દિલજીત દોસાંજ બાદ હવે ખેડૂતોને મળ્યો પ્રિયંકા ચોપરાનો સપોર્ટ, VIRAL POST

News18 Gujarati
Updated: December 7, 2020, 10:57 AM IST
દિલજીત દોસાંજ બાદ હવે ખેડૂતોને મળ્યો પ્રિયંકા ચોપરાનો સપોર્ટ, VIRAL POST
પ્રિયંકા ચોપરા આવી ખેડૂતોનાં સમર્થનમાં

બોલિવૂડથી હોલિવૂડ સુધી ઓળખ બનાવી ચુકેલી એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) ભલે હાલમાં દેશની બહાર રહેતી હોય, પણ સોશિયલ મીડિયા દ્વારા તે ભારતમાં શું ચાલી રહ્યું છે તેનાં પર ધ્યાન રાખે છે અને પોતાનો મત પણ જણાવે છે.

  • Share this:
નવી દિલ્હી: બોલિવૂડથી હોલિવૂડ સુધી ઓળખ બનાવી ચુકેલી એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) ભલે હાલમાં દેશની બહાર રહેતી હોય, પણ સોશિયલ મીડિયા દ્વારા તે ભારતમાં શું ચાલી રહ્યું છે તેનાં પર ધ્યાન રાખે છે અને પોતાનો મત પણ જણાવે છે. હવે ખેડૂત આંદોલન (Kisaan Aandolan) પર એક ટ્વિટ કરી ખેડૂતોનું સમર્થન કર્યું છે. કેન્દ્ર દ્વારા લાગૂ કરવામાં આવેલાં ત્રણ કૃષિ કાયદાઓને નિરસ્ત કરવાની માંગણી કરી રહેલાં પ્રદર્શનકારી ખેડૂતોની સાથે એકજૂટતા વ્યક્ત કરતાં તેણે કહ્યું કે, ખેડૂતોને આશા છે કે, તેને પૂર્ણ કરવામાં આવે.

પ્રિયંકાની ટ્વિટ થઇ વાયરલ

પ્રિયંકાએ દિલજીત દોસાંજની એક ટ્વિટને રીટ્વિટ કરતાં લખ્યું છે કે, 'આપણાં ખેડૂત ભારતનાં ખાદ્ય સૈનિક છે, તેમનાં ડરને દૂર કરવાની જરૂર છે. તેમની આશાઓ પર ખરા ઉતરવાની જરૂ છે. એક સંપન્ન લોકતંત્રનાં રૂપમાં. આપણે આ સુનિશ્ચિત કરવું જોઇએ કે, આ સંકટનો બાદમાં જલદી જ ઉકેલ આવે.' ખરેખરમાં દિલજીતે તેની ટ્વિટમાં સિંધૂ બોર્ડરની કેટલીક તસવીરો શેર કરી લખ્યું હતું કે, 'વાત પ્રેમથી કરો.. કોઇપણ ધર્મ લડાઇ નથી શીખવતું.' હાલમાં જ દિલજીતને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (NCR)માં સિંધૂ બોર્ડર પર જોવામાં આવ્યો હતો. તે ત્યાં ખેડૂતોનાં સમર્થનમાટે આવ્યો હતો.આપને જણાવી દઇએ કે, ખેડૂત આંદોલન આ સમયે દેશનો સૌથી મોટો મુદ્દો બની ગયો છએ. ખેડૂતોએ 8 ડિસેમ્બરનાં 'ભારત બંધ'ની જાહેરાત કરી છે. અને ચેતાવણી આપી છે કે, જો સરકાર તેની માંગણીઓ નહીં માને તો, આંદોલન તેજ કરવાંમાં આવશે. તથા રાષ્ટ્રીય રાજધાની સુધી પહોંચતા તમામ માર્ગો બંધ કરી દેવામાં આવશે.
Published by: Margi Pandya
First published: December 7, 2020, 10:55 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading