મોટા સમાચાર : 21 સપ્ટેમ્બરથી શાળાઓ ખુલશે, સ્વાસ્થય મંત્રાલયે વિદ્યાર્થી માટે ગાઇડલાન્સ જાહેર કરી

News18 Gujarati
Updated: September 15, 2020, 11:14 AM IST
મોટા સમાચાર : 21 સપ્ટેમ્બરથી શાળાઓ ખુલશે, સ્વાસ્થય મંત્રાલયે વિદ્યાર્થી માટે ગાઇડલાન્સ જાહેર કરી
પ્રતિકાત્મક તસવીર

શાળાઓ ખાલી 9મા ધોરણથી 12માં ધોરણના વિદ્યાર્થીઓ માટે ખોલવામાં આવશે.

  • Share this:
લાંબા સમયથી બંધ શાળા-કોલેજને હવે 21 સપ્ટેમ્બરથી ખોલવામાં આવશે. પણ આ સાથે જ શાળાઓ ખૂલવાની સાથે તમામ વિદ્યાર્થીઓ અને સ્કૂલ માટે સ્વાસ્થય મંત્રાલય દ્વારા ગાઇડલાઇન્સ પણ જાહેર કરવામાં આવી છે. કેન્દ્રીય સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ મંત્રી અશ્વિની કુમાર ચૌબેએ આ માટે ટ્વિટર પર જાણકારી શેર કરી છે.  ઉલ્લેખનીય છે કે શાળાઓ ખાલી 9મા ધોરણથી 12માં ધોરણના વિદ્યાર્થીઓ માટે ખોલવામાં આવશે. કોરોના વાયરસના કારણે 16 માર્ચથી સ્કૂલ અને કોલેજ બંધ છે. જે હવે ખોલવામાં આવશે.

આ ગાઇડલાન્સ મુજબ કંટેનમેન્ટ ઝોનના વિદ્યાર્થી, શિક્ષક કે સ્કૂલ સ્ટાફ શાળાએ નહીં આવી શકે. ગર્ભવતી મહિલા ટીચર અને બિમાર અથવા વૃદ્ધ લોકોને સ્કૂલમાં નહીં બોલવવામાં આવે. થર્મલ સ્કેનિંગમાં જો કોઇને કોરોના પોઝોટિવ હોવાનો સંદેહ આવશે તો તેને આઇસોલેટ કરવામાં આવશે. સ્વાસ્થય વિભાગ અને વાલીને આ મામલે જાણકારી આપવામાં આવશે.

વધુ વાંચો : Photos : બેદરકારીની તમામ હદ પાર, કોરોના મૃતકોનો ડીઝલથી થયો અંતિમ સંસ્કાર

બંધ રૂમના બદલે બાળકો ખુલ્લામાં ભણશે. વધુમાં શાળા અને વિદ્યાર્થી વચ્ચે ઓછામાં ઓછું 6 ફીટનું અંતર રાખવામાં આવશે. જમીન પર પણ 6 ફૂટનું માર્કિંગ કરવું પડશે. .દરેક્ષ ક્લાસના ભણવા માટે અલગ અલગ સમય નક્કી કરવામાં આવશે. વિદ્યાર્થીઓ એક બીજા સાથે પેન, પેન્સિલ, ચોપડી કે પાણીની બોટલ શેર નહીં કરી શકે. વિદ્યાર્થીઓ અને સ્ટાફ સતત હાથ સાફ અને ફેસ માસ્ક પહેરવો પડશે.

સ્કૂલમાં મોર્નિંગ પ્રેયર નહીં થાય. જે વિદ્યાર્થીઓ સ્કૂલ નથી આવ્યા. તેમના માટે ઓનલાઇન ક્લાસ શરૂ કરવામાં આવશે. સ્કૂલની કેન્ટીન પણ બંધ રાખવામાં આવશે. અને પ્રેક્ટિક લેબમાં છાત્રા વચ્ચે અંતર બનાવી રાખવું પડશે. લેબની અંદર દરેક છાત્ર માટે 4 વર્ગમીટરનું ગોળ ખેચવામાં આવશે.
Published by: Chaitali Shukla
First published: September 15, 2020, 11:14 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading