Numerology 24 June 2022 : જાણો અંકશાસ્ત્ર પ્રમાણે કેવો રહેશે આજનો તમારો દિવસ, કઈ વસ્તુઓનુ દાન અપાવશે તમને લાભ


Updated: June 23, 2022, 11:24 PM IST
Numerology 24 June 2022 : જાણો અંકશાસ્ત્ર પ્રમાણે કેવો રહેશે આજનો તમારો દિવસ, કઈ વસ્તુઓનુ દાન અપાવશે તમને લાભ
અંકશાસ્ત્ર પરથી રાશિફળ

Numerology Suggestions : કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. તો ચાલો આજે જાણીએ કે અંકશાસ્ત્ર પ્રમાણે આજે આપનો દિવસ કેવો રહેશે અને શું હશે આપનો શુભ રંગ, નંબર અને દિવસ

  • Share this:
આપણા જ્યોતિષ શાસ્ત્ર (Astrology) અનુસાર ગ્રહો અને રાશિઓથી લઇને નંબરોની અસર (Numerology Suggestions ) પણ ભાગ્ય પર બરાબર પડે છે. તમારી જન્મ તારીખ (Birth Date) પરથી પણ તમારા માટે ક્યો દિવસ, રંગ અને નંબર શુભ રહેશે તે તમે જાણી શકો છો. તો ચાલો તમારા નંબર લકી (Lucky Number) પર નજર કરીએ.

નંબર 1: તમારી માનસિક શક્તિને ઊંચી રાખો કારણ કે પૈસાની લેવડ-દેવડ માટે આજનો દિવસ મુશ્કેલ બની શકે છે. વ્યવહારુ વિચારો અને ભાગીદારી કરવાનુ ટાળો. તમને એક સામાજિક સહાય મળી શકે છે, જે તમારી તમામ કાનૂની અથવા ઓફિશિયલ સમસ્યાઓનું નિરાકરણ લાવી શકે છે. પરંતુ તમારે આંખ બંધ કરી વિશ્વાસ કરવાથી બચવું. અભિનેતાઓ અને રાજકારણીઓએ નવા પ્રોજેક્ટ્સને હાલ સ્વિકારવા ​​જોઈએ નહીં, કારણ કે આવું કરવાથી કોઈને કોઈ કારણોસર બદનામીનો સામનો કરવો પડશે. ચામડાની વસ્તુઓનો ઉપયોગ કરવાનું ટાળો. ભગવાન સૂર્યનારાયણની પૂજા કરો અને અને તેમના આશીર્વાદ લો.

માસ્ટર કલર: એક્વા

શુભ દિવસ: રવિવાર

શુભ અંક: 9

દાન: આશ્રમમાં ઘઉંનુ દાન કરોનંબર 2: ભાગીદારી પેઢીઓમાં માલિકી કરતાં વધુ સફળ થશે. જીવનમાં સમૃદ્ધિ લાવવા માટે આજે તમારે ઘર અને કુટુંબમાં જવાબદારી લેવી જોઈએ. તમારી પ્રેમની લાગણીઓને કાયમી સંબંધમાં ફેરવવા માટેનો રોમેન્ટિક દિવસ રહેશે. બિઝનેસ કમિટમેન્ટ્સ કેટલાક વિલંબ સાથે પૂર્ણ થશે. મોટી કંપની સાથે ભાગીદારીમાં પડવાનો સમય સારો રહેશે. આજે મુસાફરી કરવાનુ ટાળો. ડિસ્ટ્રીબ્યુટર, રાજકારણીઓ, વકીલો, છૂટક વેપારી, શિક્ષણવિદો, ડોકટરો અને જ્વેલર્સે કાગળો પર સહી કરતી વખતે સાવચેત રહેવું જોઈએ.

માસ્ટર કલર: સ્કાય બ્લૂ

શુભ દિવસ: સોમવાર

શુભ અંક: 2 અને 6

દાન: મંદિરમાં અથવા જરૂરિયાતમંદને દહીંનું દાન કરો

નંબર 3: આજે ખાસ કરીને અંગત જીવનમાં નવી શરૂઆતની અપેક્ષા છે. જ્યારે પણ તમે તમારા વ્યક્તિત્વને અત્યંત આકર્ષક અને ચાર્મિંગ દર્શાવશો, ત્યારે તમે ભાગ્યશાળી થશો. યોગા પ્રશિક્ષકો, શિક્ષણવિદો, માર્કેટિંગ અને વેચાણ સાથે જોડાયેલા લોકો, સંગીતકારો, ડિઝાઇનર્સ, વિદ્યાર્થીઓ, સમાચાર એન્કર, રાજકારણીઓ, અભિનેતાઓ, કલાકાર, ગૃહિણીઓ, હોટેલિયર અને લેખકોને આજે કારકિર્દીમાં વિશેષ લાભ થશે. દિવસની શરૂઆત કરતા પહેલા કપાળ પર ચંદનનુ તિલક લગાવો.

માસ્ટર કલર: રેડ અને બ્લૂ

શુભ દિવસ: ગુરુવાર

શુભ અંક: 3 અને 1

દાન: મંદિરમાં ચંદનનું દાન કરો

નંબર 4:

આજે નવા સ્ત્રોતો અથવા નવા વિચારથી પૈસા કમાવવાનો દિવસ છે. તમારી આંખો ખોલો અને મિત્ર અથવા બોસની ઓફરનું સ્વાગત કરો. અનાજનું દાન કરવાથી પુષ્કળ આશીર્વાદ મળશે. આજે આરોગ્યની કાળજી લેવાની જરૂર છે. દલાલો, બાંધકામ, મશીનરી, ધાતુઓ, સોફ્ટવેર અને ફાર્માક્યુટીકલ જેવા વ્યવસાયોએ આજે ​​કરાર પર હસ્તાક્ષર કરવાનું ટાળવું જોઈએ. એક્સિલેન્ટ મની મેનેજમેન્ટ તમારા જીવનમાં થતા નુકસાનને ઘટાડશે અને વધુ લાભો અપાવશે. સાથે જ ગૌરવપૂર્ણ પિતા બનવાનો સુંદર અનુભવ આજે તમને પ્રાપ્ત થશે.

માસ્ટર કલર: બ્લૂ

શુભ દિવસ: મંગળવાર

શુભ અંક: 9

દાન: અનાથને દાળનું દાન કરો

નંબર 5:

મજબૂત સામાજિક નેટવર્ક આજે ખ્યાતિ અને કારકિર્દીની વૃદ્ધિ માટે સમર્થન આપશે અને મદદ કરશે. કોઈપણ બાબતને લઈને મૂંઝવણમાં પડશો નહીં. પ્રોપર્ટીના રોકાણ અંગેના મોટા નિર્ણયો તમારી પોતાની ઈચ્છાથી લો. સ્પોર્ટ્સમેન અને પ્રવાસીઓએ શ્રેષ્ઠ સમય આવવાની રાહ જોવી પડશે. મીટિંગમાં નસીબ વધારવા માટે લીલા રંગના વસ્ત્રો પહેરો. દિવસનો શ્રેષ્ઠ સમય પસાર કરવા માટે આજે કામ કરવું અને આળસથી દૂર રહેવું જોઈએ.

માસ્ટર કલર: સી ગ્રીન

શુભ દિવસ: બુધવાર

શુભ અંક: 5

દાન: બાળકોને લીલારંગની પેન દાન કરો

નંબર 6:

આજે ઘરેથી કામ કરવાની અથવા ઑનલાઇન કામ કરવાની ભલામણ કરવામાં આવે છે. તે શ્રેષ્ઠ સંયોજન છે જે કારકિર્દીમાં ઉચ્ચ વૃદ્ધિ અને સફળતા લાવે છે. બધા તરફથી સ્નેહ, કાળજી અને પ્રશંસા મેળવવા માટે તમે આજે અત્યંત ભાગ્યશાળી રહેશો. ગૃહિણીઓ, શિક્ષકો જ્વેલર્સ, અભિનેતાઓ, જોકીઓ અને ડોકટરો માટે તેમના કૌશલ્યો પ્રદર્શિત કરવા માટે આજનો દિવસ તેમના માટે ભાગ્યશાળી બનશે. માતા-પિતા બાળકોના પ્રદર્શનથી સન્માનિત થશે અને ભગવાનનો આભાર માનશે.

માસ્ટર કલર: બ્લૂ અને સી ગ્રીન

શુભ દિવસ: શુક્રવાર

શુભ અંક: 6

દાન: આશ્રમમાં સ્ટાલના વાસણ દાન કરો

નંબર 7: ભૂતકાળને ભૂલી જાઓ અને આગળ વધો એ તમારા ભવિષ્ય માટેના દરવાજા ખોલવાની ચાવી છે. પીડાનું કારણ દૂર કરવું હવે જરૂરી છે. કૃપા કરીને કાર્યસ્થળ પર વડીલોની સલાહ અપનાવો અને તેનું પાલન કરો. દંપતી વચ્ચેના સંબંધો સ્નેહ અને આદર સાથે વધુ મજબૂત બનશે. વિલંબ અને ઓડિટ વિના આજે દસ્તાવેજો પર સહી કરી શકો છો. અકલ્ટ વિજ્ઞાન, આધ્યાત્મિક શાળાઓ, ખેતી, અનાજમાં કામ કરતા લોકો માટે આ એક ઉત્તમ દિવસ છે. જ્યાં સુધી તમે વાણીમાં નરમાઈ અપનાવશો ત્યાં સુધી વ્યવસાયિક સંબંધો સ્વસ્થ રહેશે.

માસ્ટર કલર: ઓરેન્જ અને બ્લૂ

શુભ દિવસ: સોમવાર

શુભ અંક: 7

દાન: ગરીબોને પીળા ભાતનુ દાન કરો

નંબર 8: નવી તક અને નવા સંબંધો માટે સચેત રહેવાનું જરૂરી છે. તમારે એક લક્ષ્ય કરતાં વધારે ક્રેક કરવા માટે આજે વધુ પ્રયત્નો કરવા પડશે. તમારી સાથે કોઈ વરિષ્ઠ માર્ગદર્શક તરીકે કામ કરે છે, તેને અનુસરવું યોગ્ય રહેશે. વ્યવસાયમાં વ્યવહારો સફળ અને નફાકારક રહેશે. કરારો અથવા ઇન્ટરવ્યુ વિલંબ વિના યથાવત રાખો. કૌટુંબિક કાર્યક્રમો અથવા મિત્રોની પાર્ટીમાં હાજરી આપવાથી આજે સમય પસાર થવાની સંભાવના છે. સોશિયલ નેટવર્ક અને પ્રેમના સંબંધોમાં વિશ્વાસ વધારવા માટે આજે શ્રેષ્ઠ દિવસોમાંનો એક રહેશે.

માસ્ટર કલર: સી બ્લૂ

શુભ દિવસ: શુક્રવાર

શુભ અંક: 6

દાન: પશુઓને અનાજનું દાન કરો

નંબર 9: આજે તમે વધુ રિલેક્સ અને પ્રોસ્પરસ અનુભવશો, કારણ કે સમસ્યાઓ અંત તરફ આગળ વધી રહી છે. શિક્ષણ, કાયદો, કાઉન્સેલિંગ અને ફાઇનાન્સ ઉદ્યોગના લોકો નવી ઊંચાઈઓ જોશે. કલાકારો માટે આશાઓથી ભરેલો દિવસ રહેશે. વ્યવસાય અથવા નોકરીમાં સત્તા મેળવવા માટે જૂના મિત્રો અથવા સાથીઓનો સંપર્ક કરવા માટેનો એક સુંદર દિવસ રહેશે. દિવસની શરૂઆત કરવા માટે લાલ વસ્ત્રો પહેરવા જોઈએ. તમારા લગ્નની યોજના પરિવાર સાથે શેર કરવાનો દિવસ છે, કારણ કે તેમનો ટેકો ભવિષ્યને સરળ બનાવશે. આજે ખર્ચ પર નિયંત્રણ રાખો અને આહારમાં શાકાહારી ભોજન અપનાવો.

માસ્ટર કલર: રેડ

શુભ દિવસ: મંગળવાર

શુભ અંક: 9 અને 6

દાન: ગરીબોને તરબૂજનુ દાન કરો

24મી જૂને જન્મેલી હસ્તીઓ: વિજયશાંતિ, ગૌતમ અદાણી, સુમોના ચક્રવર્તી, અતુલ અગ્નિહોત્રી, મુરલી મોહન, મધુ બાલા કૃષ્ણન
First published: June 23, 2022, 11:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading