Reliance Retailએ ફેશન ડિઝાઇનર રિતુ કુમાર સાથે મિલાવ્યો હાથ, Ritika Pvt Ltd માં ખરીદી 52 ટકા ભાગીદારી

News18 Gujarati
Updated: October 19, 2021, 11:04 PM IST
Reliance Retailએ ફેશન ડિઝાઇનર રિતુ કુમાર સાથે મિલાવ્યો હાથ, Ritika Pvt Ltd માં ખરીદી 52 ટકા ભાગીદારી
રિલાયન્સ રિટેલે આરપીએલના 52 ટકા ઇક્વિટી શેર ખરીદી લીધા છે

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની (RIL) સહયોગી કંપની રિલાયન્સ રિટેલ વેંચર્સ લિમિટેડે (RRVL)ફેશન ડિઝાઇનર રિતુ કુમારની (Ritu Kumar)કંપની રિતિકા પ્રાઇવેટ લિમિટેડના (RPL)અધિગ્રહણની જાહેરાત કરી

  • Share this:
નવી દિલ્હી : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની (RIL) સહયોગી કંપની રિલાયન્સ રિટેલ વેંચર્સ લિમિટેડે (RRVL)ફેશન ડિઝાઇનર રિતુ કુમારની (Ritu Kumar)કંપની રિતિકા પ્રાઇવેટ લિમિટેડના (RPL)અધિગ્રહણની જાહેરાત કરી છે. રિલાયન્સ રિટેલે આરપીએલના 52 ટકા ઇક્વિટી શેર ખરીદી લીધા છે. આરપીએલ પાસે રિતુ કુમાર, લેબલ રિતુ કુમાર, આરઆઈ રિતુ કુમાર, આર્કે અને રિતુ કુમાર હોમ એન્ડ લિવિંગ બ્રાન્ડની માલિકી છે. રિલાયન્સ રિટેલે કંપનીમાં પૂર્ણ અધિકાર મેળવવા માટે પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ એવરસ્ટોન ગ્રુપ (Everstone Group)પાસેથી પૂરી 35 ટકા ભાગીદારી ખરીદી લીધી છે.

1970ના દશકમાં શરૂ થયા રિતુ કુમાર બ્રાન્ડના છે 151 સ્ટોર

રિતુ કુમારના વેપારમાં ચાર ફેશન બ્રાન્ડ છે, જેના દુનિયાભરમાં 151 સ્ટોર છે. રિતુ કુમાર બ્રાન્ડ 1970ના દશકથી લોકો માટે ડિઝાઈનર કપડા બનાવી રહી છે. લેબલ રિતુ કુમારને 2002માં લોન્ચ કરવામાં આવી હતી. આ બ્રાન્ડ અંતર્ગત યુવાઓ અને વૈશ્વિક ગ્રાહકોને ધ્યાનમાં રાખીને ડિઝાઈનર કપડા તૈયાર કરવામાં આવે છે. જ્યારે આરઆઈ રિતુ કુમાર બ્રાન્ડ દુલ્હનોના વસ્ત્રો સાથે ખાસ પ્રસંગ માટે કપડા ડિઝાઈન કરે છે. તેના ઉત્પાદનોને હેયરલૂમ્સમાં ગણવામાં આવે છે. તેને દેશના સૌથી શાનદાર કારીગર અને હસ્તશિલ્પી તૈયાર કરે છે. આર્કે તેમની સૌથી નવી બ્રાન્ડ પોર્ટફોલિયો છે. તેને વધારેમાં વધારે ગ્રાહકો સુધી પહોંચવા માટે બનાવવામાં આવી છે.

દેશના ક્રાફ્ટ્સને અપાવશે આંતરરાષ્ટ્રીય સન્માન

રિલાયન્સ રિટેલ વેંચર્સ લિમિટેડના ડાયરેક્ટર ઇશા અંબાણીએ (Isha Ambani) કહ્યું કે રિતુ કુમાર સાથે ભાગીદારી કરીને અમે ઘણા ખુશ છીએ. રિતુ કુમારે પોતાના બ્રાન્ડને મજબૂત ઓળખાણ આપી છે. તેમાં વિસ્તારની ક્ષમતા છે. તેના ફેશન અને રિટેલમાં નવીનતા છે. અમે સાથે મળીને પોતાના દેશી ટેક્સટાઇલ અને ક્રાફ્ટ્સ માટે ભારત અને આખી દુનિયામાં એક મજબૂત પ્લેટફોર્મ તથા કસ્ટમર ઇકોસિસ્ટમ બનાવવા માંગીએ છીએ જેથી આપણા ક્રાફ્ટ્સને આંતરરાષ્ટ્રીય ઓળખ મેળવી શકે. સાથે તેને આંતરરાષ્ટ્રીય સ્તરે તે સન્માન મળે જેના તે હકદાર છે. તેમણે કહ્યું કે ઘણા ઓછા દેશો છે જે ભારતીય કપડા અને હસ્તકલા ઉદ્યોગમાં પ્રિટિંગ-પેંટિંગના સ્ટાઇલ, ડિઝાઇનની બરાબરી કરી શકે.

શિલ્પકારોના સંરક્ષણ દ્વારા કરીશું વેપાર નિર્માણદેશના સૌથી જૂના ફેશન હાઉસના સંસ્થાપક પદ્મશ્રી રિતુ કુમારે કહ્યું કે આ ઘણો આશાવાદી સહયોગ તે કામની આગળ વધારશે જે મેં શોધ અને ભારતના કપડા ઇતિહાસને પુનર્જિવિત કરવા માટે શરૂ કર્યો હતો. આ એવી કહાની છે જે બધાએ જાણવી જોઈએ. તેમણે કહ્યું કે એક સમય એવો હતો કે જ્યારે દુનિયાના સકલ ઘરેલું ઉત્પાદનો 57 ટકા ફક્ત ભારતના કપડા ઉદ્યોગ પર નિર્ભર હતો. આરઆરવીએલ અને આરપીએલની ભાગીદારી ભારતીય શિલ્પકારોના સંરક્ષણ દ્વારા વેપારનું નિર્માણ જારી રાખશે. તેને કૌશલ વૃદ્ધિ અને ટેકનિકી સક્ષમતા દ્વારા હાસિલ કરી શકાશે.
Published by: Ashish Goyal
First published: October 19, 2021, 11:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading