5444ની EMI પર ઘરે લાવો Toyota Urban Cruiser, જાણો ખાસ ઓફર

News18 Gujarati
Updated: March 2, 2021, 4:08 PM IST
5444ની EMI પર ઘરે લાવો Toyota Urban Cruiser, જાણો ખાસ ઓફર
5444ની EMI પર ઘરે લાવો Toyota Urban Cruiser, જાણો ખાસ ઓફર

ટોયોટા મોટર્સ પોતાની સૌથી લોકપ્રિય એસયૂવી Toyota Urban Cruiser પર શાનદાર ઓફર લઇને આવ્યું છે

  • Share this:
નવી દિલ્હી : ટોયોટા મોટર્સ પોતાની સૌથી લોકપ્રિય એસયૂવી Toyota Urban Cruiser પર શાનદાર ઓફર લઇને આવ્યું છે. ટોયોટા મોટર્સ તરફથી આ કાર પર તમને એક્સચેન્જ બોનસ, Low EMI ઓપ્શન, 7 ઇયર ઓન રોડ ફન્ડિંગનું ઓપ્શન આપી રહી છે. આવો આ એસયૂવી વિશે બધુ જાણીએ.

Toyota Urban Cruiserની કિંમત - ટોયોટો Urban Cruiserના બેસ વેરિએન્ટની કિંમત 8 લાખ 50 હજાર રૂપિયા છે. જ્યારે ટોપ વેરિએન્ટની કિંમત 11 લાખ 35 હજાર રૂપિયા છે. તમને જણાવી દઈએ કે ટોયોટાની આ કાર 6 વેરિએન્ટમાં Mid, Mid AT, High, High AT, પ્રીમિયર અને પ્રીમિયર AT વેરિએન્ટમાં મળે છે.

આ પણ વાંચો - લો બોલો... બ્રેકઅપ થયું તો યુવતીએ પોતાની જાત સાથે જ લગ્ન કરી લીધા

Toyota Urban Cruiserના ફીચર્સ - આ કારમાં તમને રિયર પાર્કિંગ કેમેરા, સ્વચાલિત એલઆઈડી હેડલેમ્પ, ઓટો વાઇપર, એલઇડી ફોગ લૈપ, સાત ઇંચનું ટચ સ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે, જે Apple CarPlay અને Android Auto સાથે મળશે. સેફ્ટી ફીચર્સની વાત કરવામાં આવે તો તમને એસયૂવીમાં બે એરબેગ મળશે.

Toyota Urban Cruiserનું એન્જિન - ટોયોટાના આ એસયૂવીમાં તમને 1462ccનું એન્જિન મળશે. જે 103.26bhp નો પાવર જનરેટ કરે છે. આ એસયૂવી 17.03થી 18.76kmplનો માઇલેજ આપે છે. Toyota Urban Cruiserનું આ સેગમેન્ટમાં મુકાબલો બ્રેઝા, ટાટા નેક્સોન, ફોર્ડ ઇકો સ્પોર્ટ, કિયા સોનેટ, મહિન્દ્રા XUV 300 અને નિસાન Magnite જેવી કારો સાથે છે.
Published by: Ashish Goyal
First published: March 2, 2021, 4:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading