Horoscope 29 June 2022 : આ રાશિના જાતકોને મળશે નોકરીમાં સફળતા, જાણો આજનું રાશિફળ


Updated: June 29, 2022, 6:39 AM IST
Horoscope 29 June 2022 : આ રાશિના જાતકોને મળશે નોકરીમાં સફળતા, જાણો આજનું રાશિફળ
રાશિ ભવિષ્ય

ORACLE SPEAKS : આ રાશિ સિતારા વેલનેસ સ્ટૂડિયોના ફાઉન્ડર પૂજા ચંદ્રા દ્વારા લખવામાં આવી છે. તે આ સિવાય ટેરા કાર્ડ રિડિંગ પણ જાણે છે. તે લેખિકા, કવિ અને બ્લોગર છે. તેમની www.citaaraa.com વેબસાઇટ છે.

  • Share this:
ORACLE SPEAKS : આ રાશિ સિતારા વેલનેસ સ્ટૂડિયોના ફાઉન્ડર પૂજા ચંદ્રા દ્વારા લખવામાં આવી છે. તે આ સિવાય ટેરા કાર્ડ રિડિંગ પણ જાણે છે. તે લેખિકા, કવિ અને બ્લોગર છે. તેમની www.citaaraa.com વેબસાઇટ છે.

મેષ : 21 માર્ચ-19 એપ્રિલ

તાજેતરમાં શીખેલ સ્કિલ્સ હવે ઉપયોગી સાબિત થઈ શકે છે. કેટલાક વધારાના કામના ભારણને કારણે તમે નાના પ્રયત્નોની અપેક્ષા કરી શકો છો. નવા પડકાર માટે તૈયાર રહો.

લકી સાઇન - પીંછા

વૃષભ : 20 એપ્રિલ-20 મે

નવી સોંપાયેલ જવાબદારી તમારા પર ભારણ બની શકે છે. તમે જૂના મિત્ર સાથે જોડાઈ શકો છો અને તે રાહત આપી શકે છે. એકાએક બનેલો પ્લાન સારો ના હોય શકે.લકી સાઇન - પક્ષી

મિથુન : 21 મે - 21 જૂન

દિવસ સાનુકૂળ છે તેમ માનીને આજનો દિવસ પસાર કરો. હકારાત્મક-સકારાત્મક અભિગમ જાળવો. નવીનતમ વિચારો ત્વરિત સિદ્ધિ તરફ આગળ વધારશે. તમને કઈક નવું કરવાની મંજૂરી મળશે.

લકી સાઈન – સ્પાઈડર/કરોળિયો

કર્ક : 22 જૂન-22 જુલાઈ

હવે તમે સત્યને સ્પષ્ટપણે જોઈ શકો છો અને તેની સાથે જીવવાનું શીખી શકો છો. જોકે તમે તેના વિશે વધુ ચર્ચા કરવામાં સંકોચ અનુભવી શકો છો. પરિસ્થિતિ ગમે તેટલી પ્રતિકૂળ હોય કોઈને બીજી તક આપવાની સલાહ આપવામાં આવે છે.

લકી - બે ચકલી

સિંહ : 23 જુલાઈ- 22 ઓગસ્ટ

સંયોગ જેવું કંઈ નથી અને જો તમને કઈક મળી રહ્યું હોય તો તે તમારા માટે જ છે. થોડી ગરબડ થઈ શકે છે પરંતુ બધુ જ જલ્દી ઠીક થઈ જશે. સંકેતો સકારાત્મક છે.

લકી સાઇન – સિરામિકની ફૂલદાની

કન્યા : 23 ઓગસ્ટ-22 સપ્ટેમ્બર

તમે તમારા માટે યોગ્ય વસ્તુ પસંદ કરવા હજી માનસિક રીતે અનુકૂળ નહીં હોવ.તમારે થોડો વધુ સમય રાહ જોવી પડશે. નિર્ણય લેવામાં સક્ષમ થવા માટે તમારે અંદરથી સમજીને વિચારીને જવાબ આપવાની જરૂર છે.

લકી સાઈન - વાદળી માટીકામ

તુલા : 23 સપ્ટેમ્બર-23 ઓક્ટોબર

કાર્યસ્થળ પર કેટલાક નવા લોકોને મળવાની સંભાવના છે. તેમના વિષે કોઈ ધારણા બાંધતા પહેલા તેમને સમજવા માટે તમારી જાતને સમય આપો. તમે ઘરમાં થોડો સમય વિતાવતા હોવાને કારણે થોડા ચિડાઈ પણ શકો છો.

લકી સાઇન - ગરુડ

વૃશ્ચિક : 24 ઓક્ટોબર - 21 નવેમ્બર

ખુશખુશાલ વાતાવરણમાં મનભાવન ભોજન માણ્યાનો સમય થઈ ગયો છે. આજકાલ કામના ભારણના દિવસો છે. કેટલાક જૂના રોકાણમાં હવે સળવળાટ જોવા મળી શકે છે.

લકી સાઈન – ખિસકોલી

ધનુરાશિ : 22 નવેમ્બર - 21 ડિસેમ્બર

જો તમને છેલ્લી તક ન મળી હોય તો સમજવું કે હજી આશા છે. તમારા બાળકો તમારો સમય અને કમિટમેન્ટ માંગી શકે છે. પરિવારના વૃદ્ધ લોકો પણ ખરાબ સ્વાસ્થ્યની ફરિયાદ કરી શકે છે.

લકી સાઇન - બગીચો

મકર : 22 ડિસેમ્બર - 19 જાન્યુઆરી

હવે તમે નક્કી કરી લીધું છે તો તમારે આગળ વધવું જ પડશે. સમય એ એક મહત્વપૂર્ણ પાસું છે અને ત્યાં કોઈ વિલંબ થવો જોઈએ નહીં. તમારા જીવનસાથી તમારી સમસ્યાની આગળ ઉભા રહીને રક્ષણહાર બનશે. દિવસના બીજા ભાગમાં કેટલાક મુલાકાતીઓ સાથે થઈ શકે છે.

લકી સાઇન - પોપટ

કુંભ : 20 જાન્યુઆરી-18 ફેબ્રુઆરી

એક મોટો બોજ ઊતરી ગયો હોવાથી તમે ઘણું હળવું અનુભવી શકો છો. તમારે વધુ ટાળવાની જરૂર નથી. વ્યવસ્થિત રહેવાની જરૂર છે. જોકે કોઈ તમને ખૂબ જ યાદ કરે છે.

લકી સાઈન - માળો

આ પણ વાંચોMangalvar na upay: મંગળવારે ભૂલથી પણ ન કરો આ કામ, નહિ તો થશે મોટી મુશ્કેલી

મીન : 19 ફેબ્રુઆરી - 20 માર્ચ

આજે વસ્તુઓ અસ્થાયી રૂપે ધીમી પડી શકે છે. તમે તમારા નિર્ણયોને કેવી રીતે આગળ લઈ શકો છો તે અંગે વિચારવું જોઈએ. કોઈપણ પ્રકારની મૂંઝવણ મિસકોમ્યુનિકેશન તરફ દોરી શકે છે. નાની ચોરીથી સાવધાન રહો.

લકી સાઇન – કાચબો
Published by: kiran mehta
First published: June 29, 2022, 6:39 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading