આ કંપની ટેકનિકલ અને બિઝનેસ ટીમમાં સ્કિટ 1,000 પદ પર કરશે ભરતી, ફ્રેશર્સ કરી શકશે અરજી


Updated: November 17, 2021, 9:01 PM IST
આ કંપની  ટેકનિકલ અને બિઝનેસ ટીમમાં સ્કિટ 1,000 પદ પર કરશે ભરતી, ફ્રેશર્સ કરી શકશે અરજી
IT કંપની સ્કિટમાં થશે મોટા પાયે ભરતી

IT Jobs : સ્કિટ, આર્ટીફિશિયલ ઈન્ટેલિજેન્સ ( Skit AI Recruitment ) કંપની આગામી વર્ષે 1,000 કર્મચારીઓને (1,000 Jobs in Skit AI)  રોજગાર આપશે.

  • Share this:
સ્કિટ, આર્ટીફિશિયલ ઈન્ટેલિજેન્સ ( Skit AI Recruitment ) કંપની આગામી વર્ષે 1,000 કર્મચારીઓને (1,000 Jobs in Skit AI)  રોજગાર આપશે. કંપનીના વિકાસમાં વૃદ્ધિ કરવા માટે અને ગ્રાહકોની માંગને પહોંચી વળવા માટે કંપની અનેક પદ પર ભરતી કરી રહી છે કંપની અમેરિકા, દક્ષિણ પૂર્વ એશિયા અને ભારત સહિત ત્રણ પ્રાથમિક બજારોમાં ભરતી કરશે. મોટાભાગની ભરતી ભારતમાં કરવામાં આવશે. ઓફિશિયલ નોટિફિકેશન અનુસાર પ્રોડક્ટ, માર્કેટીંગ, વેચાણ, મશીન લર્નિંગ, એન્જિનિયરિંગ, ડિલીવરી, ડેટા અન્નોટેશન, HR/ ભરતી અને CXO રોલમાં ઉમેદવારોમાં માટે ટેકનિકલ અને બિઝનેસ આસ્પેક્ટ શામેલ છે.

સ્કિટે જણાવ્યું છે કે, પ્રોજેક્ટને ચાલુ રાખવાની વધતી જતી માંગને પૂર્ણ કરવા માટે કંપની તમામ તૈયારીઓ કરી રહી છે. વૈશ્વિક એન્ટરપ્રાઈઝ ગ્રાહકોની માંગને પૂરી કરવા માટે કંપની ટીમ બનાવી રહી છે.

કંપનીને 10 ગણી આગળ વધારવા માટે

સ્કિટના કો-ફાઉન્ડર અને CEO સૌરભ ગુપ્તાએ કેટલીક માહિતી આપી છે. તેમણે જણાવ્યું છે કે, કંપનીને 10 ગણી આગળ વધારવા માટે વેચાણ, ડિલીવરી અને ટેક ટીમને વિસ્તારવાના કામને પ્રાથમિકતા આપી રહી છે. અમે ટેલેન્ટ ધરાવતા વ્યક્તિઓમાં રોકાણ કરી રહ્યા છીએ. આ કર્મચારીઓ કંપનીની સફળતાને આગળ વધારવામાં મદદ કરશે. જેથી એક ઈકોસિસ્ટમ વાતાવરણ બનશે. જેનાથી એવી દુનિયાનું નિર્માણ થશે, જેમાં વોઈસ ઈન્ટરફેસને પ્રાથમિકતા આપવામાં આવશે.

આ પણ વાંચો : TCS Hiring : ગ્રેજ્યુએટ અને ફ્રેશર્સ માટે TCSમાં નોકરીની તક, 30મી નવેમ્બર સુધી કરી શકાશે અરજી

સપ્ટેમ્બર 2021 સુધીમાં સ્કિટનું કુલ ફંડ 30 મિલિયન એમિરિકન ડોલરસપ્ટેમ્બર 2021 સુધીમાં સ્કિટનું કુલ ફંડ 30 મિલિયન એમિરિકન ડોલર છે. વૈશ્વિક સંપર્ક બજારમાં સતત વૃદ્ધિ થવાની શક્યતા છે, જે વર્ષ 2027 સુધીમાં વૈશ્વિક બજારમાં 496 બિલિયન ડોલર સુધી પહોંચી જશે. કંપનીનો ઉદ્દેશ્ય વિકાસમાં વૃદ્ધિ લાવવાનો છે. વોઈસ ટેક ઈનોવેશનનો ઉપયોગ કરીને કોલર એંગેજમેન્ટને પર્સનલાઈઝ કરવાનો અને ખર્ચમાં 60 ટકા સુધીનો ઘટાડો કરવાનો ઉદ્દેશ્ય છે.

છ ગણા કર્મચારીઓ

સ્કિટે સ્થાપના બાદથી 6 ગણાથી વધુ 200થી વધુ કર્મચારીઓથી વર્કફોર્સને મજબૂત બનાવવાનો દાવો કર્યો છે. કંપની પ્રોડક્ટ, એન્જિનિયરિંગ, રેવન્યૂ, માર્કેટીંગ, બોર્ડ એપોઈન્ટમેન્ટ્સ, હ્યુમન રિસોર્સિસ અને ડેવલપમેન્ટ ટીમમાં સિનિયર પોસ્ટ સહિત તમામ ખાલી જગ્યાઓ પર ભરતી કરી રહી છે.

આ પણ વાંચો : Gujarat Tourism Recruitment 2021: ગુજરાત ટુરિઝમમાં ભરતી, 50,000 રૂપિયા સુધી મળી રહ્યો છે પગાર

આઈટીમાં બમ્પર નોકરી

ઉલ્લેખનીય છે કે આઈટીમાં હાલમાં ટીસીએસથી લઈન અને એચસીએલ, વિપ્રોમામાં બમ્પર ભરતી છે. આઈટીમાં આ તમામ કંપનીઓ મળીને ફ્રેશર્સ માટે આગામી જૂન મહિના સુધીમાં 1 લાખ જેટલી નોકરીઓ આવી રહી છે. ટીસીએએસે તાજેતરમાં જ તેની ફ્રેશર્સની ભરતની ડેડ લાઇન લંબાવી છે. ધી ગ્રેટ રેઝિગનેશનના કારણે તમામ કંપનીઓમાં નોકરીની તકો વધી રહી છે.
First published: November 17, 2021, 9:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading