Numerology 21 June 2022: નંબર પરથી જાણો તમારો આજનો દિવસ કેવો રહેશે


Updated: June 20, 2022, 11:15 PM IST
Numerology 21 June 2022: નંબર પરથી જાણો તમારો આજનો દિવસ કેવો રહેશે
અંકશાસ્ત્ર પરથી રાશિફળ

Numerology Suggestions : કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. તો ચાલો આજે જાણીએ કે અંકશાસ્ત્ર પ્રમાણે આજે આપનો દિવસ કેવો રહેશે અને શું હશે આપનો શુભ રંગ, નંબર અને દિવસ

  • Share this:
આપણા જ્યોતિષ શાસ્ત્ર (Astrology) અનુસાર ગ્રહો અને રાશિઓથી લઇને નંબરોની અસર (Numerology Suggestions ) પણ ભાગ્ય પર બરાબર પડે છે. તમારી જન્મ તારીખ (Birth Date) પરથી પણ તમારા માટે ક્યો દિવસ, રંગ અને નંબર શુભ રહેશે તે તમે જાણી શકો છો. તો ચાલો તમારા નંબર લકી (Lucky Number) પર નજર કરીએ.

નંબર 1:

કામના અનુભવ કરતા તમે તમારી યોગ્યતા અને તાલીમના આધારે ઈન્ટરવ્યૂમાં પાસ થઈ શકો છો અથવા સફળતા મેળવી શકો છો. સંપત્તિ વેચીને પૈસા કમાવાનો શુભ સમય છે. રમત ગમતમાં પ્રબળ જીત મળવાની સંભાવના છે. હોમ ડેકોર, ઈલેક્ટ્રોનિક્સ, દવાઓ અને નાણાકીય ક્ષેત્રે સંકળાયેલા લોકોને રિકવરી મળી શકે છે. સૂર્યાસ્ત પહેલા મહત્વપૂર્ણ એસાઈનમેન્ટનું વેચાણ પૂર્ણ કરી લેવું જોઈએ.

માસ્ટર કલર: બ્રાઉન

શુભ દિવસ: રવિવાર

શુભ નંબર: 1દાન: ભિખારીઓને બ્રાઉન ચોખાનું દાન કરો

નંબર 2:

તમારા માટે આજનો દિવસ ખૂબ જ સુંદર છે, લોકો તમારી સરાહના કરી શકે છે અને તમારા પર વ્હાલ વરસાવી શકે છે. કાયદાકીય વિવાદોનો અંત આવી શકે છે. આજે કોઈપણ વ્યક્તિ તમારો ફાયદો ઉઠાવી શકે છે, જેથી સચેત રહો. મહિલાઓએ પબ્લિક પ્લેટફોર્મ પર આવવું જોઈએ અને આગળ વધવું જોઈએ. આયાત નિકાસ ક્ષેત્રે સંકળાયેલા લોકો અને રાજનેતાઓને સફળતા મળી શકે છે.

માસ્ટર કલર: સ્કાય બ્લ્યૂ

શુભ દિવસ: સોમવાર

શુભ નંબર: 2

દાન: મંદિરમાં દૂધ અને તેલનું દાન કરો

નંબર 3:

તમે જે લોકો સાથે રહો છો તેમાંથી કેટલાક લોકો ઈર્ષાળુ હશે. આ પ્રકારના લોકોથી આજે સાવચેત રહેવાની જરૂર છે, તે લોકો સાથે લાગણીઓ શેરના કરશો. સ્ટ્રેસ ફ્રી રહેવા માટે સાંજે દૂધ અને પાણીથી સ્નાન કરો. કાર્યસ્થળ પર તમને પ્રમોશન મળી શકે છે અથવા તમારા કામની સરાહના થઈ શકે છે. લોકો તમારા નોલેજની સાથે-સાથે તમારી વાણીથી ઈમ્પ્રેસ થશે. તમામ નિર્ણય શિક્ષણ, મ્યુઝીક, બેન્કર અથવા લેખન સાથે સંકળાયેલા લોકોની તરફેણમાં હશે. જે પણ રોકાણ કર્યું હશે તેમાં વળતર મળશે. સરકારી અધિકારીઓને તેમના નસીબનો લાભ મળી શકે છે. દિવસ શરૂ કરતા પહેલા ગુરના નામનો જાપ કરો અને કપાળ પર ચંદનનું તિલક કરો.

માસ્ટર કલર: નારંગી અને લાલ

શુભ દિવસ: ગુરુવાર

શુભ નંબર: 3

દાન: બાળકોને પીળી પેન અથવા પેન્સિલનું દાન કરો

નંબર 4:

તમે અન્ય લોકો પાસેથી ખૂબ જ ચપળતાથી કામ કરાવો છો, જેથી તમને ખૂબ જ જલ્દી સફળતા મળી શકે છે. જો તમે અત્યારથી મહેનત કરશો તો તમને તેનું ભવિષ્યમાં સારુ ફળ મળી શકે છે. રમત ગમત, રાજનીતિ અને મનોરંજન ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોએ યાત્રા કરવાનો આજે શ્રેષ્ઠ દિવસ છે. બાંધકામ અને સ્ટોક માર્કેટના બિઝનેસમાં ગ્રોથ થવાની શક્યતા છે. મીડિયા, મેટલ, મેડિકલ અને ખેતી ક્ષેત્રે નવી તક મળી શકે છે. વિદ્યાર્થીઓ અને માર્કેટીંગ ક્ષેત્રે જોડાયેલા લોકોને આ મહિનાના અંત સુધીમાં તેમનું લક્ષ્ય પ્રાપ્ત થઈ શકે છે. આજે નોનવેજ ન ખાવું જોઈએ.

માસ્ટર કલર: બ્લ્યૂ

શુભ દિવસ: શનિવાર

શુભ નંબર: 9

દાન : ભિખારીઓને કપડાનું દાન કરો

નંબર 5:

પરિણીત વ્યક્તિઓ માટે આજનો દિવસ સારો છે અને જે લોકો સિંગલ છે તે લોકોને આજે તેમનો પ્રેમ મળી શકે છે. જૂનો મિત્ર અથવા સંબંધી તમારી પાસે મદદ માગી શકે છે તમારે તે વ્યક્તિને મદદ કરવી જોઈએ. બેન્કર, ખેલાડી, એક્ટર અને નેતાઓને તેમના ભાગ્યનો લાભ મળી શકે છે. વિદ્યાર્થીઓને આજે શૈક્ષણિક ઉપલબ્ધિ પ્રાપ્ત થઈ શકે છે.

માસ્ટર કલર: લીલો

શુભ દિવસ: બુધવાર

શુભ નંબર: 5

દાન : લીલા શાકભાજીનું દાન કરો

નંબર 6:

તમારી કાર્યશૈલી અને મનોરંજક વ્યક્તિત્વ આજે તમામ લોકોને પસંદ આવી શકે છે. તમારી લાગણીઓ શેર કરવા માટે, પારિવારિક કાર્યોમાં હાજર રહેવા માટે, દિલની વાત વ્યક્ત કરવા માટે ટ્રાવેલ માટે, સ્કીલ પ્રદર્શિત કરવા માટે અને જીતની ઊજવણી કરવા માટે આજનો દિવસ શ્રેષ્ઠ છે. બાળકો અને લાઈફ પાર્ટનર સાથે સમય પસાર કરવાનો આજનો દિવસ શુભ છે. જો તમે વીઝાની રાહ જોઈ રહ્યા છો તો તમારે ફોલોઅપ લેવું જોઈએ. અભિનેતા અને મીડિયા સાથે સંકળાયેલા લોકોને આજે સફળતા મળી શકે છે.

માસ્ટર કલર: ટીલ

શુભ દિવસ: શુક્રવાર

શુભ નંબર: 6

દાન: ગરીબોને મિઠાઈનું દાન કરો

નંબર 7:

તમારી સફળતા તમારા હાથમાં છે, બિઝનેસમાં રિસ્ક લઈને આગળ વધવાથી તમને સફળતા મળી શકે છે. કાયદાકીય મામલે તમારી સમજણની મદદથી તમે બહાર નીકળી શકો છો. સંબંધ વધુ મજબૂત થશે અને વિજાતીય વ્યક્તિના કારણે તમારું નસીબ ખુલી શકે છે. આજે ગુરુમંત્રનો જાપ જરૂરથી કરવો જોઈએ. નેતાઓ માટે આજનો દિવસ ખૂબ જ સુંદર છે. આજે માતા પિતાના આશીર્વાદ જરૂરથી લેવા જોઈએ અને તેમની સેવા કરવી જોઈએ.

માસ્ટર કલર: પીળો

શુભ દિવસ: સોમવાર

શુભ નંબર: 7

દાન: મંદિરમાં તેલનું દાન કરો

નંબર 8:

જે જગ્યાએ તમારે વધારે મહેનતની જરૂર હશે, ત્યાં નસીબ અને સ્થિરતા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તમને ધનપ્રાપ્તિ થઈ શકે છે પરંતુ, થોડી મુશ્કેલી આવી શકે છે. જેટલી મોટી બ્રાન્ડ હશે, સફળતા પણ તેટલી શાનદાર હશે. જો તમે મેન્યુફેક્ચરર છો તો તમારી શાખને કારણે તમને પુરસ્કાર મળી શકે છે. આજે તમને ઉચ્ચ સ્તરનું જ્ઞાન મળી શકે છે. જે ડૉકટરો સેવાઓ પ્રદાન કરે છે તેમને આજે સમ્માન આપવામાં આવશે. સાંજ સુધીમાં સાર્વજનિક સેવાઓ આપતી વ્યક્તિઓને ધનપ્રાપ્તિ થઈ શકે છે. પારવારિક સમારોહ માટે કમિટમેન્ટ ના આપવું જોઈએ.

માસ્ટર કલર: બ્લ્યૂ

શુભ દિવસ: શુક્રવાર

શુભ નંબર: 6

દાન: ભિખારીઓને કેળાનું દાન કરો

નંબર 9:

વર્કિંગ મહિલાઓ હોય કે નોન વર્કિંગ મહિલાઓ આજે તેઓ આઈકોન બની શકે છે. આજે તેમને સફળતા મળી શકે છે. સરકારી ઓર્ડર મેળવવા માટે આજનો દિવસ સારો છે. ખેલાડીઓ અને વિદ્યાર્થીઓ આગળ વધવા માટે સાહસ કરે તો તેમને સફળતા મળી શકે છે. મહિલા કલાકાર, ગાયક, CA, ખેલાડી અને હોટેલના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોનું નસીબ આજે કામ કરી શકે છે.

માસ્ટર કલર: લાલ અને નારંગી

શુભ દિવસ: ગુરુવાર

શુભ નંબર: 3 અને 9

દાન: ભિખારીઓને દાડમનું દાન કરો

શિવ પંડિત, અભિનંદન વર્ધમાન, રીમા લાગુ ગૌતમી કપૂર, મુક્તિ મોહનનો જન્મ 21 જૂનના રોજ થયો છે.
First published: June 20, 2022, 11:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading