Vastu Tips: પતિ-પત્ની એક થાળીમાં ભોજન કરશો તો બરબાદ થઇ જશે ઘર, જાણો કારણ
News18 Gujarati Updated: September 29, 2022, 5:05 PM IST
વાસ્તુ ટીપ્સ (પ્રતીકાત્મક તસવીર)
Vastu Tips Husband Wife : એક થાળીમાં ભોજન કરવાથી પતિ પત્ની વચ્ચે પ્રેમ વધે છે, પરંતુ આવું કરવું ઘર પણ બરબાદ કરી શકે છે, આ પાછળના કારણનો મહાભારતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભીષ્મ પિતામહે પતિ-પત્નીએ શા માટે સાથે ભોજન ન કરવું એ અંગે મહત્વપૂર્ણ વાત કરી છે...
tiu ધર્મ ડેસ્ક: હવે સંયુક્ત પરિવારોની જગ્યા એકલ પરિવાર અથવા ન્યુક્લિયર ફેમિલીએ લઇ લીધી છે. એવામાં પરિવારની અંદર જીવવાની રીતમાં ઘણા ફેરફાર આવ્યા છે. એમાં ભોજન કરવાના ફેરફાર પણ સામેલ છે. આજકાલ ઘણા પરિવારોમાં પતિ-પત્ની એક જ થાળીમાં ભોજન કરે છે. પતિ-પત્નીના સંબંધના હિસાબે તો આ યોગ્ય લાગી શકે છે, કારણ કે એવું કરવાથી એમની વચ્ચે પ્રેમ વધશે પરંતુ શાસ્ત્રમાં એને યોગ્ય માનવામાં આવતું નથી. એ ઉપરાંત ધર્મ શાસ્ત્રોના જ્ઞાતા ભીષ્મ પિતામહે પણ આ અંગે મહત્વપૂર્ણ વાત કહી છે. મહાભારતમાં આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
શા માટે એક થાળીમાં ન કરવું જોઈએ ભોજન
ભીષ્મ પિતામહે આદર્શ જીવનને લઇ કહ્યું કે વ્યક્તિ પોતાના જીવનમાં ઘણા સબંધ બનાવે છે અને એમના પોતાના પરિવારના દરેક સભ્યોને લઇ કેટલીક જવાબદારી હોય છે. દરેક વ્યક્તિએ પોતાની આ જવાબદારીનું પાલન કરવું જોઇએ. એના માટે જરૂરી છે કે એમના બધા સાથે મધુર સબંધ રહે છે. જો પતિ-પત્ની એક થાળીમાં ભોજન કરશે તો પતિનું પોતાના પરિવારના અન્ય સભ્યોની તુલનામાં પત્ની પર પ્રેમ વધી જશે. એવામાં તેઓ અન્ય સભ્યોની અનદેખી કરવા લાગી જશે. એનાથી ઘરમાં ઝઘડા અને કલેશ થવું સામાન્ય વાત છે. આ રીતે એક નાની ભૂલ આખા પરિવારની ખુશી અને ઘર બરબાદ કરી શકે છે.
આ પણ વાંચો :Chanakya Niti: પુરુષોએ ખાસ મિત્રને પણ આ 5 વાતો ન જણાવવી જોઇએ, ભોગવવું પડશે આખું જીવન
ગુમાવી બેસે છે સાચા ખોટાની ઓળખ
માત્ર પત્નીને વધુ પ્રેમ પતિમની બુદ્ધિ ભ્રષ્ટ કરી શકે છે અને તે સાચા-ખોટાનો ફર્ક ગુમાવી દે છે. આ સ્થિતિ પરિવારના મુખિયા માટે યોગ્ય નથી. એવામાં સારું છે કે પતિ-પત્ની એક થાળીમાં ભોજન ન કરે. અને આખો પરિવાર એક સાથે બેસી ભોજન કરે. એનાથી પરિવારમાં એકતા અને પ્રેમ વધે છે અને એકબીજા સાથે બધાના સબંધ સારા રહેશે. એક બીજા માટે ત્યાગ અને સમર્પણની ભાવના વધારે છે. એનાથી ઘર-પરિવારમાં સુખ સમૃદ્ધિ આવી જાય છે.
Published by:
Damini Damini
First published:
September 29, 2022, 3:04 PM IST