બોલેરોએ JCBથી ‘બચાવ્યો’ બાઇક સવારનો જીવ, આનંદ મહિન્દ્રાએ Video શૅર કરી કહ્યું-એવું લાગ્યું કે...

News18 Gujarati
Updated: July 27, 2020, 2:19 PM IST
બોલેરોએ JCBથી ‘બચાવ્યો’ બાઇક સવારનો જીવ, આનંદ મહિન્દ્રાએ Video શૅર કરી કહ્યું-એવું લાગ્યું કે...
બેકાબૂ JCB બાઇક સવારને ટક્કર મારવાનું જ હતું ત્યારે બોલેરોની એન્ટ્રીથી સમગ્ર સીન જ બદલાઈ ગયો, જુઓ વાયરલ વીડિયો

બેકાબૂ JCB બાઇક સવારને ટક્કર મારવાનું જ હતું ત્યારે બોલેરોની એન્ટ્રીથી સમગ્ર સીન જ બદલાઈ ગયો, જુઓ વાયરલ વીડિયો

  • Share this:
નવી દિલ્હીઃ ‘રામ રાખે એને કોણ ચાખે’, આ કહેવત તો તમે સાંભળી જ હશે, કંઈક આવું જ એક બાઇક સવાર સાથે થયું છે. એક દુર્ઘટનામાં ચમત્કારી રીતે હાઈવેને કિનારે ઊભેલા બાઇક સવારનો જીવ બચી ગયો. તેનો જીવ બોલેરો ચાલકે જેસીબીથી બચાવ્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. તેને મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા (Anand Mahindra)એ પણ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શૅર કર્યો છે.

વાયરલ થઈ રહેલા અકસ્માતના વીડિયોમાં જોઈ શકાય છે કે એક બાઇક સવાર રસ્તા કિનારે ઊભો છે. રસ્તા પર વાહનોની અવર-જવર ચાલુ છે. તેમાં મોટા વાહનોથી લઈને નાના વાહનો પણ સામેલ છે. નજીકમાં લાગેલા CCTV કેમેરામાં રસ્તા તરફનું દૃશ્ય જોવા મળી રહ્યું છે.

આ પણ વાંચો, માસ્ક વગર રસ્તે રખડતા બકરાને પકડીને લઈ ગઈ પોલીસ! જાણો સાચી હકીકત

આ દરમિયાન એક જેસીબી મશીન રસ્તા પરથી પસાર થતી વખતે બેકાબૂ થઈને સીધું બાઇક સવાર તરફ વધતું જોવા મળે છે. બાઇક સવારનું ધ્યાન તે તરફ છે જ નહીં. તે બાઇક પર જ બેઠો છે. જેસીબી તેને ટક્કર મારે તે પહેલા જ અચાનક એક બોલેરો કાર બીજી તરફથી આવીને જેસીબીની સામે ટકરાઈ જાય છે. જેસીબી રસ્તાથી ઉતરીને નીચેની દિશામાં જતું રહે છે અને બોલેરો કાર દુર્ઘટનાગ્રસ્ત થઈને ત્યાં ઊભી કરી જાય છે. આ બધાની વચ્ચે બાઇક સવારને શું થઈ ગયું એ ખબર જ પડતી નથી. તેના અને જેસીબીની વચ્ચે બોલેરો કાર આવી ગઈ હતી.

આ પણ વાંચો, લાઇટ બિલ જોઈ ભડક્યો હરભજન સિંહ, કહ્યું- આખા મોહલ્લાનું આપી દીધું કે શું?

આ વીડિયો ભારતના કયા વિસ્તારનો છે, તેની જાણકારી નથી. પરંતુ તે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આનંદ મહિન્દ્રાએ પણ તેને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શૅર કર્યો છે. સાથે લખ્યું પણ છે કે, એવું લાગી રહ્યું હતું કે બોલેરો એક જીવિત વસ્તુ બની ગઈ અને તેનું એકમાત્ર મિશન મોટર સાઇકલ ચાલકને બચાવવાનું હતું. આ વીડિયોને અત્યાર સુધીમાં 5.96 લાખથી વધુ વાર જોવામાં આવ્યો છે. આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ હોવાની કોઈ જાણકારી નથી.
Published by: Mrunal Bhojak
First published: July 27, 2020, 2:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading