Panchak 2022: 'અગ્નિ પંચક'માં ભૂલથી પણ ન કરતા આ કામ, સામે ચાલીને નોતરશો મુસીબતો!
Updated: November 26, 2022, 1:13 PM IST
જાણો ક્યારે છે અગ્નિ પંચક?
Panchak November 2022: હિન્દૂ ધર્મમાં શુભ કામને શરુ કરવા પહેલા શુભ-અશુભ મુહૂર્તનું ધ્યાનમાં રાખવામાં આવે છે. પંચાંગ અનુસાર આ વખતે પંચક 29 નવેમ્બર, મંગળવારે શરુ થશે અને 4 ડિસેમ્બર, રવિવારની રાતે ખતમ થશે.
હિન્દુ પંચાંગ મુજબ પંચકમાં શુભ કાર્ય કરવામાં આવતું નથી. આ સમયે કોઈપણ સારા કાર્યો કરવા પર પ્રતિબંધ છે. દર મહિનામાં આવા 5 દિવસ હોય છે. કહેવાય છે કે રાવણનું મૃત્યુ પણ પંચકમાં થયું હતું. તમને જણાવી દઈએ કે પંચક નવેમ્બરના અંતિમ સપ્તાહમાં યોજાવા જઈ રહ્યું છે જે ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં સમાપ્ત થશે. ચાલો જાણીએ પંચક દરમિયાન ક્યા કામ ન કરવા જોઈએ. તમને જણાવી દઈએ કે આ વખતે પંચક 29 નવેમ્બર, મંગળવારથી શરૂ થશે અને 4 ડિસેમ્બર, રવિવારની રાત્રે સમાપ્ત થશે. આ 5 દિવસોમાં એવું કંઈ ન કરો જેનાથી તમારા જીવન પર અસર પડે.
અગ્નિ પંચક દરમિયાન આગ લાગવાનો ડર વધુ રહે છે. આ દરમિયાન આ વાતનું વિશેષ ધ્યાન રાખો. પંચક દરમિયાન મશીન, હથિયાર, નિર્માણ સાથે જોડાયેલી વસ્તુ ક્યારેય ખરીદવી ન જોઈએ.
આ પણ વાંચો: Puja: પૂજા દરમિયાન શા માટે વગાડવામાં આવે છે ઘંટડી? જાણો એની સાથે જોડાયેલા નિયમસાથે જ આ સમયે લાકડા, લાકડાનું સામાન, ઇંધણ પણ ન ખરીદો.
કહેવામાં આવે છે કે આ સમયે ચારપાઇ, પલંગ ખરીદવું, ઘરની છત ભરાવવી અથવા ઘરનું નિર્માણ કરવું ખુબ અશુભ હોય છે.
લગ્ન થયા તો નવી દુલ્હનને ઘરે ન લાવવું જોઈએ અને વિદાઈ પણ ન આપવી જોઈએ.
આ પણ વાંચો: Rahu Gochar: 2023માં રાહુ બદલશે પોતાની ચાલ, આ રાશિઓ વાળાને થશે લાભ જ લાભ
પંચકમાં તમારે લેવડ-દેવડ, ધંધાકીય સોદા જેવી બાબતોથી દૂર રહેવું જોઈએ.
જો તમે આ બધું કરશો તો તમને ધનહાનિ થઈ શકે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થા અને લોક માન્યતાઓ પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી.)
Published by:
Damini Patel
First published:
November 26, 2022, 1:13 PM IST