ગ્રહણ પછીના ગોચર ગ્રહો તમારી રાશિમાં કરશે આ બદલાવ, જ્યોતિષાચાર્યે કરી આ મહત્વની વાત

News18 Gujarati
Updated: November 9, 2022, 7:45 AM IST
ગ્રહણ પછીના ગોચર ગ્રહો તમારી રાશિમાં કરશે આ બદલાવ, જ્યોતિષાચાર્યે કરી આ મહત્વની વાત
Chandra Grahan Rashifal 2022

Chandra Grahan Rashifal: 8 નવેમ્બર 2022 ના રોજ કાર્તિક પૂર્ણિમાના દિવસે એટલે કે દેવદિવાળી (Dev Diwali 2022) ના દિવસે ખગ્રાસ ચંદ્રગ્રહણ બાદ દશેક દિવસમાં ચાર ગ્રહો પોતાની ચાલ બદલી રહ્યા છે મંગળ વક્રી ચાલે ફરી વૃષભ રાશિ માં આવશે જયારે શુક્ર બુધ અને સૂર્ય વૃશ્ચિકમાં જઈ રહ્યા છે જ્યાં તેનો વક્રી મંગળની સાતમી દ્રષ્ટિમાં આવશે.

  • Share this:
Chandra Grahan Rashifal: રોહિત જીવાણી દ્વારા, 8 નવેમ્બર 2022 ના રોજ કાર્તિક પૂર્ણિમાના દિવસે એટલે કે દેવદિવાળી (Dev Diwali 2022) ના દિવસે ખગ્રાસ ચંદ્રગ્રહણ બાદ દશેક દિવસમાં ચાર ગ્રહો પોતાની ચાલ બદલી રહ્યા છે. મંગળ વક્રી ચાલે ફરી વૃષભ રાશિમાં આવશે, જ્યારે શુક્ર બુધ અને સૂર્ય વૃશ્ચિકમાં જઈ રહ્યા છે. જ્યાં તેનો વક્રી મંગળની સાતમી દ્રષ્ટિમાં આવશે. હાલમાં સૂર્ય બુધ અને શુક્ર શનિ અને રાહુની દ્રષ્ટિમાં કેતુ સાથે છે, જ્યારે આગામી દિવસોમાં તેઓ અલગ થશે અને મંગળની દ્રષ્ટિમાં રહેશે. વળી મંગળ વક્રી થઇ વૃષભ રાશિમાં આવે છે, જે ખેલજગતના કેટલાક ખેલાડીઓને કમબેક કરાવતો જોવા મળશે.

તો બીજી તરફ વૃશ્ચિક રાશિ એ ગૂઢ શાસ્ત્રોની રહસ્યોની રાશિ છે, મૃત્યુની રાશિ છે માટે આ ગ્રહો ગૂઢ બાબતો તરફ લોકોની રુચિ વધારશે. વળી આ સમયમાં કાવાદાવા થતા જોવા મળશે અને કેટલાક ખૂબ ધનવાન લોકોના વિલ અંગે આ સમયમાં મોટા વિવાદો સામે આવતા જોવા મળશે.

બીજી તરફ શુક્ર વૃશ્ચિકમાં આવવાથી કલા જગતના કોઈ સિતારાને કે સિનેજગતના કોઈ સિતારાને ગુમાવવાનો સમય આવી શકે છે, જ્યારે સૂર્ય પણ વૃશ્ચિકમાં ખૂબ નામના પામેલા ઉદ્યોગપતિ કે અધિકારી કે નેતાની નિવૃત્તિ કે વિદાય દર્શાવે છે.

આ પણ વાંચો:  Chandra Grahan 2022: કેવી થશે ચંદ્રગ્રહણની અસરો? સારી કે ખરાબ? બ્લડ મૂનની મહત્વની વાતો

એક પખવાડિયામાં આવેલા બે ગ્રહણની અસર આગામી દિવસોમાં જોવા મળશે અને વૈશ્વિક રીતે મંદીનો માહોલ જોવા મળી શકે છે. વળી વિશ્વની મહાસત્તાઓ પણ આ સમયમાં પોતાની અર્થવ્યવ્યસ્થા ઠીકઠાક કરતી જોવા મળશે અને મોટી કંપનીઓ પોતાના ખર્ચ પર કાપ મૂકતી જોવા મળશે. કોઈ મોટા પ્લાન્ટ આ સમયમાં બંધ થવાના સમાચાર આવશે અને ખાસ એ વાત કે કોઈ મોટી ખાણને પણ કોઈ કારણસર આ સમયમાં બંધ કરવામાં આવશે. ગ્રહણ પછીની સ્થિતિમાં આ ગ્રહોના પરિવર્તનની રાશિ મુજબ શું અસર થશે તે જોઈએ:

મેષ (અ,લ,ઈ) : આ સમયમાં તમારા જીવનમાં પરિવર્તન, ટ્રાન્સફોર્મેશન આવતું જોવા મળશે અને તમે જીવનના નવા પાઠ શીખશો.વૃષભ (બ,વ,ઉ) : જાહેર જીવનમાં અને સામાજિક રીતે તમે વધુ આગળ વધી શકશો.
મિથુન (ક,છ,ઘ) : જીવનમાં નિયમિતતા કેળવવી જરૂરી બનશે અને તબિયતની કાળજી લેવી.કર્ક (ડ,હ) : વિદ્યાર્થીવર્ગ માટે સમય સારો રહેશે, લાગણીના સંબંધોમાં પણ સારું રહે.
સિંહ (મ,ટ) : પ્રોપર્ટી અંગે યોગ્ય નિર્ણય લઇ શકશો ધાર્યા કામ પાર પાડી શકશો .
કન્યા (પ ,ઠ ,ણ ) : ભાઈ ભાંડુ સુખ સારું રહે, નવા સાહસમાં આગળ વધી શકશો.

તુલા (ર,ત) : આર્થિક બાબતોમાં સારું રહેશે પરિવાર કુટુંબની જવાબદારી વધુ રહે.
વૃશ્ચિક (ન ,ય ) : કેટલીક બાબતમાં તમને અસંતોષ રહેશે, કોઈ બાબતમાં ભૂલ થઇ હોય તેવું લાગે
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): ખર્ચ પર અંકુશ રાખવો જરૂરી બને છે, બિનજરૂરી વિવાદમાં ન પડવા સલાહ છે.

આ પણ વાંચો:  વક્રી મંગળ ખોલશે આ 4 રાશિઓ માટે સમૃદ્ધિના દ્વાર, બની રહ્યો છે વિપરીત રાજયોગ

મકર (ખ ,જ ) : પ્રણયમાર્ગે આગળ વધી શકો,અવાક માં વૃદ્ધિ થાય, સમય એકંદરે સારો રહે.
કુંભ (ગ ,સ,શ ) : કોર્ટ કચેરીમાં રાહત થાય, અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.
મીન (દ ,ચ ,ઝ ,થ): ભાગ્યોદયની તક મળે, આગળ વધી શકો ,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

લેખક પરિચય: જ્યોતિષાચાર્ય શ્રી રોહિત જીવાણી છેલ્લા 25 વર્ષથી વૈદિક જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર સાથે સંકળાયેલા છે. દેશ- પરદેશમાં તેમના લેખ વંચાય છે અને સમયની એરણે તેમના કથન સત્ય પુરવાર થતા જોવા મળ્યા છે. કાર્મિક જ્યોતિષમાં તેમનું રિસર્ચ સંશોધકોનું ધ્યાન ખેંચનારુ છે. તેમનો સંપર્ક સૂત્ર 7990500282 છે. 
Published by: Rahul Vegda
First published: November 8, 2022, 8:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading