Bigg Boss 14 પાર્ટીમાં અર્શી ખાનને જોઇને બોલ્યો સલમાન, 'આ શું પહેરીને આવી ગઇ'
News18 Gujarati Updated: February 26, 2021, 5:11 PM IST
સલમાન ખાનની સાથે અર્શી ખાન
અર્શી ખાન (Arshi Khan)ને જોઇ લોકોએ હોલિવૂડ સુપરસ્ટાર લેડી ગાગાને યાદ કરી. આ ડ્રેસમાં તેને જોઇ સૌ કોઇ ચોકી ગયું હતું. પાર્ટીમાં સલમાન ખાન (Salman Khan)એ પણ અર્શીને જોઇને કમેન્ટ પાસ કરી હતી.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બિગ બોસ સિઝન 14 (Bigg Boss 14) પૂર્ણ થઇ ગયો છે. પણ તેની ચર્ચા પૂર્ણ થઇ નથી. બિગ બોસ 14ની વિનર ભલે રુબીના દિલૈક (Rubina Dilaik) વિજેતાની ટ્રોફી તેનાં નામે કરી હોય પણ ઘરનાં ઘણાં સભ્યો એવાં હતાં જેમણે દર્શકોનું દિલ જીત્યું અને તેઓ પણ જીતની ટ્રોફીનાં સંપૂર્ણ દાવેદાર હતાં. ત્યારે હાલમાં જ બિગ બોસ સિઝન 14ની ફિનાલે પાર્ટીમાં પહોંચેલી અર્શી ખાન (Arshi Khan)ની ડ્રેસ હાલમાં ખુબજ ચર્ચામાં છે. તેને જોઇ લોકોને હોલિવૂડ સુપરસ્ટાર લેડી ગાગા યાદ આવી ગઇ. આ ડ્રેસમાં તેને જોઇ સૌ કોઇ દંગ રહી ગયુ હતું. પાર્ટીમાં સલમાન ખાન પણ અર્શીને જોઇ પ્રતિક્રિયા આપ્યા વગર રહી શક્યો ન હતો.
બિગ બોસ 14 (Bigg Boss 14) ની ફિનાલેમાં પહેરેલી તેની ડ્રેસ સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ રહી છે.યૂઝર્સે આરોપ લગાવ્યો કે, અર્શી ખાને બિગ બોસની ફિનાલેમાં જે ડ્રેસ પહેરી હતી તે હોલિવૂડ સુપરસ્ટાર લેડી ગાગાની કોપી છે. લેડી ગાગાએ MTV Video Music Awards 2020 માં આ ડ્રેસ પહેરી હતી. જોકે, તેની ડ્રેસ સિલ્વર રંગની હતી અને અર્શીની ડ્રેસ ગોલ્ડન કલર કલરની હતી.

l///
અર્શી ખાને જણાવ્યું હતું કે, 'તે ડ્રેસ જ એવી હતી. ફિનાલે બાદ જ્યારે પાર્ટીમાં પહોચ્યા તો સલમાન સાહબ પણ કહેતા હતાં.. અર્શી.. આ શું પહેરીને આવી છે? તેણે વધુમાં કહ્યું કે, ડિઝાઇનર જે આઉટફિટ મોકલે છે તેને ફિનાલેની પાર્ટીમાં પહેરવાનો નિર્ણય કર્યો છે. અર્શીએ વધુમાં કહ્યું કે, સલમાન સાહબને જોઇને મને કહ્યું કે, 'તૂ બિગ બોસનો સોફા પહેરીને આવી છે.'
બિગ બોસે તેની આ જર્નીની વાત કરતાં અર્શીએ કહ્યું કે, તેની માતા તેને શોમાં મળેલી સ્ક્રીન સ્પેસથી ખુશ છે. આ દરમિયાન વિકાસ ગુપ્તા અને તેનો પરિવાર અંગે વાત કરવાંમાં આવતા અર્શીએ તેનાં અંગે વાત કરવાની ના પાડી હતી. તેણે ક્હયું કે, 'કેમ ખાલી ખોટી વાત કરીએ, કેમ આવું ને કેમ તેવું? આ બધાનો ફાયદો શું છે.'
અર્શીએ કહ્યું કે, તે હવે ઇવેન્ટ્સની જગ્યાએ એક્ટિંગ પ્રોજેક્ટ્સ પર ધ્યાન આપશે. 'બિગ બોસ 11' બાદ, મે એક્ટિંગ પર વધુ ધ્યાન આપ્યું નથી. તેણે કહ્યું કે, હવે હું એક્ટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરીશ. તે ટીવી શો હોય કે ફિલ્મ હોય. હું બે ત્રણ પ્રોજેક્ટ પર કામ કરીશ.
Published by:
Margi Pandya
First published:
February 26, 2021, 5:03 PM IST