયાઓને સાથ આપી રહ્યા છે, ખેડૂતો તેનાથી સતર્ક કરે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, કેટલાક લોકો વચેટીયાઓને સાથ આપી રહ્યા છે, ખેડૂતો તેનાથી સતર્ક કરે

  • Share this:
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ શુક્રવારે બિહારમાં ઐતિહાસિક કોસી રેલ મહાસેતુની સાથે યાત્રી સુવિધાઓથી સંબંધિત રેલવેની 12 પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું. PM મોદીએ જે 12 રેલવે પરિયોજનાનું ઉદ્ઘાટન કર્યું તેમાં કિઉલી નદી પર એક રેલ સતુ, બે નવી રેલવે લાઇન, પાંચ વિદ્યુતીકરણથી સંબંધિત, એક ઇલેક્ટ્રિક લોકોમોટિવ શૅડનો પણ સમાવેશ થાય છે. આ દરમિયાન પોતાના સંબોધનમાં વડાપ્રધાને કૃષિ બિલ (Agri Bill 2020) પર પોતાના વિચારો રજૂ કર્યા. કૃષિ બિલ પર બોલતાં વડાપ્રધાને કહ્યું કે વિશ્વકર્મા દિવસના પ્રસંગે ત્રણ બિલ લોકસભામાં પાસ થયા . આ સુધારાઓથી ખેડૂતોને પોતાની ઉપજ વેચવાના વધુ વિકલ્પ મળશે અને વધુ અવસર મળશે.

વચેટીયાઓથી બચાવવા માટે લાવવામાં આવ્યું કૃષિ બિલ - વડાપ્રધાન મોદી

વડાપ્રધાને પોતાના સંબોધનમાં કહ્યું કે, હું દેશભરના ખેડૂતોને આ બિલને પાસ થવાને લઈ અનેક અભિનંદન પાઠવું છું. આ બિલ ખેડૂતો અને ગ્રાહકોને વચેટીયાઓથી બચાવવા માટે લાવવામાં આવ્યા છે. PMએ કહ્યું કે, કેટલાક લોકો જે દશકો સુધી સત્તામાં રહ્યા છે, દેશ પર રાજ કર્યું છે, તે લોકો ખેડૂતોને આ વિષય પર ભ્રમિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ખેડૂતોને ખોટું બોલી રહ્યા છે. ચૂંટણી સમયે ખેડૂતોને લલચાવવા માટે તેઓ મોટી-મોટી વાતો કરે છે, પોતાના ઘોષણાપત્રમાં મૂકે છે અને ચૂંટણી બાદ ભૂલી જાય છે. અને આજે જ્યારે એ જ વસ્તુઓ એનડીએ સરકાર કરે છે, ખેડૂતોને સમર્પિત અમારી સરકાર કરી રહી છે તો તેઓ ભ્રમ ફેલાવી રહ્યા છે.

‘આ બિલકુલ ખોટું છે, ખેડૂતો સાથે છેતરપિંડી છે...’

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જે APMC એક્ટને લઈ હવે આ લોકો રાજકારણ રમી રહ્યા છે, એગ્રીકલ્ચર માર્કેટની જોગવાઈઓમાં ફેરફારનો વિરોધ કરી રહ્યા છે, તે ફેરફારની વાત આ લોકોએ પોતાના ઘોષણાપત્રમાં પણ લખી હતી. પરંતુ હવે જ્યારે એનડીએ સરકારે આ ફેરફાર કર્યા છે તો આ લોકો તેનો વિરોધ કરવા લાગ્યા છે.

આ પણ વાંચો, Agri Bill 2020: મોદી સરકારના કૃષિ કાયદામાં એવું શું છે જેનો ખેડૂતો કરી રહ્યા છે વિરોધ

PM મોદીએ કહ્યું કે, હવે આ દુષ્પ્રચાર કરવામાં આવી રહ્યો છે કે સરકાર દ્વારા ખેડૂતોને MSPનો લાભ નહીં આપવામાં આવે. એવું પણ ઉપજાવી કાઢ્યું છે કે ખેડૂતોથી અનાજ વગેરેની ખરીદી સરકાર દ્વારા નહીં કરવામાં આવે. આ બિલકુલ ખોટું છે, ખેડૂતો સાથે છેતરપિંડી છે. અમારી સરકાર ખેડૂતોને MSPના માધ્યમથી યોગ્ય મૂલ્ય અપવવા માટે પ્રતિબદ્ધ છે. સરકારી ખરીદી પણ પહેલાની જેમ ચાલુ રહેશે.


આ પણ વાંચો, IPL 2020: કોરોનાના કારણે આ વખતે IPLમાં મોટા ફેરફાર, શરૂ થતાં પહેલા જાણી લો આ નિયમો

તમે કોઈ પ્રકારના ભ્રમમાં ન પડો - PM મોદી

વડાપ્રધાને કહ્યું કે, કોઈ પણ વ્યક્તિ પોતાના ઉત્પાદ, દુનિયામાં ક્યાંય પણ વેચી શકે છે, જ્યાં ઈચ્છે ત્યાં વેચી શકે છે, પરંતુ માત્ર મારા ખેડૂત ભાઈ-બહેનોને આ અધિકારથી વંચિત રાખવામાં આવ્યા હતા. હવે નવી જોગવાઈ લાગુ થવાના કારણે ખેડૂત પોતાનો પાક દેશના કોઈ પણ બજારમાં, પોતાના મરજીના ભાવે વેચી શકે છે. હું આજે દેશના ખેડૂતોને આ સ્પષ્ટ સંદેશ આપવા માંગું છું. વડાપ્રધાને ખેડૂતોને ઉદ્દેશીને કહ્યું કે તમે કોઈ ભ્રમમાં ન પડો. આ લોકોથી દેશના ખેડૂતોએ સર્તક રહેવાનું છે. એવા લોકોથી સાવધાન રહે જેઓ દશકો સુધી દેશ પર રાજ કરતા રહ્યા અને જે આજે ખેડૂતોને ખોટું બોલી રહ્યા છે.
Published by: Mrunal Bhojak
First published: September 18, 2020, 2:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading