આ બિઝનેસ શરૂ કરીને તમે નાના રોકાણ સાથે મહિને કરી શકો છો 1 લાખ રૂપિયા સુધીની કમાણી...

News18 Gujarati
Updated: January 23, 2021, 8:26 AM IST
આ બિઝનેસ શરૂ કરીને તમે નાના રોકાણ સાથે મહિને કરી શકો છો 1 લાખ રૂપિયા સુધીની કમાણી...
પ્રતીકાત્મક તસવીર

પોલ્ટ્રી ફાર્મિંગ (Poultry Farming) બિઝનેસ આશરે પાંચ લાખથી નવ લાગના રોકાણ સાથે શરૂ કરી શકો છો. જો નાના સ્તરે 1,500 મરઘી સાથે આ બિઝનેસ શરૂ કરશો તો મહિને 50 હજારથી એક લાખ રૂપિયા સુધી કમાણી કરી શકો છો.

  • Share this:
નવી દિલ્હી: જો તમે બિઝનેસ માટે કૃષિ ક્ષેત્ર (Agricultur sector)માં પોતાનું નસીબ અજમાવવા માંગો છો તો વરસાદના આધારિત કરવામાં આવતી ખેતી ઉપરાંત અનેક વિકલ્પ છે જેમાં વળતરની ગેંરટી મળે છે. જેમાંથી એક મરઘા ઉછેર (Poultry Farming) બિઝનેસ છે. આ બિઝનેસમાં ઓછામાં ઓછા પાંચથી નવ લાખ રૂપિયાના રોકાણ સાથે શરૂ કરી શકાય છે. નાના સ્તરે એટલે કે 1,500 મરઘી સાથે ફાર્મિંગ શરૂ કરશો તો તેમને 50 હજારથી 1 લાખ રૂપિયા સુધીની કમાણી દર મહિને થઈ શકે છે.

કેટલો ખર્ચ થશે: સૌથી પહેલા જગ્યા, પિંજરા અને વિવિધ સાધનો પાછળ આશરે પાંચથી છ લાખ રૂપિયા ખર્ચ કરવા પડશે. 1,500 મરઘા સાથે કામ શરૂ કરો તો તેમાં 10 ટકા બચ્ચા ખરીદવા પડશે. કારણ કે બીમારીને કારણે મરઘાનાં મોત થવાનો ખતરો રહેલો છે.

ઇંડાથી મોટી કમાણી કરો: દેશમાં ઇંડાના ભાવ વધવા લાગ્યા છે. ઓક્ટોબરની શરૂઆતથી જ એક ઇંડું સાત રૂપિયાની કિંમતે વેચાઈ રહ્યું છે. ઇંડાના ભાવ વધવાની સાથે જ મરઘી ખૂબ કિંમતી થઈ ગઈ છે.

મરઘી ખરીદવાનું બજેટ 50 હજાર રૂપિયા: તમારે મરઘીઓની ખરીદી કરવા માટે 50 હજાર રૂપિયાનું બજેટ રાખવું પડશે. તેમના ઉછેર માટે અલગ અલગ પ્રકારનો ખોરાક આપવો પડે છે. સાથે જ દવા પાછળ પણ ખર્ચ કરવો પડે છે.20 અઠવાડિયાનો 3-4 લાખ રૂપિયા ખર્ચ: સતત 20 અઠવાડિયા સુધી મરઘીઓને ખાવાનું આપવા માટે તમારે 1થી 1.5 લાખ રૂપિયા ખર્ચ કરવા પડશે. એક લેયર પેરેન્ટ બર્ડ એક વર્ષમાં લગભગ 300 ઇંડા આપે છે. 20 અઠવાડિયા બાદ મરઘી ઇંડા આપવા લાગે છે. આખું વર્ષ તે ઇંડા આપે છે. 20 અઠવાડિયા બાદ તેના ખાવા-પીવાના ખર્ચ પાછળ આશરે ત્રણથી ચાર લાખ રૂપિયાનો ખર્ચ આવે છે.આ પણ વાંચો: સુરત: પાસપોર્ટ વેરિફિકેશન માટે આવતા લોકો પાસેથી 'રોકડી' કરતા પોલીસકર્મીનો વીડિયો વાયરલ

વર્ષે 14 લાખ સુધી કમાણીની તક: 1,500 મરઘી 290 ઇંડા લેખે પ્રતિ વર્ષ સરેરાશ 4,35,000 ઇંડા આપે છે. તેમાંથી 35 હજાર ઇંડા વેસ્ટ જાય તો પણ ચાર લાખ ઇંડા બચે છે. એક ઇંડું પાંચ રૂપિયા પ્રતિ નંગ વેચાય છે. એટલે કે વર્ષે ફક્ત ઇંડા વેચીને જ તમે મોટી કમાણી કરી શકો છો.

આ પણ વાંચો: શું ચાઇનાનો મોબાઈલ ફોન સગાઈ તોડાવી શકે છે? 'હીના'ની બહેનની વાતોએ જગાવી ચર્ચા!

તાલિમ જરૂરી: પોલ્ટ્રી ફાર્મમાં કમાણી સારી ભલે હોય પરંતુ તે શરૂ કરતા પહેલા તાલિમ ખૂબ જરૂરી છે. નહીં તો મરઘાના મોતથી લઈને અનેક સમસ્યા આવી શકે છે.
Published by: Vinod Zankhaliya
First published: January 23, 2021, 8:26 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading