બિકિની પોસ્ટ પર ટ્રોલ કરનારાને કંગનાનો જડબાતોડ જવાબ, 'ધર્મ પર ચાલો તેનાં ઠેકેદાર ન બનો'

News18 Gujarati
Updated: December 24, 2020, 10:09 AM IST
બિકિની પોસ્ટ પર ટ્રોલ કરનારાને કંગનાનો જડબાતોડ જવાબ, 'ધર્મ પર ચાલો તેનાં ઠેકેદાર ન બનો'
કંગના રનૌટ ટ્વિટર

કંગના રનૌટે હાલમાં જ તેને ટ્રોલર્સનો ઉધડો લેતા કહ્યું કે, 'ધર્મ પર ચાલો, ઠેકેદાર ન બનો. જય શ્રી રામ' કંગનાએ તેની એક ટ્વીટની સાથે તેની એક ક્લોઝઅપ તસવીર શેર કરી છે. જેમાં તે ગ્રે કલરનો સુંદર સ્કાર્ફ પહેરેલી નજર આવે છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌટે બુધવારનાં બિકિનીમાં તેની એક તસવીર શેર કરી છે. જે માટે તેને ખુબજ ટ્રોલ રવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર તેની ક્લાસ લગાવતા યૂઝર્સે તેને પુછ્યું કે, બીજાને ભારતીય સંસ્કૃતિની શીખ આપનાર કંગના સાડીથી સીધી બિકિનીમાં કેવી રીતે આવી ગઇ, કંગના રનૌટે તેણે ટ્વિટ કરતાં જવાબ આપ્યો છે.

એક્ટ્રેસે લખ્યું કે, 'કેટલાંક લોકો મારી બિકિની તસવીર જોઇ મને ધર્મ અને સનાતન અંગે લેક્ચર આપી રહ્યાં છે. જો ક્યારેય મા ભૈરવી વાળ ખોલી, વસ્ત્રહીન, લોહી પીનારી છબિ સામે આવી જાય છે. તમારું શું થશે? કંગનાએ તેની ટ્વિટ દ્વારા કહ્યું કે, આ રીતે વાતો કરનારા લોકોની સામે ક્યારેય મા ભૈરવી વસ્ત્રહીન થઇને આવી જાય તો તમારું શું થશે? તમારી તો ડરીને ફાટી જશે. પોતાને ભક્ત કહો છો ધર્મ પર ચાલો.. તેનાં ઠેકેદાર ન બનો.. જય શ્રી રામ'

કંગનાના આ ટ્વિટની સાથે તેણે તેની એક ક્લોઝઅપ તસવીર શેર કરી છે. જેમાં તે ગ્રે કલરનો સુંદર સ્કાર્ફ પહેરેલી નજર આવે છે. આપને જણાવી દઇએ કે, કંગનાએ જે બિકિની ફોટો ટ્વિટર પર શેર કર્યો હતો તેમાં તે દરીયા કિનારે તડકે બેઠેલી નજર આવે છે.

તસવીર શેર કરતાં કંગનાએ લખ્યું કે, 'મેક્સિકો મારા માટે ઘણી જ એક્સાઇટિંગ જગ્યા રહી છે. જગ્યા સુંદર છે પણ બિલ્કુલ અનપ્રિડિક્ટેબલ. આ ફોટો મેક્સિકોનાં Tulum ની છે.' આપને જણાવી દઇએ કે, કંગના રનૌટ સોશિયલ મીડિયા પર તેનાં નિવેદનને કારણે ઘણી વખત ચર્ચામાં રહે છે.કંગનાનાં વર્કફ્રન્ટની વાત કરીએ તો તે જલદી જ થલાઇવીમાં જયલલિતાનું કિરદાર અદા કરતી નજર આવશે.
Published by: Margi Pandya
First published: December 24, 2020, 10:09 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading