મેષ (Aries): 21 માર્ચથી 19 એપ્રિલ
ફરીથી સુસ્તી અનુભવાય અને હાથમાં લીધેલું કામ બિનજરૂરી રીતે લંબાઈ શકે છે. તમે રેન્ડમ પ્રવૃત્તિઓમાં પણ સામેલ થઈ શકો છો, જે અનિશ્ચિત હોઈ શકે છે. એકંદરે, ઊર્જા સહેજ વેરવિખેર અને વિચલિત થયેલી લાગી શકે છે.
લકી સાઈન - પ્રિઝમવૃષભ (Taurus) : 20 એપ્રિલથી 20 મે
ખાસ અને નજીકના સંબંધોમાં સતત તાલમેળ જરૂરી હોય છે. તમારા જીવનસાથીને તમારા પ્રયત્નો અંગે વધુ વાર જાણ થાય તેવી જરૂર પડી શકે છે. સંજોગો તમારી વિરુદ્ધ હોય, તો દૂર રહેવું સારું છે. આજે ભરપૂર પ્રયત્ન કરો અને કામના કલાકોનો સૌથી વધુ ઉપયોગ કરો.
લકી સાઈન - તાંબાની બોટલમિથુન (Gemini) : 21 મે થી 21 જૂન
આજે કોઈ નવી વ્યક્તિ જોડાઈ શકે છે અને તમારા કામનો ભાર દૂર કરી શકે છે. આ સારા સમાચાર છે કારણ કે તે તમને ગતિની સાથે સ્પેસ પણ આપશે. આજે પ્લાનિંગ કરવાનો પ્રયાસ કરો. સમયસર રિમાઇન્ડર તમને વધારાના કામથી બચાવશે. કેટલીક રમતગમતની પ્રવૃત્તિ હાથ ધરવાથી વધુ ઉર્જા આવી શકે છે.
લકી સાઈન - ફુવારો
કર્ક (Cancer): 22 જૂનથી 22 જુલાઈ
વ્યસ્ત સમયમાં પણ તમારા પરિવાર સાથે સંપર્કમાં રહેવાથી સંતુલન આવશે અને તમને જમીનથી જોડાયેલા રાખશે. વેલનેસ એક્ટિવિટી આધ્યાત્મિક રસ સાબિત કરી શકે છે. નેતૃત્વ અને કોલેબરેશનની તક ટૂંક સમયમાં આવી રહી છે.
લકી સાઈન - એન્ટિક ઘડિયાળ
સિંહ (Leo): 23 જુલાઈથી 22 ઓગસ્ટ
જો તમે અગાઉ કોઈને દુ:ખ પહોંચાડ્યું હોય, તો તેઓએ તમને અથવા તમારા કાર્યોને માફ કર્યા ન હોઈ શકે. આજે સુધારા કરવા માટે વધુ પ્રયત્નો કરો. અત્યારે સમાધાન કરવાનો સારો સમય હોઈ શકે છે. નજીકના મિત્રો ટૂંકા પ્રવાસની યોજના બનાવી શકે છે.
લકી સાઈન - ચોખ્ખું આકાશ
કન્યા (Virgo): 23 ઓગસ્ટથી 22 સપ્ટેમ્બર
કોઈ લોકપ્રિય વ્યક્તિ તમારા કામ પર ધ્યાન આપી શકે છે અને તમારો સંપર્ક કરી શકે છે. તમે તમારા કામ વિશે શંકા અનુભવવાનું શરૂ કર્યું છે ત્યાં આવું થઇ શકે છે. તમારા અંતઃકરણ પર વિશ્વાસ કરો.
લકી સાઈન - ક્રમાનુસાર નંબરો
તુલા (Libra): 23 સપ્ટેમ્બરથી 23 ઓક્ટોબર
નોકરી ધંધે શાંતિપૂર્ણ વાતાવરણ ડહોળાઈ શકે છે. તમને વધારાનું કામ મળી શકે છે, જેની અગાઉ માહિતી આપવામાં આવી ન હતી. રોકાણનો નવો સ્રોત તમારું ધ્યાન વિચલિત કરી શકે છે. કોઈ જૂના મિત્રની એકાએક આવી પડવાની અપેક્ષા છે.
લકી સાઈન - રેશમી સ્કાર્ફ
વૃશ્ચિક (Scorpio): 24 ઓક્ટોબરથી 21 નવેમ્બર
કામના સ્થળે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખો. તાજેતરમાં તમે જેમાં ભાગ લીધો છે તે ભવિષ્યમાં તમારા માટે ફાયદાકારક હોઈ શકે છે. પડોશમાં ખલેલ વિક્ષેપ પેદા કરી શકે છે. રોમેન્ટિક બાબતોમાં વિકાસ જોવા મળી શકે છે.
લકી સાઈન - નેટ
ધન (Sagittarius): 22 નવેમ્બરથી 21 ડિસેમ્બર
નજીકના સમયમાં કોઈ સારા સમાચાર મળી શકે છે. આજે ધીમો અને એકવિધ દિવસ છે. તમે થાકીને વહેલા પથારીમાં પડી શકો છો. તમે લાંબા અંતરની વાતચીતમાં સામેલ થાવ તેવી સંભાવના છે.
લકી સાઈન - ફ્લોરલ પેટર્ન
મકર (Capricorn) : 22 ડિસેમ્બરથી 19 જાન્યુઆરી
ભાગીદારી અથવા કોલાબરેશનની નવી તક માટે તૈયાર રહો. આજે રસ્તો સ્પષ્ટ અને સીધો દેખાઈ શકે છે. તમારા ગૌણ અધિકારીઓ આજે નિયમ મુજબ તેમની વર્તણૂક રાખી શકશે નહીં.
લકી સાઇન - કેનવાસ શૂ
કુંભ (Aquarius): 20 જાન્યુઆરીથી 18 ફેબ્રુઆરી
આજે ફેસ વેલ્યુ આધારે પરિણામ સ્વીકારવા તૈયાર હોવ તો સરળ દિવસ છે. થાક લાગવો, તમારી જાતને થોડો વિરામ લેવા દેવો એ સામાન્ય બાબત છે. કોઈ કાર્યનું મૂલ્યાંકન કરતા પહેલા તમારા તથ્યો યોગ્ય હોય તેનું ધ્યાન રાખો. તમને ટૂંક સમયમાં જ એક સરખી બાબતથી આગળ વધવાનું મન થઈ શકે છે.
લકી સાઈન - જળાશય
મીન (Pisces): 19 ફેબ્રુઆરી - 20 માર્ચ
કોઈ સારા મિત્રને પારિવારિક બાબતોમાં મદદની જરૂર પડી શકે છે. આજે તમે યોગ્ય રીતે જાણતા ન હોવું તેવા કોઈની પણ ખૂબ ટીકા ન કરો. બચાવેલું ભંડોળ હવે મદદરૂપ સાબિત થઈ શકે છે. નિર્ણય લેવાની પ્રક્રિયામાં થોડી પ્રેક્ટિસની જરૂર પડી શકે છે.
લકી સાઈન - સિરામિકની ફૂલદાની