Aaj nu RashiBhavishya : મેષ (Aries)- 21 માર્ચથી 19 એપ્રિલ - તમે તમારા માટે જેવું વિચારો છો, તેના કરતા તમે ખૂબ જ શક્તિશાળી અને કાર્યશીલ છો. જો તમે કંઈક નવું કરવાનું વિચારી રહ્યા છો, તો આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો છે. નવી યોજના અથવા કોઈ એસાઈનમેન્ટ હાથમાં લઈ શકો છો. તમે જે પણ કાર્ય કરવા જઈ રહ્યા છો, તેની સંપૂર્ણ તૈયારી કરેલ હોવી જોઈએ.
લકી સાઈન- ઈન્ડોર પ્લાન્ટ
વૃષભ (Taurus)- 20 એપ્રિલથી 20 મે જો તમે કોઈ નિર્ણય લેવા જઈ રહ્યા છો, તો તે નિર્ણયને થોડા સમય માટે મુલતવી રાખી શકાય છે. આખા દિવસ દરમિયાન તમને એક સારી ઓફર મળી શકે છે. આજે તમે કોઈ ખાસ વાતો પર કાયમ રહેશો તો તે તમને મદદરૂપ સાબિત થઈ શકે છે. તમે જે મુદ્દા પર કામ કરી રહ્યા છો તે મુદ્દા પર તમારે કાયમ રહેવું જોઈએ.
લકી સાઈન- હિબિસ્કસ ફૂલ
મિથુન (Gemini)- 21 મેથી 21 જૂન તમારે કોઈપણ બાબતે બિનજરૂરી તણાવ ના લેવો જોઈએ. જો તમે કોઈની સાથે પાર્ટનરશીપ કરવાનું વિચારી રહ્યા છો, તો આ એકદમ યોગ્ય સમય છે. જેને લઈ તમારે તમામ પાસાઓ અંગે અભ્યાસ જરૂરથી કરવો જોઈએ. તમામ યોજનાઓ દરેક વ્યક્તિ સાથે શેર ન કરવી જોઈએ.
લકી સાઈન- પીળો કાચ
કર્ક (Cancer)- 22 જૂનથી 22 જુલાઈ
તમે જે પણ લાગણીઓ છુપાવવાની કોશિશ કરી રહ્યા છે, તે હવે બહાર આવી શકે છે. તમે ભાવનાત્મક રૂપે કોઈ વ્યક્તિ સાથે ખૂબ જ વધુ નિર્ભર છો. તમારે ખુદને અલગ રાખીને સ્વતંત્રરૂપે આગળ વધવું જોઈએ.
લકી સાઈન- બ્લ્યૂ ઈન્દ્રનીલ
સિંહ (Leo)- 23 જુલાઈથી 22 ઓગસ્ટ
તમે જે વ્યક્તિને ખૂબ જ ઘણા સમયથી નથી મળ્યા તે તમારું ઉષ્માભેર સ્વાગત કરી શકે છે. તમને લક્ઝરી વસ્તુઓમાં રહીને વ્યસ્ત રહેવાની ઈચ્છા થઈ શકે છે. તમારી ઊર્જાઓ લક્ઝરી વસ્તુઓ તરફ નિર્દેશિત કરતી હોવાથી આ પ્રકારે થઈ શકે છે. ઘણા લોકો વિદેશમાં રજાઓ ગાળવા જવા માટેની યોજના બનાવી રહ્યા હશે.
લકી સાઈન- બ્લેક ટુર્માલાઈન
કન્યા (Virgo)- 23 ઓગસ્ટથી 22 સપ્ટેમ્બર
જો તમે કોઈ વ્યક્તિ સાથે રિલેશનમાં છો, તો તે વ્યક્તિ તમારાથી દૂર થઈ શકે છે. એવું પણ બની શકે કે, તમે તેની સાથેની ભાવનાઓમાંથી જલ્દી મુક્ત ન થઈ શકો. તમે એકબીજા પ્રત્યે ખૂબ જ પ્રેમ ધરાવો છો. જો તમે નાણાંકીય લેવડ દેવડ કરી રહ્યા છો, તો તમારે સાવચેત રહેવાની જરૂરિયાત છે.
