મળો ‘કોરોના યમરાજ’ને, જાગૃતિ ફેલાવવા માટે પોલીસની અનોખી પહેલ

News18 Gujarati
Updated: April 13, 2020, 11:31 AM IST
મળો ‘કોરોના યમરાજ’ને, જાગૃતિ ફેલાવવા માટે પોલીસની અનોખી પહેલ
‘હું કોરોના વાયરસ છું’, પોલીસમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતાં જવાન લોકોને જાગૃત કરવા બન્યા ‘કોરોના યમરાજ’

‘હું કોરોના વાયરસ છું’, પોલીસમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતાં જવાન લોકોને જાગૃત કરવા બન્યા ‘કોરોના યમરાજ’

  • Share this:
હજારીબાગ, ઝારખંડઃ ‘હું કોરોના વાયરસ છું’, આવો અવાજ હાલમાં હજારબાગના રસ્તોઓ પર સાંભળવા મળે છે. મૂળે, કોરોના વાયરસ (Coronavirus)ને લઈને સમગ્ર દેશમાં લૉકડાઉન (Lockdown) લાગુ છે. લોકોને ઘરમાં રહેવાની સતત અપીલ કરવામાં આવી રહી છે. એવામાં હવે સ્થાનિક પોલીસ (Hazaribagh Police)એ લોકોને જાગૃત કરવા માટે અનોખી પહેલ શરૂ કરી છે. એક વ્યક્તિને સાંકેતિક રીતે ‘કોરોના યમરાજ’નો વેશ ધારણ કરાવીને રસ્તા પર ઊતારવામાં આવી છે.

આ ‘કોરોના યમરાજ’ લોકોને લૉકડાઉનનું પાલન કરવાની સાથોસાથ ઘરોમાં રહેવાની અપીલ કરે છે. શહેરના મોહલ્લાઓમાં ફરીને કોરોના વાયરસના ખતરા વિશે સમજાવે છે. કોરોના સંક્રમણથી બચવા માટે લોકોને જાગૃત કરે છે.

પોલીસ સ્ટેશનનો ડ્રાઇવર બન્યો છે કોરોના યમરાજ

કોરોના યમરાજ બનેલી પોલીસના ડ્રાઇવરનું કહેવું છે કે તમામ અપીલ છતાંય કેટલાક લોકો લૉકડાઉનનું પાલન નથી કરી રહ્યા. આ લોકો સમાજ અને દેશને ખતરામાં મૂકી રહ્યા છે. કોરોના સંક્રમણને રોકવા માટે લોકોને ઘરમાં રહેવાની જરૂર છે. હું આ રૂપમાં લોકોને સમજાવી રહ્યો છું કે તેમની બેદરકારીથી અનેક લોકોના ઘરે યમરાજ પહોંચી શકે છે.

આ પણ વાંચો, કોરોનાને સરળતાથી ટ્રાન્સફર થતો અટકાવવા તમારા Gadgetsને આવી રીતે કરો સાફ

હજારીબાગના ડીએસપી કમલ કિશોરનું કહેવું છે કે પ્રશાસન આ પહેલ દ્વારા લોકોને કોરોનાના ખતરાની ગંભીરતા સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. કોરોના યમરાજ ઘરે-ઘરે જઈને લોકોને કોરોનાથી બચવા માટે સમજાવી રહ્યો છે.આ પણ વાંચો, COVID-19: કિચનમાં વપરાતા મસાલાને સૂંઘવાથી પણ જાણી શકાશે કે કોરોના છે કે ફ્લૂ, વૈજ્ઞાનિકોએ યાદી બનાવી
Published by: Mrunal Bhojak
First published: April 13, 2020, 11:28 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading