Sukanya Samriddhi Yojana: સુકન્યા સમૃદ્ધિ યોજના, દીકરીઓનું ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટેની ખાસ સ્કિમ


Updated: November 23, 2021, 3:30 PM IST
Sukanya Samriddhi Yojana: સુકન્યા સમૃદ્ધિ યોજના, દીકરીઓનું ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટેની ખાસ સ્કિમ
Suknaya Samridhi Yojana : દીકરીના ઉજ્જવળ ભવિષ્ય માટે અપનાવો સુકન્યા સમૃદ્ધી યોજના, જાણો તમામ વિગતો

SSY Scheme: મોદી સરકારે 2015માં દીકરીઓના ઉજ્જવળ ભવિષ્યને માટે સુકન્યા સમૃદ્ધિ યોજના (Sukanya Samriddhi Yojana) શરૂ કરી હતી. જેમાં 10 વર્ષથી ઓછી ઉંમરની બાળકીના માતાપિતા દ્વારા ટોચની બેંકો અને પોસ્ટ ઓફીસમાં ખાતું ખોલી શકાય છે.

  • Share this:
Sukanya Samriddhi Yojana:    મોદી સરકારે 2015માં દીકરીઓના ઉજ્જવળ ભવિષ્યને માટે સુકન્યા સમૃદ્ધિ યોજના (Sukanya Samriddhi Yojana) શરૂ કરી હતી. જેમાં 10 વર્ષથી ઓછી ઉંમરની બાળકીના માતાપિતા દ્વારા ટોચની બેંકો અને પોસ્ટ ઓફીસમાં ખાતું ખોલી શકાય છે. આ એકાઉન્ટનો કાર્યકાળ 21 વર્ષ અથવા 18 વર્ષની ઉંમર પછી દીકરી લગ્ન કરે ત્યાં સુધીનો હોય છે.

સુકન્યા સમૃદ્ધિ યોજનાની ખાસિયત : આ યોજના હેઠળ હાલ 7.6 ટકાનું વાર્ષિક વ્યાજ મળી રહ્યું છે. યોજનામાં એકાઉન્ટ ખોલ્યાના 15 વર્ષ સુધી ઓછામાં ઓછા રૂ. 250 અને વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા (વાર્ષિક) ની તમારી અનુકૂળતા મુજબ ડિપોઝીટ થઈ શકે છે. જો લઘુતમ રૂ. 250ની રકમ ભરવામાં ન આવે તો એકાઉન્ટ ડિફોલ્ટ થઈ જાય છે.

આ યોજનામાં એક બાળકી દીઠ એક એકાઉન્ટ અને પરિવાર દીઠ બે એકાઉન્ટ ખોલી શકાય છે. આ યોજનામાં કલમ 80C હેઠળ વાર્ષિક 1.5 લાખ રૂપિયા સુધીની કર કપાતનો લાભ મળે છે. આ સાથે નાના રોકાણકારો તબક્કાવાર એકત્ર થયેલી રકમમાં કમ્પાઉન્ડીંગનો ફાયદો ઉઠાવી શકે છે.

સુકન્યા સમૃદ્ધિ યોજનામાં એકાઉન્ટ કઈ રીતે ખોલવું?

ટોચની બેંકો અને પોસ્ટ ઓફીસમાં આ એકાઉન્ટ ખુલી શકે છે. જરૂરી ફોર્મ ભરી ડોક્યુમેન્ટ જમા કરાવવા પડે છે. ખાતું ખોલવા ડોક્યુમેન્ટમાં ગર્લ ચાઇલ્ડનું નામ, ખાતું ખોલતા માતાપિતા/ગાર્ડિયનનું નામ, થાપણની રકમ ચેક/ડીડી નંબર, બાળકીની જન્મતારીખ, જન્મ પ્રમાણપત્રની વિગતો, પેરેન્ટ/ગાર્ડિયનના આઈડી વિગતો આપવાની રહેશે.

સુકન્યા સમૃદ્ધિ યોજના માટે ઓનલાઇન કેવી રીતે ચૂકવણી કરવી?યોજનાના એકાઉન્ટમાં ઓનલાઇન ચુકવણી કરવા માટે તમારે તમારા સ્માર્ટફોન પર આઇપીપીબી એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે. અહીં સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ રજૂ કરાઈ છે.

આ પણ વાંચો : Sarkari Naukri: NFLમાં મેનેજમેન્ટના ટ્રેઇની માટે ભરતી કરવાની છેલ્લી તક, 40,000 રૂ. શરૂઆતનો પગાર મળશે

• તમારા બેંક ખાતામાંથી પૈસા આઇપીપીબી ખાતામાં ટ્રાન્સફર કરો.
• આઇપીપીબી એપ્લિકેશન પર, ડીઓપી પ્રોડક્ટ્સ પર જાઓ અને સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતું પસંદ કરો.
• એસએસવાય એકાઉન્ટ નંબર અને ડીઓપી ગ્રાહક આઈડી દાખલ કરો.
• તમે જે રકમ ચૂકવવા માંગો છો તે પસંદ કરો અને હપ્તાનો સમયગાળો પસંદ કરો.
• હવે પૈસા ટ્રાન્સફર થશે ત્યારે તમને નોટિફિકેશન મળી જશે.

સુકન્યા સમૃદ્ધિ યોજનાનો ક્લેમ કે પૈસા કેવી રીતે ઉપાડવા?

એકાઉન્ટ મેચ્યોર થાય એટલે દીકરીના ખાતામાં પૈસા જમા થઈ જાય છે. તમે 18 વર્ષ પહેલાં 50 ટકા રકમ ઉપાડી શકો છો. એકાઉન્ટ પાસબુકની સાથે વૉથડ્રોવલ ફોર્મને બેંક અથવા પોસ્ટ ઓફિસ શાખામાં સબમિટ કરવાનું રહે છે. સમય પહેલા પૈસા ઉપાડવા માટે તમારે લગ્ન ખર્ચ અથવા દીકરીના ઉચ્ચ શિક્ષણ માટેનો પુરાવો આપવો પડે છે. ખાતું મેચ્યોર થાય ત્યારે ખાતાધારક દીકરીઓ જ પૈસા ઉપાડી શકે છે.

આ પણ વાંચો : Sarkari Naukri: CSLમાં એન્જિનિયરની ભરતી, 70,000 રૂપિCયા સુધી મળી રહ્યો છે પગાર, ફટાફટ કરો અરજી

PPF કે SSYમાંથી કઈ યોજના સારી?

બંને સરકારી સ્કીમના ધ્યેય અલગ છે. PPF એકાઉન્ટ કોઈ પણ વ્યક્તિ ખોલાવી શકે છે. જ્યારે SSY બાળકીઓ માટે છે. PPFમાં લઘુતમ 500 જ્યારે SSYમાં 250નું રોકાણ કરવાનું હોય છે. PPFમાં મેચ્યોરિટી પિરિયડ 21 વર્ષનો જ્યારે SSYમાં 18 વર્ષનો હોય છે. PPFમાં 7.1 ટકા અને SSYમાં 7.6 ટકા વ્યાજ મળે છે.
First published: November 23, 2021, 3:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading