Video: શાકભાજીમાંથી કીટાણુ કાઢવા અજમાવ્યો 'ગજબ જુગાડ', IAS ઓફિસર બોલી - અતુલ્ય ભારત

News18 Gujarati
Updated: July 25, 2020, 10:58 AM IST
Video: શાકભાજીમાંથી કીટાણુ કાઢવા અજમાવ્યો 'ગજબ જુગાડ', IAS ઓફિસર બોલી - અતુલ્ય ભારત
થોડા દિવસથી સોશિયલ મીડિયામાં શાકભાજીને સનેટાઇઝ કરવાનો વીડિયો ઘણો જ વાયરલ થઇ રહ્યો છે.

થોડા દિવસથી સોશિયલ મીડિયામાં શાકભાજીને સનેટાઇઝ કરવાનો વીડિયો ઘણો જ વાયરલ થઇ રહ્યો છે.

  • Share this:
કોરોના મહામારી (Coronavirus Pandemic) દરમિયાન આપણે બધા એક વાત શીખ્યા કે બહારથી કોઇપણ વસ્તુ લાઇવીએ તેને પહેલા સેનેટાઇઝ કરીએ. શાકભાજી હોય તો તેને પાણીમાં રાખીને ધોઇએ (Sterilise Vegetables)છીએ. કેટલાક લોકો આવા સમયે પણ જુગાડ શોધી નાંખે છે. થોડા દિવસથી સોશિયલ મીડિયામાં (Social Media) એક વીડિયો ઘણો જ વાયરલ (Viral Video) થઇ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ બહારથી લાવેલા શાકભાજીની ખાસ અંદાજમાં સફાઇ કરે છે.

આપને જણાવીએ કે, આ વીડિયો આઈએએસ સુપ્રિયા સાહૂએ (IAS Supriya Sahu) પતાના ટ્વિટર પર શેર કર્યો છે. જેમા તેમણે કેપ્શનમાં લખ્યું છે કે, શાકભાજીને સ્ટરલાઇઝ કરવા માટે મહાન ભારતીય જુગાડ જુઓ. આ રીતને હું પ્રમાણિત નથી કરતી. જોકે, ભારત ક્યારેય પણ નિષ્ફળ નથી થતું, સાચે જ અતુલ્ય ભારત.

હવે આ વીડિયોમાં શું બતાવ્યું છે તે જોઇએ. આ વીડિયોમાં એક વ્યક્તિ પોતાના રસોડામાં ઉભો છે અને કૂકરની વરાળથી તે શાકભાજીઓને સ્ટરલાઇઝ કરતા દેખાય છે. તેમનું માનવું છે કે, આ રીતે શાકભાજીને સાફ કરવાથી સારૂં પરિણામ મળે છે.







આ વીડિયો શેર કરતાની સાથે સોશિયલ મીડિયામાં ઘણો જ તીવ્રતાથી વાયરલ થયો છે. આ વીડિયોને અત્યાર સુધી 3 હજારથી વધુ વાર જોવામાં આવ્યો છે. જ્યારે 100થી વધુવાર રિટ્વિટ કરવામાં આવ્યો છે. આ વીડિયો પર લોકો વિવિધ પ્રકારની કોમેન્ટ કરતા દેખાય છે. એક યુઝરે તો કહ્યું છે કે, શ્રેષ્ઠ આઇડિયા છે.
Published by: Kaushal Pancholi
First published: July 25, 2020, 10:56 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading