VIDEO: ઉંઘતા સમયે યુવકના પેન્ટમાં ઘૂસ્યો કોબરા સાપ, ડરથી 7 કલાક પિલર પકડી ઉભો રહ્યો

News18 Gujarati
Updated: July 28, 2020, 7:45 PM IST
VIDEO: ઉંઘતા સમયે યુવકના પેન્ટમાં ઘૂસ્યો કોબરા સાપ, ડરથી 7 કલાક પિલર પકડી ઉભો રહ્યો
VIDEO:ઉંઘતા સમયે યુવકના પેન્ટમાં ઘૂસ્યો કોબરા સાપ, ડરથી 7 કલાક પિલર પકડી ઉભો રહ્યો

સવાર પડી તો સાપ પકડનારની મદદથી યુવકના પેન્ટમાંથી સાપ બહાર કાઢ્યો

  • Share this:
મિર્ઝાપુર : વરસાદની સિઝનમાં સાપ નીકળવાની ઘટના સામાન્ય વાત છે. ક્યારેક ઘરમાં તો ક્યારેક ખેતરમાં સાપ જોવા મળે છે. જોકે મિર્ઝાપુર (Mirzapur)માં એક અજીબ ઘટના બની હતી. મિર્ઝાપુરમાં એક કોબરા સાપ (Cobra Snake)એક વ્યક્તિના પેન્ટમાં ઘૂસી ગયો હતો. આ પછી કલાકો સુધી આ યુવક ડરમાં પિલર પકડીને ઉભો રહ્યો હતો. સવાર પડી તો સાપ પકડનારની મદદથી યુવકના પેન્ટમાંથી સાપ બહાર કાઢ્યો હતો. આ દરમિયાન પોલીસ અને પ્રશાસનની ટીમો સાથે ઘણા ગામના લોકો પણ સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસે એમ્બ્યુલન્સ પણ મંગાવી રાખી હતી. જેથી કોઈપણ અણધારી સ્થિતિ આવે તો પહોંચી શકાય.

આખી રાત પિલરના સહારે ઉભો રહ્યો યુવક

લોકોએ કહ્યું હતું કે પ્રાથમિક શાળામાં કેટલાક મજૂર સૌભાગ્ય યોજના અંતર્ગત કામ કરી રહ્યા હતા. તેવા સમયે અલ્હાબાદના રહેવાસી લવલેશના પેન્ટમાં કોબરા સાપ ઘૂસી ગયો હતો. યુવકને જ્યારે ખબર પડી તો તે બીકનો માર્યો ધ્રૂજવા લાગ્યો હતો. જોકે તેણે સમજદારી બતાવી હતી અને ધીરે-ધીરે ઉભો થઈને મકાનના પિલરના સહારે ઉભો રહ્યો હતો.

આ પણ વાંચો - એલિસ પેરીના ડિવોર્સ પછી કેમ ટ્રોલ થઈ રહ્યો છે ભારતીય ક્રિકેટર મુરલી વિજય?


તે આખી રાત લગભગ 7 કલાક જીવ બચાવવા માટે પિલર પકડીને ઉભો રહ્યો હતો. સવાર પડી તો લોકોને યુવકની પરેશાનીની જાણ થઈ હતી. આ દરમિયાન પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. સ્થળ પર પોલીસ પહોંચી હતી અને સાપ પકડનારાને બોલાવ્યો હતો. આ સમયે યુવકને જોવા માટે ગામ લોકોની ભીડ ભેગી થઈ હતી. ઘણા લોકોએ વીડિયો પણ બનાવ્યો હતો.જીન્સ કાપીને બહાર કાઢ્યો સાપ

ઘણી મુશ્કેલી પછી સાપ પકડનારે યુવકના પેન્ટમાંથી સાપને બહાર કાઢ્યો હતો. ધીરે-ધીરે જીન્સ કાપવામાં આવ્યું હતું અને તે પછી સાપને બહાર કાઢ્યો હતો. યુવકના નસીબ સારા હતા કે સાપે તેને ડંખ માર્યો ન હતો.
Published by: Ashish Goyal
First published: July 28, 2020, 7:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading