ORACLE SPEAKS 30th September: આ રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં આવશે સુધાર, જાણો આજનું રાશિફળ


Updated: September 30, 2022, 10:40 AM IST
ORACLE SPEAKS 30th September: આ રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં આવશે સુધાર, જાણો આજનું રાશિફળ
Oracle Speaks 30 September : આ રાશિના જાતકો નવો વ્યવસાય કે સ્ટાર્ટ-અપ શરુ કરી શકશે, જાણો આજનું રાશિફળ

ORACLE SPEAKS : આ લકી સાઈનને કારણે તમારા દિવસના શરૂઆતમાં ગૂડ ન્યૂઝ આવવાથી તમે સકારાત્મકતા અને આશાસ્પદ અનુભવશો. તમારા દરેક પ્રશ્નો કે સમસ્યા પણ તમને નુકસાન નહિ પહોંચાડી શકે.

  • Share this:
મેષ : 21 માર્ચ-19 એપ્રિલ

આજનો દિવસ વ્યસ્ત લાગે છે. તમારા મગજમાં ઘણી બધી વસ્તુઓ ચાલી રહી છે અને તમે તે બધાને એક જ વખતમાં ઉકેલવાના મૂડમાં છો. તમારે થોડી ધીરજ અને કેટલાક માર્ગદર્શનની જરૂર પડી શકે છે.

લકી સાઈન - શાંત સંગીત

વૃષભ : 20 એપ્રિલ-20 મે

તમારૂં ધ્યાન ન હોવા છતા અને તમે નોટિસ ન કરતા હોવા છતા ઘણી બધી વસ્તુઓ થઈ રહી છે. આ તથ્યો વિસરાઈ જાય તે પહેલાં તેને જાણવા-ઉજાગર કરવા માટે સમય કાઢો. છેલ્લા કેટલાક દિવસોમાં વ્યાપક ખર્ચને ધ્યાને રાખીને ખર્ચ પેટર્નની સમીક્ષા કરવાની તમારે જરૂર પડી શકે છે.

લકી સાઈન - સિલ્વર ચેઇનમિથુન : 21 મે - 21 જૂન

તમે નોંધ્યું હશે કે જે વસ્તુઓ ચોતરફ ફેલાયેલી હતી તે હવે સંરેખિત થઈ રહી છે અને તેમને સમજવા માટે તમારી પાસે વધુ માનસિક સ્પષ્ટતા પણ છે. તમારા અભિગમમાં થોડો ફેરફાર તમને યોગ્ય સ્થાન પર લઈ જઈ શકે છે. ટૂંક સમયમાં મોટી તક મળી શકે છે.

લકી સાઈન - એક પુસ્તક કવર

કર્ક : 22 જૂન-22 જુલાઈ

તમારી પસંદગી મુજબની સફરમાં તમે છેલ્લા કેટલાક સમયથી શોધી રહેલ આરામની ક્ષણો આખરે તમને મળશે. જીવન ખૂબ વ્યસ્ત હતું અને આરામની સતત માંગણી થઈ રહી હતી. જોકે આ આરામની ક્ષણોમાં આગામી સમયના પ્લાનિંગ અને તેના અમલીકરણ પર ફોકસ કરવું જરૂરી રહેશે.

લકી સાઈન - એક ગુલાબ ક્વાર્ટઝ

સિંહ : 23 જુલાઈ- 22 ઓગસ્ટ

એજન્ડા હવે લાગણીઓ પર કાબૂ મેળવી શકે છે. તમે ભાવનાત્મક રીતે સંકળાતા જશો અને જ્યારે તે વસ્તુ તેના અંત સુધી પહોંચે છે, ત્યારે તમે તમારી જાતને તેનાથી અલગ કરી શકતા નથી. તમારા કામ માટે જલ્દી જ તમને ઉંચી ઓળખ મળી શકે છે.

લકી સાઈન - એક વાદળી નીલમ

કન્યા : 23 ઓગસ્ટ-22 સપ્ટેમ્બર

અમુક સમયે તમારા મંતવ્યો તમારા વિચારો કરતાં વધુ મોટેથી બોલી શકે છે. તમારા કોમ્યુનિકેશન અને અવાજમાં માનસિક રીતે એકાંકિત રહેવાની સલાહ આપવામાં આવે છે. સફળતા અને પૂર્ણતા માટેનો તમારો સંઘર્ષ અન્ય લોકોને બિનજરૂરી રીતે પકડી રાખી શકે છે.

લકી સાઈન – એક સોલો પરફોર્મન્સ

તુલા: 23 સપ્ટેમ્બર-23 ઓક્ટોબર

જ્યારે તમે કોઈ અગત્યની વાત કરી રહ્યાં હોવ ત્યારે તમે પ્રયત્ન કરો કે, તમે તમારા વિચારોને અસ્તવ્યસ્ત ન થાય. આવનારા દિવસોમાં આર્થિક સ્થિતિમાં સુધારો થવાનો છે. તમે વિચારો છો તેના કરતાં વધુ તમારું કુટુંબ ભાવનાત્મક રીતે તમારા પર નિર્ભર છે.

લકી સાઈન - એક મોટી બારી

વૃશ્ચિક: 24 ઓક્ટોબર - 21 નવેમ્બર

થોડા સમયથી તમે ખૂબ વિચારોમાં છે, જે તમને ક્યાંય પહોંચવામાં મદદ કરી રહ્યું નથી. ફક્ત તમારા વિચારોને એકસાથે લાવીને, એક નક્કર પ્લાન બનાવો. ભરોસાપાત્ર વ્યક્તિ સાથે નવા વિચારોની ચર્ચા કરો અને તમે ટૂંક સમયમાં આગળ વધી જશો.

લકી સાઈન - એક ટેનિસ રેકેટ

ધન: 22 નવેમ્બર - 21 ડિસેમ્બર

તમે તમારી જૂની ખાવા-પીવાની આદતો, મનદુઃખની આદતો, સ્વીટ ટુથ વગેરેથી છૂટકારો મેળવવા ઈચ્છતા હશો પણ સફળ નથી થયા. હવે આ બધાની ગંભીરતાથી સમીક્ષા કરવાનો સમય આવી ગયો છે. રફ પેચ હવે સમાપ્ત થઈ રહ્યો હોય તેવું લાગે છે.

લકી સાઈન - પક્ષીઓનું ઝુંડ

મકર: 22 ડિસેમ્બર - 19 જાન્યુઆરી

જો તમે બીજી તરફ જોઈ રહ્યા છો તો તમે તમારા હાથમાં રહેલી તક ગુમાવી શકો છો. જો તમારામાં આત્મવિશ્વાસનો અભાવ હોય અથવા તે પદ લેવું કે નહીં તે વિશે વધુ વિચારતા હો,તો તમે ખરેખર તેને ચૂકી શકો છો. તમારે જબરદસ્તી તેમં કુદકો મારવો પડશે.

લકી સાઈન - એક હેરિટેજ ઘડિયાળકુંભ : 20 જાન્યુઆરી-18 ફેબ્રુઆરી

જો તમે રિયલ એસ્ટેટમાં છો અને કોઈ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છો અને તે તમારી તરફેણમાં હોવાની શક્યતા છે તો તે વિકાસ હોઈ શકે છે. બધા ખર્ચ વધી રહ્યા છે, પરંતુ તમે તેનો અસરકારક રીતે સામનો કરી શકશો. તમારી પ્રાથમિકતા પહેલાં તમારુ સ્વસ્થ સ્વાસ્થ્ય હોવુ જોઇએ.

લકી સાઈન - એક ઘંટ

મીન: 19 ફેબ્રુઆરી - 20 માર્ચ

તમે અને તમારા જીવનસાથીએ પરસ્પર વાતચીતના અમુક વિષયોને ટાળવાનું નક્કી કર્યું હશે, પરંતુ તેને ઉકેલવાની જરૂર છે અથવા ભવિષ્યમાં કોઈક સમયે તે પીડાદાયક બની શકે છે. તેને અસ્થાયી રૂપે બાજુ પર ધકેલી દેવાને બદલે ઉકેલવાને પ્રાથમિકતા આપો.

લકી સાઈન - એક અર્ધ કિંમતી રત્ન
Published by: Mitesh Purohit
First published: September 30, 2022, 10:37 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading