મુકેશ અંબાણી અને નીતા અંબાણી બન્યા દાદા-દાદી, દીકરા આકાશનાં ઘરે પુત્રનો જન્મ

News18 Gujarati
Updated: December 10, 2020, 2:24 PM IST
મુકેશ અંબાણી અને નીતા અંબાણી બન્યા દાદા-દાદી, દીકરા આકાશનાં ઘરે પુત્રનો જન્મ
શ્લોકા અંબાણીએ દીકારને આપ્યો જન્મ

દીકરાનાં જન્મથી આખો અંબાણી પરિવાર ખુશ છે. નીતા અંબાણી અને મુકેશ અંબાણી પહેલી વખત દાદા દાદી બન્યા છે

  • Share this:
મુંબઇ:  દેશના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી હવે દાદા બની ચૂક્યા છે. ભગવાન શ્રીકૃષ્ણની અસીમ કૃપાથી મુકેશ અંબાણી અને નીતા અંબાણીનાં દીકરા આકાશ અંબાણી પિતા બની ગયા છે. આકાશ અંબાણીની પત્ની શ્લોકાએ આજે સવારે 11 વાગ્યે દીકરાને જન્મ આપ્યો છે. શ્લોકા અંબાણીએ મુંબઇમાં જ તેમનાં પહેલાં સંતાનને જન્મ આપ્યો છે.

દીકરાનાં જન્મથી આખો અંબાણી પરિવાર ખુશ છે. નીતા અંબાણી અને મુકેશ અંબાણી પહેલી વખત દાદા દાદી બન્યા છે તેમજ કોકીલાબેન અંબાણીએ પ્રપૌત્રનો ચહેરો જોયો છે ત્યારે  અંબાણી પરિવારનો હરખ સમાતો નથી. હાલમાં મહેતા અને અંબાણી બંને પરિવારમાં ખુશીનો માહોલ છે.

આ પણ વાંચો- કંગના રનૌટે કર્યું મંદિર બનાવવાનું એલાન, બોલી- 'મા દુર્ગાએ મને પસંદ કરી છે.'

9 માર્ચ 2019નાં રોજ  આકાશ અને શ્લોકાના લગ્ન થયા હતા. તેમના લગ્નની ઉજવણી દેશ અને દુનિયાભરમાં ભારમાં યાગદાર બની હતી. ગોવાના તાજ એક્ઝો ટિકા રિસોર્ટ એન્ડ સ્પામાં આકાશ અંબાણી અને શ્લોકા મહેતાની પ્રી-એન્ગેજમેન્ટ સેરેમની યોજાઈ હતી. આ સમયે બંનેએ ફોટોશૂટ પણ કરાવ્યું હતું એક અહેવાલ અનુસાર, આકાશ અંબાણીએ આ જ સમયે શ્લોકાને પ્રપોઝ કર્યું હતું. તેણે આ માટે ડાયમંડ રિંગ શ્લોકાને પહેરાવી હતી.

એક અહેવાલ અનુસાર, આકાશ અંબાણીએ શ્લોકાને આપેલી ડાયમંડ રિંગની કિંમત 1 કરોડ રૂપિયા જેટલી છે. જોકે આ રિંગની કિંમત વધુ હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે.
Published by: Margi Pandya
First published: December 10, 2020, 2:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading