રાજ્યમાં (Gujarat Coronavirus updates) રાજ્યમાં કોરોનાના ઓમીક્રોન વેરિયન્ટની એન્ટ્રી વચ્ચે (Gujarat Omicron Cases Update) છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 16,617 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે નોંધાયેલા કેસનો આંકડો ચિંતાજનક છે (Gujarat Covid-19 cases) કોરોના વાયરસના સાથે આજે 19 મોત થયા છે. અમદાવાદમાં કોરોનાના કેસ નોંધાયા છે. આ સાથે જ આજે રાજ્યમાં દર્દી સાજા થયા છે.
રાજ્યમાં અમદાવાદ સુરતમાં કેસ ઘટતા આંકડો ઘટ્યો
રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 6,191 નવા કેસ નોંધાયા છે, વડોદરા શહેરમાં 2876, સુરત શહેરમાં 1512, વડોદરા જિલ્લામાં 779, સુરત જિલ્લામાં 639, રાજકોટ શહેરમાં 410, ભાવનગર શહેરમાં 399, ગાંધીનગર શહેરમાં 398, આણંદમાં 291, ભરૂચમાં 269, મહેસાણામાં 266, વલસાડમાં 246, પાટણમાં 213, રાજકોટમાં 211, ગાંધીનગરમાં 203 કેસ નોંધાયા છે.
200થી ઓછા કેસ વાળા શહેર જિલ્લા
રાજ્યમાં આજે અમરેલીમાં 175, કચ્છમાં 175, નવસારીમાં 154, જામનગર શહેરમાં 138, બનાસકાંઠામાં 107, ખેડામાં 105, મોરબીમાં 102, નવા કેસ નોંધાયા છે.
100થી ઓછા કેસવાળા શહેર જિલ્લારાજ્યમાં અમદાવાદ જિલ્લામાં 86, જૂનાગઢ શહેરમાં 80, સુરેન્દ્રનગરમાં 72, દેવભૂમિ દ્વારકામાં 63, દાહોદમાં 42, જામનગરમાં 42, સાબરકાંઠામાં 41, નર્મદામાં 40, ગીરસોમનાથમાં 38, જૂનાગઢ જિલ્લામાં 37, છોટાઉદેપુરમાં 36, પોરબંદરમાં 33, તાપીમાં 31,. પંચમહાલમાં 30, ભાવનગરમાં 29, ડાંગમાં 19,અરવલ્લીમાં 18, બોટાદમાં 12, મહીસાગરમાં 09 નવા કેસ નોંધાયા છે.
આ પણ વાંચો : કોરોનાના કહેર વચ્ચે પણ બેદરકારીએ હદ વટાવી! 30 ટકા લોકો હજુએ માસ્ક દાઢી પર જ પહેરે છે
ત્રીજી લહેરમાં પહેલીવાર 19 મોત
રાજ્યમાં ત્રીજી લહેરના સૌથી વધુ મોત આજે સરકારી ચોપડે નોંધાયા છે. રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 06, સુરત શહેરમાં 02, સુરત જિલ્લામાં 02, ભાવનગર શહેરમાં 01, મહેસાણામાં 01, વલસાડમાં 03, નવસારીમાં 01, બનાસકાંઠામમાં 02, દાહોદમાં 01, મળી અને કુલ 19 નવા મોત નોંધાયા છે.
એક્ટિવ કેસમાં સતત વધારો
રાજ્યમાં આજે એક્ટિવ કેસની સંખ્યા વધીને 1,34,837 થઈ ગઈ છે. કુલ 258 દર્દી વેન્ટિલેટર પર છે જ્યારે આ પૈકીના કુલ 1,34,579 દર્દીઓ સ્ટેબલ છે. જ્યારે 9,17,469 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે. આજના 19 નવા મૃત્યુ ઉમેરાતા રાજ્યમાં મૃત્યુનો આંક 10249 પર પહોંચ્યો છે.
11,636 દર્દી સાજા થયા
રાજ્યમાં આજે સરકારી ચોપડે ડિસ્ચાર્જ થયેલા દર્દીની સંખ્યા 11,636એ પહોંચી ગઈ છે. અમદાવાદ કોર્પોરેશનમાં આ પૈકીના 3232, વડોદરા કોર્પોરેશનમાં 1239, સુરત કોર્પોરેશનમાં 3230, સુરત જિલ્લામાં 466, રાજકોટ કોર્પોરેશનમાં 378, ભાવનગર કોર્પોરેશનમાં 323, ગાંધીનગર કોર્પોરેશનમાં 203, આણંદમાં 339, ભરૂચમાં 160, વલસાડમાં 280, નવસારીમાં 269, જામનગર કોર્પોરેશનમાં 203 દર્દી સાજા થયા છે
રવિવારની રજાના દિવસે આજે રાજ્યમાં કુલ 1,16, 936 દર્દીઓનું રસીકરણ થયું છે.આ પૈકી અમદાવાદ શહેરમાં 14460, સુરત શહેરમાં 40,989, વડોદરા શહેરમાં 10,324, આણંદમાં 5909, કચ્છમાં 4091, સુરેન્દ્રનગરમાં 1700, બનાસકાંઠામાં 12173 વ્યક્તિનું રસીકરણ થયું છે.