સાયન્સ કોલેજમાં પ્રવેશ નહિં અપાતા વિદ્યાર્થીઓએ લોહીથી લખ્યું આવેદન

News18 Gujarati | Web18
Updated: July 16, 2015, 5:40 PM IST
સાયન્સ કોલેજમાં પ્રવેશ નહિં અપાતા વિદ્યાર્થીઓએ લોહીથી લખ્યું આવેદન
હિંમતનગરઃ સાબરકાંઠાના પ્રાંતિજ અને તલોદ માટે અેક જ સાસન્ય કોલેજ આવેલી છે. ધોરણ બાર પછી મોટી સંખ્યામાં વિદ્યાર્થીએ પ્રવેશ માટે ઉમટી પડ્યા છે. ત્યારે પ્રાંતિજ અને તલોદના સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ ન મળતા વિદ્યાર્થીઓએ રક્તથી આવેદન પત્ર આપીને પ્રવેશ મળે તે માટે રજુઆત કરી હતી.

  • Web18
  • Last Updated: July 16, 2015, 5:40 PM IST
  • Share this:
હિંમતનગરઃ સાબરકાંઠાના પ્રાંતિજ અને તલોદ માટે અેક જ સાસન્ય કોલેજ આવેલી છે. ધોરણ બાર પછી મોટી સંખ્યામાં વિદ્યાર્થીએ પ્રવેશ માટે ઉમટી પડ્યા છે. ત્યારે પ્રાંતિજ અને તલોદના સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ ન મળતા વિદ્યાર્થીઓએ રક્તથી આવેદન પત્ર આપીને પ્રવેશ મળે તે માટે રજુઆત કરી હતી.

himat

આ વિદ્યાર્થીઓ ધોરણ બાર સાયન્સની પરીક્ષા પાસ કરીને આવ્યા છે અને તેમણે તલોદની કોલેજમાં પ્રવેશ ન મળતકો હોવાથી તેમનુ ભવિષ્ય ધુધડુ થતા તેમણે આજે કોલેજ ખાતે ભેગા મળીને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. જેમાં આ વિદ્યાર્થી પ્રાંતિજ અને તલોદ તાલુકાના હોવા થતા પણ તેમણે અહિની કોલેજમાં પ્રવેશ મળતો નથી. જેને લઈ આ મોટી સંખ્યામાં આવેલા વિદ્યાર્થીઓએ પોતાનો વિરોધ દર્શાવ્યો છે.

છેલ્લા પાંચ દિવસથી આ કોલેજમાં અભ્યાસ કાર્ય બંધ કરીને વિરોધ કરી રહ્યા હતા. ત્યારે આજે બધા ભેગા મળીને એક આવેદન પત્ર બનાવ્યુ હતુ. જેમાં તમામ પ્રવેશ ઈચ્છુકોએ પોતાના રક્ત દ્રારા છાંટા નાખીને આવેદનપત્ર કોલેજના પ્રિન્સીપાલ તથા તલોદ મામલતદારને આપ્યુ હતુ.

આ તમામ વિદ્યાર્થીઓએ સ્થાનિક ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાને પણ રજુઆત કરી હતી જેને લઈ આજે કોંગ્રેસના ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, સાથે કોગ્રેસના અગ્રણીઓ પણ વિદ્યાર્થીઓ સાથે જોડાયા હતા. અને તેમણે પણ પોતાના લોહીના છાંટા નાખીને આવેદનપત્ર બનાવી પ્રીન્સીપાલ અને મામલતદારને આપીને રજુઆત કરી હતી.

આ તમામ વિધ્યાર્થીઓને અહિ પ્રવેશ મળે અને આ તમામ વિધ્યાર્થીઓનુ ભાવી ન બગડે તેવા પ્રયાસ સરકાર કરે તો સારુ અને સાથે ચીમકી પણ ઉચ્ચારી છે કે જો સાત દિવસમાં આનો યોગ્ય નિવેડો નહિ આવેતો સાત દિવસ બાદ કોલેજ આગળ મોટી સંખ્યામાં ધારાસભ્ય સહિત વિધ્યાર્થીઓ પણ ઉપવાસ પર ઉતરશે.
First published: July 16, 2015, 5:40 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading