આ રાશિઓ માટે શુભ સાબિત થાય છે પીતામ્બરી નીલમ, જાણો ધારણ કરવાની યોગ્ય રીત અને ફાયદા

News18 Gujarati
Updated: November 9, 2022, 9:32 AM IST
આ રાશિઓ માટે શુભ સાબિત થાય છે પીતામ્બરી નીલમ, જાણો ધારણ કરવાની યોગ્ય રીત અને ફાયદા
પીતામ્બરી નીલમ,

Pitambari Neelam: રત્ન શાસ્ત્ર અનુસાર રત્ન ધારણ કરવાથી વ્યક્તિની કુંડળીમાં હાજર ગ્રહોની નકારાત્મક અસરોને ઘણી હદ સુધી ઓછી કરી શકાય છે. આ રત્નો માણસના નબળા ગ્રહોને મજબૂત બનાવે છે અને તેની ખરાબ અસરોને ઓછી કરીને માણસના જીવનમાં આવતી સમસ્યાઓને દૂર કરવામાં સક્ષમ બને છે.

  • Share this:
ધર્મ ડેસ્ક: મનુષ્યના જીવનમાં આવી રહેલા ઉતાર ચઢાવ માટે કુંડળીમાં હાજર ગ્રહોને અશુભ ઘરમાં ઉપસ્થિત હોવાનું માનવામાં આવે છે. ગ્રહોના અશુભ પ્રભાવથી વ્યક્તિ અનેક પ્રકારની સમસ્તઓનો સામનો કરે છે. આ પ્રભાવને ઓછા કરવા માટે અનેક પ્રકારના જ્યોતિષી ઉપાય કરે છે. એ ઉપરાંત રત્ન શાસ્ત્ર અનુસાર, ગ્રહોની નકારત્મક અસર ઓછી કરવા માટે રત્ન ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે. ભોપાલ નિવાસી જ્યોતિષી તેમજ પંડિત હિતેન્દ્ર કુમાર શર્મા જણાવી રહ્યા છે કે ગુરુ અને શનિ દેવ સાથે જોડાયેલ પીતામ્બરી નીલમ અંગે. આ રત્ન કઈ રાશિના જાતકો માટે શુભ હોય છે અને એને ધારણ કરવા માટે વિધિ છે આઓ જાણીએ.

પીતામ્બરી નીલમ કઈ રાશિ માટે ફાયદાકારક છે?

રત્ન શાસ્ત્ર અનુસાર જે લોકોની રાશિ કુંભ, મીન, ધનુ અને મકર છે તેમના માટે પિતામ્બરી નીલમ ધારણ કરવું ફાયદાકારક રહેશે. સાથે જ કુંડળીમાં ગુરુ અને શનિ કમજોર ન હોય તેનું ખાસ ધ્યાન રાખવું પડશે. તેમજ શત્રુ રાશિમાં વિરાજમાન ન હોય. આ સિવાય જો કોઈ વ્યક્તિની કુંડળીમાં ગુરુ અને શનિ પાંચમા, નવમા અને દસમા ભાવમાં ઉચ્ચ હોય તો તે પીતામ્બરી નીલમ પણ ધારણ કરી શકે છે.

આ પણ વાંચો: Shani Gemstone: શનિને પ્રિય છે આ રત્ન, ધારણ કરવા વાળા કોઈ દિવસ નહીં પડે પાછળ

પીતામ્બરી નીલમ ધારણ કરવાના લાભ

રત્ન શાસ્ત્ર અનુસાર જે વ્યક્તિ પીતામ્બરી નીલમ ધારણ કરે છે તેનો બૌદ્ધિક વિકાસ સારો થાય છે. આ રત્ન ધારણ કરવાથી બુદ્ધિ તેજ બને છે, કામ કરવાની શૈલીમાં વૃદ્ધિ થાય છે, વ્યક્તિ સર્જનાત્મક રીતે કામ કરે છે. જે લોકોના વિવાહિત જીવનમાં સમસ્યાઓ છે તેઓ પિતામ્બરી નીલમ ધારણ કરી શકે છે. પીતામ્બરી નીલમ ધારણ કરવાથી વ્યક્તિ ધન સંબંધિત સમસ્યાઓમાંથી મુક્તિ મેળવે છે અને આવકના નવા સ્ત્રોત બને છે. જો કોઈ વ્યક્તિનું કામ ગુરુ અથવા શનિ સાથે સંબંધિત હોય તો તેના માટે પિતાંબરી નીલમ ધારણ કરવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.આ પણ વાંચો: Vastu Tips: ઘરમાં આ પાંચ વૃક્ષ-છોડ લગાવવાનું ટાળો, થઇ શકે છે આર્થિક નુકસાનપીતામ્બરી નીલમ ધારણ કરવાની યોગ્ય વિધિ

રત્ન શાસ્ત્ર અનુસાર મનુષ્યએ સવા 7થી સવા 8 રત્તીનું પીતામ્બર ધારણ કરવું જોઈએ. એને પંચધાતુની વીંટીમાં મધ્ય આંગળીમાં ધારણ કરવું શુભ માનવામાં આવે છે. પીતામ્બરી નીલમ ધારણ કરવા માટે ગુરુવાર અને શનિવાર સૌથી સારા દિવસ માનવામાં આવે છે. આ રત્નને ધારણ કરવા પહેલા ગાયનું દૂધ અને ગંગાજળથી શુદ્ધ કરી લેવું જોઈએ.
Published by: Damini Patel
First published: November 9, 2022, 9:32 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading