FACT CHECK: તૈમુર સાથે નાનકડા બાળકનો ફોટો વાયરલ, શું આ છે કરીના-સૈફનો નાનો દીકરો

News18 Gujarati
Updated: February 25, 2021, 10:15 AM IST
FACT CHECK: તૈમુર સાથે નાનકડા બાળકનો ફોટો વાયરલ, શું આ છે કરીના-સૈફનો નાનો દીકરો
કરીના દીકરા તૈમૂર અલી ખાન સાથે

કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) બીજા બાળકની માતા બની ગઇ છે. તેણે 21 ફેબ્રુઆરી 2021નાં તેનાં બીજા દીકરાને જન્મ (Kareena Kapoor Khan New Born) આપ્યો છે. અને હવે તે હોસ્પિટલમાંથી પણ પરત આવી ગઇ છે. ત્યારે તૈમૂરની એક નાનકડાં બાળક સાથેની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. શું તે સૈફ-કરીનાનો બીજો દીકરો છે કે આ સોશિયલ મીડિયા પર વાયરલ થતા ફેક ન્યૂઝ છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કરીના કપૂર ખાનનાં (Kareena Kapoor Khan)બીજા દીકરાનો જન્મ 21 ફેબ્રુઆરીનાં રોજ થયો છે. ત્યારથી જ નાનકડું મહેમાન ચર્ચામાં છે. આમ તો કરીના કપૂર અને સૈફ અલી ખાને ઓગસ્ટ મહિનામાં કરીનાની બીજી પ્રેગ્નેન્સી (Kareena Kapoor Khan New Born) અંગે જાહેરાત કરી હતી. ત્યારથી જ આવનારા મહેમાનની ચર્ચા થવા લાગી છે. ત્યારે સૈફ અને કરીનાએ એક સત્તાવાર નિવેદન આપતાં લખ્યું હતું કે ,'અમે આ જણાવતા ઘણાં આનંદીત છી એ કે, અમે અમારા પરિવારમાં વધારો કરી રહ્યાં છે !! આપ સૌનાં સપોર્ટ અને શુભેચ્છા માટે આભાર.'

જ્યારથી સૈફ અલી ખાન (Saif Ali Khan) અને કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan)એ તેમનાં બીજા બાળકનાં આગમનની જાહેરાત કરી હતી ત્યારથી જ તે ચર્ચામાં છે. હવે જ્યારે તે આ દુનીયામાં આવી ગયો છે તો તેને જોવા માટે સૌ કોઇ આતુર છે. ત્યારે હાલમાં કપૂર અને ખાન પરિવારનાં સભ્યો સૈફ કરીનાનાં નવાં ઘરની વારંવાર મુલાકાત લેતા નજર આવી રહ્યાં છે.








View this post on Instagram






A post shared by Naina Sawhney (@nainas89)






એવામાં તૈમુરની (Taimur Ali Khan) એક તસવીર વાયરલ થઇ છે જેમાં તે નાનકડાં બાળકને ખોળામાં લઇને બેઠો છે. આ બાળક તૈમુરનો નાનો ભાઇ છે તેવી વાતો સોશિયલ મીડિયા પર થઇ રહી છે. જોકે આ ફેક ન્યૂઝ છે. કારણ કે આ કરીનાની ખાસ મિત્રની દીકરી સીયા છે. જેની તસવીર કરીનાની મિત્રએ થોડા સમય પહેલાં તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરી હતી. હજુ સુધી તૈમુરનાં નાના ભાઇ એટલે કે સૈફ -કરીનાનાં બીજા બાળકની તસવીર સામે આવી નથી. સોશિયલ મીડિયા પર જે પણ તસવીરો ફરી રહી છે તે તમામ ફેક છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, કરીના કપૂર ખાન આમિર ખાનની સાથે લાલ સિંઘ ચડ્ઢા ફિલ્મમાં નજર આવશે. આ ફિલ્મ 'Forest Gump'ની રિમેક છે. જ્યારે સૈફ અલી ખાન પ્રભાસની સાથે 'આદીપુરુષ' ફિલ્મમાં નજર આવશે. આ ફિલ્મમાં તે રાવણનું કિરદાર અદા કરતો નજર આવશે.
Published by: Margi Pandya
First published: February 25, 2021, 10:10 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading