Sonu Sood સિલાઇ મશીન ચલાવતો આવ્યો નજર, 'પેન્ટની જગ્યાએ નિકર બની જાય તો ગેરન્ટી નહી'
News18 Gujarati Updated: January 17, 2021, 10:10 AM IST
સીલાઇ મશીન ચલાવતો સોનૂ સૂદ
વીડિયો સોનૂ સૂદે (Sonu Sood) પોતે તેનાં ઓફિશિયલ ટ્વિટર અકાઉન્ટ પર શેર કર્યો છે. જેમાં એક્ટર સિલાઇ કરતો નજર આવે છે. વીડિયો શેર કરતાં સોનૂ સૂદે મજેદાર કેપ્શન શેર કરી છે. જેને વાંચીને આપ હસવા લાગશો.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કોરોના કાળ (CoronaVirus)માં બોલિવૂડ એક્ટર સોનૂ સૂદે હજારો ગરીબોની મદદ કરી હતી. સોનૂ સૂદ (Sonu Sood)ને ન ફક્ત આર્થિક પણ અલગ અલગ રીતે જરૂરતમંદોની મદદ કરી હતી. જેને માટે સોનૂ સૂદ ક્યારેક નારિયળ પાણી વેચનારો બન્યો તો ક્યારેક ફૂડ સ્ટોરમાં કૂક કરતો નજર આવ્યો. એક વખત ફરી સોનૂ સૂદ (Sonu Sood Video) અલગ અલગ અંદાજમાં નજર આવ્યો. કૂક અને નારિયળ પાણી વેચ્યા બાદ સોનૂ સૂદ દરજી બન્યો તેનો આ વીડિયો ઇન્ટરનેટ પર તેજીથી વાયરલ થઇ રહ્યો છે.
આ વીડિયોને સોનૂ સૂદે પોતે તેનાં ઓફિશિયલ ટ્વિટર પેજ પર શેર કર્યો છે. જેમાં તે એક સિલાઇ મશીન પર બેઠેલો નજર આવે છે અને કંઇક સીવતો દેખાય છે. આ વીડિયો શેર કરતાં સોનૂ સૂદે જે લખ્યું છે તે વાંચીને આપ હસી પડશો. વીડિયો શેર કરતાં સોનૂ સૂદ લખે છે કે, 'અહીં મફતમાં સિલાઇ કરવામાં આવે છે. પણ પેન્ટની જગ્યાએ નિકર બની જાય, તેની અમારી ગેરન્ટી નથી.' સોનૂ સૂદનો આ મજાકિયા અંદાજ તેનાં ફેન્સની વચ્ચે ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે.
20 સેકેન્ડનાં આ વીડિયોમાં સોનૂ સૂદ ખુબજ લગન સાથે સિલાઇ કરતો નજર આવે છે. જ્યાં તે સંપૂર્ણ શિદ્દત સાથે કામ કરી રહ્યો છે. ન ફક્ત સોનૂ સૂદ સિલાઇ કરે છે પણ સાથે જ લોકોને હસાવવાનું કામ કરી રહ્યો છે. લોકડાઉન બાદથી જ સોનૂ સૂદ ઘણો એક્ટિવ છે. લોકડાઉનની વચ્ચે સોનૂ સૂદ 'ગરીબો કા મસીહા' નામથી ફેમસ થઇ ગયો છે. તેનાં નેક કામોથી સોનૂ લોકોનાં દિલોમાં રાજ કરવા લાગ્યો છે.
Published by:
Margi Pandya
First published:
January 17, 2021, 10:10 AM IST