લકી સાઈન- એકોબાલ્ટ બ્લ્યૂ સ્ટોન
આ પણ વાંચો - શું તમારે સરકારી નોકરી મેળવવી છે? લાલ કિતાબના ઉપાયથી શુભ પરિણામ મળી શકે છે
તુલા (Libra)- 23 સપ્ટેમ્બરથી 23 ઓક્ટોબર
તમારામાં નેતૃત્વ કરવાની ક્ષમતા રહેલી છે, નેતૃત્વ કરવા માટે તમને સમ્માનિત પણ કરવામાં આવશે. તમારી પાસે કોઈપણ વસ્તુને ઊંડાણપૂર્વક એનેલાઈઝ કરવાની શક્તિ રહેલી છે. કોઈ વ્યક્તિ તમારી ખૂબ જ પ્રશંસા કરી રહ્યું છે. તમને ઘરમાંથી ખૂબ જ સારા સમાચાર મળવાની પણ સંભાવના રહેલી છે, આ સમાચારથી તમારુ મન પ્રફુલ્લિત થઈ શકે છે.
લકી સાઈન- છોડ
વૃશ્વિક (Scorpio)- 24 ઓક્ટોબરથી 21 નવેમ્બર
કેટલાક વ્યક્તિઓએ પહેલા તમારી કાર્યશૈલી પર સવાલ ઉઠાવ્યા હશે. તે લોકોનો આ અંગેનો અભિગમ હવે બદલાઈ શકે છે. તમને ધનપ્રાપ્તિ થઈ શકે છે. તમે થોડા સમયમાં સંપત્તિ માટે સાઈન અપ પણ કરી શકો છો.
લકી સાઈન- છત્ર
ધન (Sagittarius)- 22 નવેમ્બરથી 21 ડિસેમ્બર
માત્ર મર્યાદિત સમયમાં તમારી માનસિક ક્ષમતા અને ચપળતાથી તમે જે તમારી છાપ ઊભી કરી છે, તે ખૂબ જ સન્માનને પાત્ર છે. તમારે પાર્ટનરશીપ જરૂરથી કરવી જોઈએ. ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ રાખવું એક મોટો પડકાર હોઈ શકે છે.
લકી સાઈન- મિલ્ક બાસ્કેટ
મકર (Capricorn)- 22 ડિસેમ્બરથી 19 જાન્યુઆરી
આજના દિવસે તમામ બાબતોની મિશ્ર અસર હોઈ શકે છે. કોઈપણ બાબતને હેન્ડલ કરવી તે એક પડકાર સાબિત થઈ શકે છે. તમે જેના પર ખૂબ જ ભરોસો કરો છો તે એક રિસોર્સ છે. તમે તેના પર નિર્ભર હોવાના કારણે તમે આ નિર્ભરતાને ઓછી કરવાની કોશિશ કરી શકો છો. જો ટ્રાવેલની વાત કરવામાં આવે તો તમે થોડા સમયમાં રોડ ટ્રિપ પર પણ જઈ શકો છો.
લકી સાઈન- દ્વીપ
કુંભ (Aquarius)- 20 જાન્યુઆરીથી 18 ફેબ્રુઆરી
તમે બાકી રહેલા કામને પૂર્ણ કરવા માટે વ્યાપક યોજનાઓ બનાવી રહ્યા છો, પરંતુ કામ હજુ પણ પેન્ડીંગ રહી શકે છે. આ કામ પૂર્ણ થાય તેવી કોશિશ કરો, આરામ કરો અને યોગ્ય સમય આવે તેની રાહ જુઓ. પરિવાર અથવા લાઈફ પાર્ટનર તરફથી કોઈપણ સલાહ આપવામાં આવે તો તે હાલ પૂરતી તમારા માટે કોઈ કામની નથી.
લકી સાઈન- નવું સાઈનબોર્ડ
મીન (Pisces)- 19 ફેબ્રુઆરીથી 20 માર્ચ
જે વ્યક્તિ તમારા જવાબની રાહ જોઈ રહી છે, તેને જવાબ આપવો ખુબ જ મુશ્કેલ બની શકે છે. તમે અગાઉ જે પણ કાર્ય કર્યું હશે તેના વિશે તમને ખૂબ જ પશ્તાવો થઈ રહ્યો છે. તમારી સાથે જેણે પાર્ટનરશીપ કરી હતી, તે તમને આ અંગે યાદ અપાવતું રહે છે, જેના કારણે તમને પસ્તાવો થઈ રહ્યો છે.
લકી સાઈન- ઉલ્કા