Luck line in Hand: જિંદગીમાં કેટલા રૂપિયા ક્માશો? હથેળી જોઈને જાતે ચેક કરી લો તમારું ભવિષ્ય
Updated: November 15, 2022, 2:13 PM IST
હસ્તરેખા વિજ્ઞાન
Palmistry Astrology, Luck line in Hand: ભાગ્ય રેખા એ હથેળીની મધ્યમાં ઊભી રેખા છે. તે હથેળીના નીચેના ભાગમાં ગમે ત્યાંથી શરૂ થઈ શકે છે, પરંતુ શનિ પર્વત સુધી આગળ વધે છે.
Palmistry Astrology: વ્યક્તિ પોતાની મહેનતથી ઘણું બધું મેળવી શકે છે, પરંતુ કેટલીકવાર મહેનત ફળતી નથી. કેટલાક લોકોને સખત મહેનત વિના અથવા તો ઓછી મહેનત અને યોગ્યતા વિના ઘણું બધું મળે છે. આવી સ્થિતિ પાછળનું કારણ વ્યક્તિનું નસીબ છે. જો ભાગ્ય સારું હોય તો વ્યક્તિ જીવનમાં ખૂબ જ ધનવાન બને છે. માન, પ્રસિદ્ધિ મળે છે. ઉચ્ચ પદ પ્રાપ્ત કરે છે. એવું પણ કહી શકાય કે, જે લોકોના હાથમાં શુભ રેખા અથવા શનિ રેખા હોય છે, તેમના પર શનિદેવની કૃપા હંમેશા રહે છે.
હાથમાં ભાગ્ય રેખા ક્યાં છે?
ભાગ્ય રેખા એ હથેળીની મધ્યમાં ઊભી રેખા છે. તે હથેળીના નીચેના ભાગમાં ગમે ત્યાંથી શરૂ થઈ શકે છે, પરંતુ શનિ પર્વત સુધી આગળ વધે છે. શનિ પર્વત હથેળીની સૌથી મોટી આંગળીની નીચે હોય છે. આ રેખા શનિ પર્વત સુધી જતી હોવાથી તેને શનિ રેખા કહેવામાં આવે છે. જેમના હાથમાં આ રેખા હોય છે તે સ્પષ્ટ હોય છે, તેઓ ભાગ્યથી સમૃદ્ધ હોય છે.
આવી ભાગ્ય રેખા ખૂબ જ શુભ છે
હસ્તરેખાશાસ્ત્ર અનુસાર, જો ભાગ્ય રેખા હથેળીની મધ્યમાં આવે છે અને ગુરુના ક્ષેત્રમાં જાય છે, તો આવા લોકોને જીવનમાં ઘણી સફળતા મળે છે. તેમને મોટું પદ અને ઘણું સન્માન મળે છે.
જો કોઈ વ્યક્તિના હાથમાં ભાગ્ય રેખા ચંદ્રના વિસ્તારથી શરૂ થઈને ગુરુ ક્ષેત્રમાં જાય છે, તો આવા વ્યક્તિને વિજાતીય વ્યક્તિની મદદથી મોટી સફળતા મળે છે. આ માટે તે જરૂરી છે કે ભાગ્ય રેખા સ્પષ્ટ હોય.જે લોકોના હાથમાં ભાગ્ય રેખા સૂર્ય પર્વત સુધી પહોંચે છે તેવા લોકો ઘણા મોટા વેપારી બની જાય છે. તેઓ મહાન કલાકારો પણ બને છે.
આ પણ વાંચો: Shraddha Murder Case: બચાવી લો... મોત પહેલા WhatsApp પર શ્રદ્ધાએ મિત્રોને જુઓ શું કહ્યું હતું, ચોંકાવનારો ધડાકો
જો ભાગ્ય રેખા બુધના ક્ષેત્રમાં પહોંચે છે, તો વ્યક્તિ વ્યવસાય દ્વારા ખૂબ પૈસા અને કીર્તિ કમાય છે. આવા લોકોનો ધંધો દેશ-વિદેશમાં ફેલાયેલો હોય છે.
આ પણ વાંચો: હૈવાનિયતની હદ! ફ્રિજમાં પડ્યા હતા શ્રદ્ધાનાં 35 ટુકડા અને આફતાબ એ જ રૂમમાં બીજી સાથે...
જેમના હાથમાં ભાગ્ય રેખા તેના પ્રાકૃતિક સ્થાનથી શરૂ થઈને સીધી થઈને મંગળ ક્ષેત્ર તરફ વળે છે તો આવા લોકો મોટા નેતા બને છે. તેમની હિંમત અને નેતૃત્વ ક્ષમતાના કારણે તેઓ મોટા હોદ્દા પર પહોંચે છે અને ઘણું નામ અને ખ્યાતિ મેળવે છે.
ડિસકલમેર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માન્યતાઓ પર આધારિત છે. NEWS18 Gujarati આની પુષ્ટિ કરતું નથી.
Published by:
Mayur Solanki
First published:
November 15, 2022, 11:07 AM IST