lockdownમાં બોર થઈ રહ્યા છો? 81 વર્ષના દાદા અને 6 વર્ષીય પૌત્રીનો જોઈલો આ Video, એક દમ ફ્રેશ થઈ જશો

News18 Gujarati
Updated: April 2, 2020, 3:27 PM IST
lockdownમાં બોર થઈ રહ્યા છો? 81 વર્ષના દાદા અને 6 વર્ષીય પૌત્રીનો જોઈલો આ Video, એક દમ ફ્રેશ થઈ જશો
વીડિયો પરથી તસવીર

sherrie Neely નામી એક ફેસબુક યુઝર્સે આ વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં છ વર્ષની કિરા અને 81 વર્ષના દાદજી ડાન્સ કરી રહ્યા છે. કોરોના વાયરસના કારણે કિરા પોતાના દાદાજીને મળવા નથી જઈ શકતી. આવી સ્થિતિ વચ્ચે બંને મળીને રસ્તા ઉપર સોશિયલ ડિસ્ટેન્સ બનાવીને ડાન્સ કરી રહ્યા છે.

  • Share this:
ચારે બાજુ કોરોના - કોરોના (coronavirus) થઈ રહ્યું છે. અને કોરોના વાયરસના આંતકથી વિશ્વના મોટાભાગના દેશોમાં લોકડાઉન (lockdown) થયું છે. આવી સ્થિતિમાં લોકો પોતાના ઘરમાં પુરાઈ રહેવા મજબૂર થયા છે. આવી સ્થિતિ વચ્ચે સોશિયલ મીડિયામાં (social media) પણ કોરોના વાયરસ જ ભરાયેલો છે. ઘરમાં રહેલા લોકો પોતાનું ધ્યાન બીજે વાળવા અનેક ક્રિએટીવ વસ્તુઓ કરી રહ્યા છે.

જોકે, અમે અહીં દાદા અને પૌત્રીનો એક વીડિયો બતાવીશું જેને જોઈને તમને કોરોના વાયરસનો થાક ઉતારી દેશે અને તમારા ચહેરા ઉપર મસ્ત સ્માઈલ લાવી દેશે. દાદા અને પૌત્રીનો આ વીડિયો અત્યારે સોશિયલ મીડિયા ઉપર ભારે વાયરલ થઈ રહ્યો છે.



sherrie Neely નામી એક ફેસબુક યુઝર્સે આ વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં છ વર્ષની કિરા અને 81 વર્ષના દાદજી ડાન્સ કરી રહ્યા છે. કોરોના વાયરસના કારણે કિરા પોતાના દાદાજીને મળવા નથી જઈ શકતી. આવી સ્થિતિ વચ્ચે બંને મળીને રસ્તા ઉપર સોશિયલ ડિસ્ટેન્સ બનાવીને ડાન્સ કરી રહ્યા છે.

sherrie Neelyએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે કિરા પોતાના દાદાને ખૂબ જ પ્રેમ કરે છે. પરંતુ વાયરસના કારણે તે દાદાને મળી નથી શકતી. જોકે, અત્યારે બંને ડાન્સ કરી રહ્યા છે. બંને એકબીજાને મીસ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે આ દાદા-પૌત્રીના વીડિયો ઉપરથી શીખ લઈ શકાય એમ છે. અત્યારે લોકો કારણ વગર ઘરમાંથી બહાર નીકળે છે. આમ તેમ આંટા મારે છે. જો આપણે ઈચ્છીએ તો આપણે જેનેન પ્રેમ કરીએ છીએ તેને મળ્યા વગર સોશિયલ ડિસ્ટેન્સ બનાવીને આવી રીતે મળી શકીએ છીએ. પ્રેમ કરનાર લોકોતો હંમેશા નજીક જ રહે છે. કેટલી પ્યારી રીતે દાદા અને પૌત્રી એકબીજાને મળે છે.
Published by: ankit patel
First published: April 2, 2020, 3:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading