Assembly Elections 2020

ASSOCIATED BY

IN PARTNERSHIP WITH

ધીરજના ફળ મીઠા: આ શેરે 21 વર્ષમાં 1 લાખ રુપિયાના 1.86 કરોડ કર્યા, હવે શું તેમાં પડાય?

News18 Gujarati
Updated: August 10, 2022, 12:13 PM IST
ધીરજના ફળ મીઠા: આ શેરે 21 વર્ષમાં 1 લાખ રુપિયાના 1.86 કરોડ કર્યા, હવે શું તેમાં પડાય?
મોટાભાગના માર્કેટ નિષ્ણાતો એક વાત ચોક્કસ ભારપૂર્વક કહે છે કે ધીરજ રાખો તો કમાણી થશે અને આ જુઓ.

Marico Ltdના શેરની કિંમત જુલાઈ 2001માં 2.81 રુપિયા હતી જે આજે વધીને 524.60 રુપિયા થઈ ગઈ છે. આ દરમિયાન કંપનીએ પોતાના રોકાણકારોને 18,569.04 ટકાનું ધાંસૂ રિટર્ન આપ્યું છે. જોકે કરોડપતિ બનવા માટે રોકાણકારોએ 21 વર્ષ રાહ જોવી પડી હતી. માટે જ માર્કેટ નિષ્ણાતો માને છે કે તમે જ્યારે પણ રોકાણ કરો ત્યારે કંપનીના ફંડામેન્ટલ્સ ધ્યાનપૂર્વક જોઈને લાંબાગાળા માટે પ્લાન કરો. શેરબજારમાં ટ્રેડિંગની જગ્યાએ પોઝિશન લઈને ઉભા રહેવામાં વધુ રુપિયા હોવાનું મોટાભાગના નિષ્ણાતો માની રહ્યા છે.

  • Share this:
મુંબઈઃ મેરિકો લિમિટેડ (Marico Limited) FMCG સેક્ટરની એક દિગ્ગજ કંપની છે. તે ભારતની મલ્ટિનેશનલ કંપની છે, જે એફએમસીજી, હેલ્થ, બ્યુટી એન્ડ વેલનેસ જેવા સેક્ટરમાં છે. કંપની પાસે હેર કેર, સ્કિન કેર, એડિબલ ઓઇલ, હેલ્થ ફૂડ્સ, મેલ ગ્રૂમિંગ અને ફેબ્રિક કેર સેગમેન્ટમાં અનેક મોટી બ્રાંડ્સ છે. આ બ્રાંડ્સમાં પેરાશૂટ, નિહાર નેચરલ્સ, હેર એન્ડ કેર, લિવોન, સફોલા, સેટ વેટ, બીયર્ડો, રિવાઈવ વગેરે સામેલ છે. મેરિકો લિમિટેડ વર્ષ 1996થી ભારતીય શેરબજારમાં લિસ્ટેડ કંપની છે. ત્યારથી અત્યાર સુધીમાં આ કંપનીએ પોતાના રોકાણકારોને અનેકગણું રિટર્ન આપ્યું છે. મેરિકો લિમિટેડની ગણતરી લાર્જ કેપ કંપનીઓમાં થાય છે, જેનું માર્કેટ કેપિટલાઈઝેશન લગભગ 67.73 હજાર કરોડ રુપિયા છે.

Stock Market: બજારમાં આજે કમાણી કરવી હોય તો આટલું જાણી લો

શેરનું પ્રદર્શન

નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર સોમવાર 8 ઓગસ્ટને મેરિકો લિમિટેડના શેર 0.94 ટકા વધીને 524.60 રુપિયા પર બંધ થયા હતા. પાછલા એક મહિનામાં મેરિકોના શેરની કિંમતમાં લગભઘ 3.34 ટકાનો વધારો આવ્યો છે. તો પાછલા એક વર્ષમાં આ શેરે 0.78 ટકાનું તેજી દેખાડી છે. જોકે પાછલા 5 વર્ષમાં કંપનીએ પોતાના રોકાણકારોને 63.96 ટકા રિટર્ન આપ્યું છે. મેરિકો લિમિટેડના શેર પાછલા 10 વર્ષમાં લગભગ 450 ટકા ચડ્યા છે. મેરિકો લિમિટેડના શેર એનએસઈ પર જુલાઈ 2001માં લિસ્ટ થયા હતા અને તે સમયે તેના શેરની કિંમતો 2.81 રુપિયા હતા. જે આજે વધીને 524.60 રુપિયા થઈ ગઈ છે. આ રીતે મેરિકો લિમિટેડે પાછલા 21 વર્ષોમાં પોતાના રોકાણકારોને 18,569.04 ટકાનું ધાંસૂ રિટર્ન આપ્યું છે.

Parle-G Biscuitનું પેકેટ આજે પણ રૂ.5માં કઈ રીતે મળે છે? સમજો તેના પાછળની ટેક્નિક

રોકાણકારો પર અસરમેરિકો લિમિટેડના શેરને પ્રદર્શનના આધારે જોઈએ તો જો કોઈ રોકાણકારોએ એક મહિના પહેલા મેરિકો લિમિટેડના શેરમાં 1 લાખ રુપિયા રોકાણ કર્યા હોય તો આજે તેના રોકાણની કિંમત વધીને 1,03,400 રુપિયા થઈ ગઈ છે. તે જ રીતે જો કોઈ રોકાણકારે એક વર્ષ પહેલા મેરિકો લિમિટેડના શેરમાં 1 લાખ રુપિયા રોક્યા હોત તો તેમના રોકાણની કિંમત આજે 1,00,770 રુપિયા હોત. એ જ રીતે જે રોકાણકારે પાંચ વર્ષ પહેલા મેરિકોના શેરમાં 1 લાખ રુપિયા લગાવ્યા હોય તેના એક લાખ આજે વધીને 1,63,960 રુપિયા થઈ ગયા હોત, જ્યારે 10 વર્ષ પહેલા લગાવેલા 1 લાખ રુપિયાના શેરની કિંમત હાલ રુ. 5,50,000 થઈ ગઈ હોત. તેનાથી આગળ જો કોઈ રોકાણકારે લાંબાગાળાથી એટલે કે 21 વર્ષ પહેલા 2001માં જ આ કંપનીના એક લાખ રુપિયાના શેર લીધા હોત તો તેના રોકાણની કિંમત આજે 1,86,69,040 રુપિયા થઈ ગઈ હોત.

(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by: Mitesh Purohit
First published: August 10, 2022, 12:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading