સૂરજ પંચોલીએ 'દિશા સાલિયાન' સાથેની તસવીર વાયરલ થતા મીડિયાનો લીધો ઉધડો, જણાવ્યું સત્ય

News18 Gujarati
Updated: August 6, 2020, 3:04 PM IST
સૂરજ પંચોલીએ 'દિશા સાલિયાન' સાથેની તસવીર વાયરલ થતા મીડિયાનો લીધો ઉધડો, જણાવ્યું સત્ય
સૂરજ પંચોલી મિત્રો સાથે (File Photo)

સોશિયલ મીડિયા (Social Media) પર એક તસવીર વાયરલ થઇ જેમાં સૂરજ પંચોલી એક યુવતી સાથે નજર આવે છે જે દિશા સાલિયાન જેવી જ દેખાય છે પણ આ તસવીર દિશાની નથી.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)નાં નિધન બાદ તેની CBI તપાસની માંગણી થઇ અને ફાઇનલી તેને મંજૂરી પણ મળી ગઇ. સુશાંતની મોતનાં 6 દિવસ પહેલાં જ તેની એક્સ મેનેજર દિશા સાલિયાને પણ આત્મહત્યા કરી લીદી હતી. (Disha Salian Suicide Case) દિશાનાં કેસ અંગે પણ દરરોજ નવાં ખુલાસા થાય છે. દિશા અને સુશાંતનાં કેસમાં સતત એક્ટર સૂરજ પંચોલી (Sooraj Pancholi)નું નામ આવે છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઇ જેમાં સૂરજ એખ યુવતી સાથે જોવા મળે છે જે ઘણાં ખરાં અંશે દિશા જેવીજ દેખાય છે. હાલમાં જ એક ખાનગી ન્યૂઝ ચેનલમાં દાવો કરવામાં આવ્યો કે આ તસવીર દિશાની છે. આ ખબર બાદ સૂરજ ગુસ્સે થઇ ગયો હતો અને આ તસવીરની સચ્ચાઇ તેણે તેનાં ઇન્સ્ટાગ્રામ પર મુકી હતી.

આ તસવીર વાયરલ થયા બાદ સૂરજ પંચોલી (Sooraj Pancholi)એ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી અને તસવીરની સત્યતા જણાવતા લખ્યુ હતું કે, 'આ તદ્દન ખોટી ન્યૂઝ છે. શું આ તે જ મીડિયા છે જેનાં પર વિશ્વાસ કરવાનું કહવેમાં આવે છે આ ફોટો વર્ષ 2016નો છે. તસવીરમાં જે યુતવી છે તે દિશા નથી પણ મારી મિત્ર અનુશ્રી છે. તસવીરમાં નજર આવનારી આ યુવતી ભારતમાં નથી રહેતી.'

સૂરજે ફરી કહ્યું કે, તે દિશાને ક્યારેય મળ્યો નથી. સૂરજ એમ પણ લખે છે કે, તેનું નામ આ કેસમાં ન ઢસેડવામાં આવે. લોકોનું બ્રેનવોશ ન કરવામાં આવે અને તેમને પરેશાન ન કરવામાં આવે.

આ પણ વાંચો- તારક મહેતામાં પરત આવશે દિશા વાકાણી, રક્ષાબંધન સ્પેશલ એપિસોડમાં આવશે નજર?

સૂરજ વધુમાં લખે છે કે, તમારા કામ માટે જવાબદાર બનવાનું શરૂ કરો. કારણ કે તે કોઇનાં જીવનને બરબાદ કરી શકે છે. મે પહેલાં પણ કહ્યું હતું અને હું ફરીથી કહુ છુ હું મારા જીવનમાં દિશા સાલિયાનને ક્યારેય મળ્યો નથી. કે ન તો મે તેની સાથે વાત કરી છે.

આ પણ વાંચો- SSR Case: CBI તપાસને મંજૂરી મળતા જ શેખર સુમન બોલ્યો- મર્ડરરને ફાંસી આપો

આપને જણાવી દઇએ કે, સુશાંતનાં નિધન બાદથી ચર્ચાઓ હતી કે સૂરજનું દિશા અને સુશાંત કેસમાં કંઇક કનેક્શન છે. સૂરજ પંચોલી એક્ટ્રેસ જિયા ખાનનો બોયફ્રેન્ડ હતો. તેનાં સ્યુસાઇડ કેસમાં પણ સૂરજનું નામ ઉડ્યું હતું. જિયા ખાનનાં નિધન મામલે તપાસ કરી રહેલી CBI આ કેસમાં નિરાકરણ લાવ્યા હતાં કે, જિયા અને સુરજનાં સંબંધમાં આવેલી ખટાશને કારણે 3 જૂન, 2013નાં રોજ જિયાએ આત્મહત્યા કરી લીધી હતી.
Published by: Margi Pandya
First published: August 6, 2020, 2:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading