Numerology Suggestions 28 September : આ નંબરના લોકો માટે આજનો દિવસ છે ખૂબ જ ખાસ, જાણો આપનો ક્રમાંક શું કહે છે?


Updated: September 28, 2022, 7:39 AM IST
Numerology Suggestions 28 September : આ નંબરના લોકો માટે આજનો દિવસ છે ખૂબ જ ખાસ, જાણો આપનો ક્રમાંક શું કહે છે?
જાણો આપનો દિવસ કેવો રહેશે.

Numerology Suggestions : કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. તો ચાલો આજે જાણીએ કે અંકશાસ્ત્ર પ્રમાણે આજે આપનો દિવસ કેવો રહેશે અને શું હશે આપનો શુભ રંગ, નંબર અને દિવસ.

  • Share this:

1, 10, 19 અને 28 તારીખે જન્મેલ વ્યક્તિઓ


નંબર 1


આજે ભગવાન સૂર્યના આશીર્વાદ લો અને તેમને જળ અર્પણ કરો. નાની-નાની મુશ્કેલીઓને દૂર કરવાથી તમને પરિણામ મળશે. નેતાઓ વાતચીતના કૌશલ્ય પ્રદર્શન કરીને લોકોને જીતી શકે છે. આજે અન્ય જૂથો સાથે હાથ મિલાવવાનો, ટીમનું નેતૃત્વ કરવાનો, ભાષણ આપવાનો, કુટુંબના કાર્યક્રમમાં હાજર રહેવા, ઇન્ટરવ્યૂ આપવા અને ખાસ મિત્રોને મળીને લાગણી વ્યક્ત કરવાનો દિવસ છે. આરોગ્ય સ્વસ્થ રહે તે માટે બપોરના ભોજનમાં પીળી વાનગી હોવી જોઈએ. સ્પોર્ટ્સ સાથે સંકળાયેલ વ્યક્તિને સફળતા મળી છે. ભગવાન સૂર્યને જળ અર્પણ કરો

માસ્ટર કલર: પીળો અને વાદળી
શુભ દિવસ: રવિવાર
શુભ નંબર: 1દાન: ગરીબોને પીળા ફળનું દાન કરો

2, 11, 20 અને 29 તારીખે જન્મેલ વ્યક્તિઓ


નંબર 2-


જો તમે કાયમી રિલેશનશીપનું વિચારી રહ્યા છો તો તમારે થોડી રાહ જોવાની રહેશે. કામ અને અંગત જીવન વચ્ચે સંતુલન સાધવાના પ્રયત્ન કરો. આજે કામકાજમાં ચાલાકી રાખવી જરૂરી છે. મહત્વપૂર્ણ નિર્ણયો લેવા માટે એમએમઓ સાયકલને અનુસરો. ભગવાન શિવ અને ચંદ્રના આશીર્વાદ લો. જો તમે પ્રવાહી, ઈલેક્ટ્રોનિક, દવાઓ અને નિકાસ આયાત, સૌર ઉર્જા, કૃષિ, પ્રવાહી અને કેમિકલનો વેપાર કરો છો, તો આજે તમને નફો મળવાની સંભાવના છે.

માસ્ટર કલર: વાદળી અને પીળો
શુભ દિવસ: સોમવારશુભ નંબર: 2
દાન: ભિક્ષુકોને દહીંનું દાન કરો

આ પણ વાંચો: આજે કરો ચંદ્રઘંટા દેવીનું પૂજન, જાણો શુભ-અશુભ મુહૂર્ત

3, 12, 22 અને 30 તારીખે જન્મેલ વ્યક્તિઓ


નંબર 3-


જો તમે લીડર, કેપ્ટન, કોચ, શિક્ષક અને ફાઇનાન્સર છો, તો ભવ્ય સફળતા મેળવવા માટે આજે ભવિષ્યની યોજના કરવાનો દિવસ છે. જે માટે આજના દિવસની શરૂઆત તમારા ગુરુ અને માતાના આશીર્વાદ લઈને કરો. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સફળતાથી ભરેલો છે. તમારા પ્રયત્નોની સરાહના કરવામાં આવશે, જે માટે તમારા માર્ગદર્શકનો આભાર માનો. તમારા જીવનસાથીને ઈમ્પ્રેસ કરવા માટે આજે સારો દિવસ છે. લેખિત વાતચીતથી તમારા જીવનસાથીને ઈમ્પ્રેસ કરી શકો છો. તમારા પ્રેમને લગ્નની વાત કરવા માટે આજે શુભ દિવસ છે. સરકારી અધિકારીઓ, કલાકાર, રમતવીર, વિતરકો અને શિક્ષણશાસ્ત્રીઓને સફળતા મળશે. ગુરુ ગ્રહની શક્તિ વધારવા માટે સ્ત્રીઓએ પીળા રંગનું ભોજન બનાવવું જોઈએ અને આખા પરિવારને પીરસવું જોઈએ.

માસ્ટર કલર: કેસરી
શુભ દિવસ: ગુરુવાર
શુભ નંબર: 3 અને 1
દાન: મંદિરમાં ચંદનનું દાન કરો

4, 13, 22 અને 31 તારીખે જન્મેલ વ્યક્તિઓ


નંબર 4-


નાણાંકીય વ્યવહારો અને નવી તકો માટે ઓડિટ અને ચકાસણી કરવાની જરૂર છે. આજનો દિવસ નાણાંકીય બાબતોમાં ઉચ્ચ વ્યવસ્થાપનથી ભરેલો છે. આજે જે પણ રોકાણ કરવામાં આવે તેની કોઈને જાણ ના હોવી જોઈએ. મોટાભાગનો સમય ડોક્યુમેન્ટની સમીક્ષા કરવામાં પસાર થવો જોઈએ. આયાત નિકાસ, રેસ્ટોરન્ટ, સ્ટોક, જ્વેલર, મેન્યુફેક્ચરિંગ, છૂટક વેચાણ સાથે સંકળાયેલા છો, તો આજે સાવચેત રહેવાની અને ફક્ત તમારા હૃદયની વાત સાંભળવાની જરૂર છે. અંગત સંબંધોમાં કોઈને નુકસાન થવાની સંભાવના છે, તેથી વાતચીતમાં કરવામાં સાવચેત રહો.

માસ્ટર કલર: વાદળી
શુભ દિવસ: મંગળવાર
શુભ નંબર: 9
દાન: બાળકોને લીલી દ્રાક્ષનું દાન કરો

આ પણ વાંચો: ખૂબ જ શંકાશીલ હોય છે આ રાશિની છોકરીઓ

5, 14 અને 23 તારીખે જન્મેલ વ્યક્તિઓ


નંબર 5-


વ્યાવસાયિક અને વ્યક્તિગત જીવન કેવી રીતે મેનેજ કરવું તે અંગે તમને જાણકારી છે. તમારી સ્વતંત્રતાનો વધારાનો ઉપયોગ ન કરો અને સાવચેત રહો. તમારા અતિશય ખર્ચના વલણથી સાવધાન રહો અને ભવિષ્ય માટે બચત કરો. મિત્રો અને સંબંધીઓ સાથે ઉદાર રહો અને લાગણીશીલ બનો. રમતગમત, ગ્લેમર, બાંધકામ, મીડિયા ક્ષેત્રે સંકળાયેલા લોકોએ વિશેષ મૂલ્યાંકનનો સામનો કરવો પડશે. એક્વા કલરના કપડા પહેરવાથી તમારું નસીબ તમને સાથ આપી શકે છે. આજના દિવસે દારૂ અને માંસાહારનું સેવન ન કરવું જોઈએ. સંપત્તિ સંબંધિત નિર્ણયો તમારી તરફેણમાં આવશે.

માસ્ટર કલર: એક્વા
શુભ દિવસ: બુધવાર
શુભ નંબર: 5
દાન: બાળકોને છોડનું દાન કરો

6, 15 અને 24 તારીખે જન્મેલ વ્યક્તિઓ


નંબર 6-


દેવી લક્ષ્મીની પૂજા કરવાથી અને તેમના આશીર્વાદ લેવાથી જીવનભર મદદ મળે છે. માતાપિતાને બાળકો પર ગર્વ થશે. પરિવાર, મિત્રો અને સહકર્મીઓનો સહયોગ મેળવીને તમને ખૂબ જ સારું લાગશે. મીટીંગ, ડીલીંગ, હોસ્ટીંગ, માર્કેટીંગ અને ઓફિસમાં પ્રેઝન્ટેશન આપવાનો સમય છે. સરકારી ટેન્ડરોનું જોખમ લેવામાં તમારું નસીબ તમને સાથ આપશે. કપડાં, દાગીના, વાહન, મોબાઇલ, ઘર ખરીદવા માટે અને શોર્ટ ટ્રિપની યોજના માટે આજે સારો દિવસ છે.

માસ્ટર કલર: સફેદ
શુભ દિવસ: શુક્રવાર
શુભ નંબર: 6
દાન: મંદિરમાં સુગરનું દાન કરો

7 અને 16 તારીખે જન્મેલ વ્યક્તિઓ


નંબર 7-


આજે તમે ઓફિસમાં સૌથી સારું અને સારું ખરાબ કામ કરશો. આજે સ્નાન કરતા પહેલા તમારા પાણીમાં મીઠું ઉમેરો. જીવનમાં ચઢાવ-ઉતાર આવશે, આજે શાણપણથી કામ લેવાની જરૂર છે. નવી તકનો સ્વીકાર કરતા શીખો. પરિવારમાં વરિષ્ઠ લોકોની સલાહ લેવાથી ભવિષ્ય માટે પૈસા બચાવવામાં મદદ મળશે. મેન્યુફેક્ચરિંગ, મશીનરી, ગોલ્ડ, એજ્યુકેશન અને સોફ્ટવેર સંબંધિત બિઝનેસ ડીલ્સ ખૂબ જ સફળ રહેશે. ભગવાન શિવ મંદિરે જવાથી અને ધાર્મિક વિધિઓ કરવાથી સમૃદ્ધિ પ્રાપ્ત મળશે.

માસ્ટર કલર: પીળો
શુભ દિવસ: સોમવાર
શુભ નંબર: 7
દાન: પશુઓને કેળાનું દાન કરો

8, 17 અને 25 તારીખે જન્મેલ વ્યક્તિઓ


નંબર 8-


તમારે શ્રેષ્ઠ આઉટપુટ જોઈતું હોય ત્યાં આજે પરિવારની શાખ, જ્ઞાન અને પૈસાનો ઉપયોગ કરો. પૈસાની શક્તિનો ઉપયોગ કરીને કાયદાકીય કેસોનો ઉકેલ લાવવામાં આવશે. જો કે બિઝનેસ ડીલને ક્રેક કરવામાં નેટવર્કિંગ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તમારા જીવનસાથીને તમારા સમયની જરૂર પડશે. ટાર્ગેટ નજીક હોવાથી વિદ્યાર્થીઓએ સમર્પિતપણે કાર્ય કરવું જોઈએ. તમારી પાસે યોગ્ય લાયકાત હોવાને કારણે તમામ યોગ્ય નિર્ણય લેવામાં આવશે. આજે દાન જરૂરથી કરવું જોઈએ.

માસ્ટર કલર: લીલો
શુભ દિવસ: શનિવાર
શુભ નંબર: 6
દાન: પશુઓને પાલકનું દાન કરો

9, 18 અને 27 તારીખે જન્મેલ વ્યક્તિઓ


નંબર 9-


બેંકર્સ, બિલ્ડરો, ડોકટરો, ફાર્માસિસ્ટ, ન્યૂઝ એન્કર અને અભિનેતાઓ જૂના સ્ત્રોતમાંથી નવી નવી શોધ કરશે. યુગલોએ બહાર જવા અને વિશ્વાસ વધારવા માટે એક સારો દિવસ છે. સરકારી ટેન્ડરો, પ્રોપર્ટી ડીલ્સ, ડિફેન્સ કોર્સ અને મેડિકલ કોર્સ નફાકારક રહેશે. ગ્લેમર, સોફ્ટવેર, સંગીત, મીડિયા અથવા શિક્ષણ ઉદ્યોગના લોકોને લોકપ્રિયતા પ્રાપ્ત થશે. યુવા રાજકારણીઓ અને યુવા કલાકારોને આજે કેટલીક નવી જગ્યાઓ ઓફર કરવામાં આવશે. આજના દિવસે જાહેર ભાષણ, ઇન્ટરવ્યૂ અને સ્પર્ધાત્મક પરીક્ષા આપવી જોઈએ. સંગીતકારોના માતા-પિતાને આજે તેમના બાળકો પર ગર્વ થશે.

માસ્ટર કલર: બ્રાઉન
શુભ દિવસ: મંગળવાર
શુભ નંબર: 9
દાન: ગરીબોને તડબૂચનું દાન કરો

સાંઈ બાબા, રણબીર કપૂર, મૌની રોય, અભિનવ બિન્દ્રા, પુરી જગન્નાધ, લતા મંગેશકરનો 28 સપ્ટેમ્બરના રોજ જન્મદિવસ છે.
Published by: Kaushal Pancholi
First published: September 28, 2022, 7:36 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading