ORACLE SPEAKS 29 Oct: આ રાશિના જાતકો મનમાં ઊભી થયેલી અસમંજસના કારણે કામમાં ચિત્ત પરોવી નહીં શકે, જાણો આજનું રાશિફળ


Updated: October 29, 2022, 7:00 AM IST
ORACLE SPEAKS 29 Oct: આ રાશિના જાતકો મનમાં ઊભી થયેલી અસમંજસના કારણે કામમાં ચિત્ત પરોવી નહીં શકે, જાણો આજનું રાશિફળ
Oracle Speaks જાણો આજનું રાશિફળ

ORACLE SPEAKS 29 Oct: નવા કનેક્શનને કારણે તમે આ સ્થિતિ પસાર કરી શકો છો. મજબૂત નેટવર્ક મદદ કરી શકે છે, જેના કારણે તમને લાભ મળી શકે છે. તમારા માતા પિતાને કોઈ મહત્ત્વની બાબતે ચર્ચા કરવી હોય તેવું બને, આ કારણોસર તમારે તમારા માતા પિતાને સમય આપવો જોઈએ અને તે બાબતે વાત કરવી જોઈએ. ચાલી રહેલા પ્રોજેક્ટ પૂર્ણ થવાના આરે છે.

  • Share this:

મેષ (Aries)- 21 માર્ચથી 19 એપ્રિલ


નવા કનેક્શનને કારણે તમે આ સ્થિતિ પસાર કરી શકો છો. મજબૂત નેટવર્ક મદદ કરી શકે છે, જેના કારણે તમને લાભ મળી શકે છે. તમારા માતા પિતાને કોઈ મહત્ત્વની બાબતે ચર્ચા કરવી હોય તેવું બને, આ કારણોસર તમારે તમારા માતા પિતાને સમય આપવો જોઈએ અને તે બાબતે વાત કરવી જોઈએ. ચાલી રહેલા પ્રોજેક્ટ પૂર્ણ થવાના આરે છે.

લકી સાઈન- રંગીન કાચ

વૃષભ (Taurus)- 20 એપ્રિલથી 20 મે


તમે મહત્ત્વના નિર્ણય અમલમાં મુકી શકો છો. તમારા ડરનો સામનો કરવા માટે અને તે ડર દૂર કરવા માટે આજનો દિવસ ખૂબ જ સારો છે. તમે કોઈ બાબતમાં પાછળ રહી શકો છો, જે પૂર્ણ કરવા માટે તમારે મહેનત કરવાની જરૂર છે.

લકી સાઈન- પાઈરાઈટ પત્થર

મિથુન (Gemini)- 21 મેથી 21 જૂન


પાડોશમાં રહેતી કંટાળાજનક વ્યક્તિ ટૂંક સમયમાં તે જગ્યાએથી દૂર જવાનો નિર્ણય કરી શકે છે. તમારા મનમાં ઊભી થયેલી અસમંજસના કારણે તમે કામમાં ચિત્ત પરોવી શકતા નથી. ટૂંક સમયમાં શાળાના જૂના મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે.

લકી સાઈન- ઈમેઈલ

કર્ક (Cancer)- 22 જૂનથી 22 જુલાઈ


થોડા સમયમાં તમે તમારા નવા સ્થાનનો આનંદ લઈ શકો છો અને ખુશ રહી શકો છો. તમારે લાગણી વ્યક્ત કરવામાં મુશ્કેલી આવી શકે છે. જો તમે રિલેશનશીપમાં છો, તો તમારા મંતવ્યને કારણે સંબંધમાં વાત બગડી શકે છે.

લકી સાઈન- હેરિટેજ સાઈટ

સિંહ (Leo)- 23 જુલાઈથી 23 ઓગસ્ટ


તમારા વિચારો દબાવી દેવાથી બાદમાં ભ્રમ ઊભો થઈ શકે છે. તે બાબતે સ્પષ્ટતા હોવી જરૂરી છે. ટૂંક સમયમાં તમને કોઈ અધિકૃત પ્રોજેક્ટ બનાવવા માટે તક મળી શકે છે. તમારી આસપાસ રહેતા પ્રતિસ્પર્ધીથી સાવચેત રહો.

લકી સાઈન- નવી બિલ્ડીંગ

કન્યા (Virgo)- 23 ઓગસ્ટથી 22 સપ્ટેમ્બર


વાતચીત કરવાને કારણે તમારામાં આત્મવિશ્વાસ ઊભો થઈ શકે છે. તમે જે વસ્તુ મેળવવાની કોશિશ કરો છો તે તમની મળી શકે છે. તમારા સુધી કંઈક એવું પહોંચ્યું છે, જેના કારણે તમારી યોગ્યતામાં વધારો થવાની સંભાવના છે. તમે આંતરિક ભય અંગે જેટલું વિચારશો તેટલી જ પરેશાની ને ગભરામણ થઈ શકે છે.

લકી સાઈન- પાર્ક

તુલા (Libra)- 23 સપ્ટેમ્બરથી 23 ઓક્ટોબર


તમારે આશા જાગી શકે તેવી કોઈ બાબત શોધવી પડશે. તમારે તમારું રુટીન બંધ કરવું પડી શકે છે. સ્માર્ટ વર્ક આઈડિયા આંતરિક શક્તિ તરીકે કામ કરી શકે છે.

લકી સાઈન- ભીંત ચિત્ર

વૃશ્વિક (Scorpio)- 24 ઓક્ટોબરથી 21 નવેમ્બર


કોઈ વ્યક્તિ તમારી ક્રેડિટ લેવાની કોશિશ કરે અને તેને સફળતા મળવાની પણ સંભાવના જોવા મળી રહી છે. તમારી ઊર્જા નષ્ટ થઈ શકે છે. એક મિત્ર તમને યોગ્ય રીતે સમજવામાં સક્ષમ રહેશે.

લકી સાઈન- સિરેમિક જગ

ધન (Sagittarius)- 22 નવેમ્બરથી 21 ડિસેમ્બર


અનેક લોકો તમારા સ્થાને રહેવાની ઈચ્છા ધરાવે છે. તમારે તમારા વર્તમાન કાર્ય અને ભવિષ્યની પણ રક્ષા કરવી જોઈએ. હળવુ ભોજન કરવું જોઈએ, જેનાથી પાચન સંબંધિત સમસ્યાથી રાહત મળે છે.

લકી સાઈન- સંગેમરમરની તિજોરી

મકર (Capricorn)- 22 ડિસેમ્બરથી 19 જાન્યુઆરી


જો તમે કંઈક મેળવવાની અને શોધવાની કોશિશ કરી રહ્યા હોવ તો તમારે આમતેમ ભાગવાનું બંધ કરી દેવું જોઈએ, તેનાથી કોઈ પ્રકારનો લાભ નહીં થાય. તમારા પેશનને કારણે તમે ખૂબ જ બિઝી રહી શકો છો. જો તમે કંઈક નવું કરવાનું વિચારી રહ્યા છો તો શરૂઆતમાં તમને થોડી પરેશાની થઈ શકે છે.

લકી સાઈન- વીંટી

કુંભ (Aquarius)- 20 જાન્યુઆરીથી 18 ફેબ્રુઆરી


હાલનો સમય અટકળો લગાવવાનો અને ભવિષ્ય માટે પોતાની યોજના મુજબ કામ કરવાનો છે. નવા દ્રષ્ટિકોણની આવશ્યકતા હોઈ શકે છે. કોઈ જૂની વ્યક્તિ તમને સલાહ આપી શકે છે અને તે સલાહ તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે.

લકી સાઈન- બદામ

મીન (Pisces)- 19 ફેબ્રુઆરીથી 20 માર્ચ


તમારી આસપાસની વ્યક્તિ તમારા માટે વધુ જાણવાની કોશિશ કરી રહી છે. તમારો જૂનો પ્રેમ ફરીથી ઉભરીને બહાર આવી શકે છે. તમારા ભાગ્યમાં કોઈ વ્યક્તિ સાથે મુલાકાત થવાનું લખ્યું છે. આજનો દિવસ ખૂબ જ સારો અને તાજગીભર્યો હોઈ શકે છે.

લકી સાઈન- જૂની પેન
First published: October 29, 2022, 7:00 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading