નવી દિલ્હીઃ Fortune Indiaએ દેશની 500 દિગ્ગજ કંપનીઓની યાદી જાહેર કરી છે. આ યાદીમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (Mukesh Ambani)ની આગેવાનીવાળી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (Reliance Industries Limited) શિખર પર રહી. Fortune Indiaએ બુધવારે કહ્યું કે ભારતની સૌથી મોટી ઓઇલ કંપની ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશન બીજા સ્થાન પર રહી. ત્યારબાદ ONGCનું સ્થાન છે. યાદીમાં દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ચોથા સ્થાન પર છે. યાદી Fortune Indiaએ જાહેર કરી છે જે કોલકાતા સ્થિત આર. પી. સંજીવ ગોયન્કા સમૂહનો હિસ્સો છે.
અહીં ચેક કરો ટૉપ 10 કંપનીઓની યાદ...
1. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીન્ઝ (RIL)- પહેલું સ્થાન
2. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC)- બીજું સ્થાન 3. ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC)- ત્રીજું સ્થાન
4. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)- ચોથું સ્થાન
5. ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL)- પાંચમું સ્થાન6. ટાટા મોટર્સ (Tata Motors)- છઠ્ઠું સ્થાન
7. સ્વર્ણ પ્રસંસ્કરણ સાથે જોડાયેલી રાજેશ એક્સપોર્ટ - સાતમું સ્થાન
8. દેશની સૌથી મોટી આઇટી સેવા કંપની ટાટા કન્લ્છટન્સી સર્વિસિસ (TCS)- આઠમું સ્થાન
9. દેશની સૌથી મોટી પ્રાઇવેટ બેંક આઇસીઆઇસીઆઇ (ICICI)- નવમું સ્થાન
10. લાર્સન એન્ડ ટૂબ્રો (Larsen and Toubro)- દસમું સ્થાન
આ પહેલા ઓગસ્ટમાં જાહેર વૈશ્વિક રેન્કિંગ (World Ranking)માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL) 10 સ્થાનની છલાંગ મારીને Fortune Global 500 યાદીમાં ટૉપ 100 કંપનીઓમાં સામેલ થઈ ગઈ હતી. નોંધનીય છે કે, પેટ્રોરસાયણ, રિટેલ અને ટેલિકોમ જેવા સેક્ટરમાં કામ કરનારી રિલાયન્સને Fortuneની 2020ની આ વૈશ્વિક કંપનીઓની યાદીમાં 96મું સ્થાન મળ્યું હતું. Foryuneની ટૉપ 100ની યાદીમાં સામેલ થનારી રિલાયન્સ એકમાત્ર ભારતીય કંપની હતી. આ પહેલા રિલાયન્સ આ યાદીમાં 2012માં 99મા સ્થાને રહી હતી.
Fortune Global 500માં 34 પોઇન્ટ પછડાઇને જાહેર ક્ષેત્રની ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશન 151મા સ્થાન પર રહી હતી. બીજી તરફ ONGCનું રેન્કિંગ ગયા વર્ષની તુલનામાં 30 સ્થાન ઘટીને 190 રહ્યું. દેશની સૌથી મોટી બેંક SBIનું રેન્કિંગ 15 સ્થાનના સુધાર સાથે 221મા સ્થાન પર હતું. આ યાદીમાં સામેલ થનારી અન્ય ભારતીય કંપનીઓમાં ભારત પેટ્રોલિયમ 309, ટાટા મોટર્સ 337 અને રાજેશ એક્સપોર્ટ્સ 462મા સ્થાને છે.
(ડિસ્લેાંમરઃ ન્યૂઝ18 ગુજરાતી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનો હિસ્સો છે. નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનું સ્વામિત્વ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પાસે જ છે.)