શર્મિલા ટાગોરે હજુ સુધી નથી જોયો પટોડી ખાનદાનનાં ત્રીજા વારીસને, આ છે કારણ!

News18 Gujarati
Updated: February 26, 2021, 6:10 PM IST
શર્મિલા ટાગોરે હજુ સુધી નથી જોયો પટોડી ખાનદાનનાં ત્રીજા વારીસને, આ છે કારણ!
કરીના અને સૈફ

કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) એ 21 ફેબ્રુઆરીનાં એટલે કે રવિવારનાં માતા બની છે. તે ડિસ્ચાર્જ પણ થઇ ગઇ છે. અને ઘરે આવી ગઇ છે. છતાં દાદી શર્મિલા ટાગોર (Sharmila Tagore) હજુ સુધી પૌત્રને મળવાં પહોંચી નથી.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: આમ તો કહેવત છે, 'મૂડીથી વધુ વ્યાજ વ્હાલું હોય છે.' દાદા દાદી અને નાના નાની તેમનાં પોત્ર પોત્રી દોહીત્ર દોહીત્રી પર પર ખુબ પ્રેમ વરસાવતા હોય છે. પણ કરીના અને સૈફનાં બીજા બાળકને જોવા માટે હજુ સુધી શર્મિલા ટાગોર (Sharmila Tagore) પૌત્રને જોવા હજુ સુધી આવી નથી. કરીના કપૂર (Kareena Kapoor) 21 ફેબ્રુઆરીનાં એટલે કે રવિવારે માતા બની છે. કરીનાને હોસ્પિટલમાંથી રજા મળી ગઇ છે. અને તે તેનાં ઘરે પણ આવી ગઇ છે. પણ દાદી શર્મિલા હજુ સુધી પૌત્રને મળી શકી નથી.સ્પોટબોયની ખબર મુજબ, શર્મિલા ટાગોર હાલમાં દિલ્હીમાં છે અને કોરોનાનાં વધતા કેસને કારણે તે દિલ્હીથી મુંબઇ નથી આવી શકી. તેનાં માટે હાલનાં સમયમાં ટ્રાવેલ કરવું યોગ્ય નથી આ કારણે તે નાનકડાં પટોડીને મળી નથી શકી.

(PHOTO: Instagram @kareenakapoorteam)


આપને જણાવી દઇએ કે, કરીના બીજી વખત માતા બની છે ત્યારથી તેને વધામણીઓ મળી રહી છે. મલાઇકા અરોરા (Malaika Arora), અર્જુન કપૂર (Arjun Kapoor), સોહા ખાન, કુનાલ ખેમૂ, સહીત ઘણાં સ્ટાર્સ કરીનાનાં બીજા બાળકને મળવાં પહોચી ગયા છે. ગુરવારે સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દીકરી સારા અલી ખાન (Sara Ali Khan) સાવકા ભાઇ માટે ગિફ્ટ લઇને પહોંચી હતી.

આપને જણાવી દઇએ કે, સૈફ અલી ખાન ચોથી વખત પિતા બન્યા છે. આ પહેલાં અમૃતા અને સૈફનાં બે બાળકો સારા અને ઇબ્રાહિમ છે. તો સૈફ અને કરીનાનો પહેલો દીકરો તૈમૂર ચાર વર્ષનો છે. અને હવે તેને બીજો દીકરો થયો છે.
Published by: Margi Pandya
First published: February 26, 2021, 5:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading