બાઇકમાં પેટ્રોલ પૂરાવતી વખતે અચાનક આગ લાગતાં થઈ દોડાદોડી, જુઓ Viral Video

News18 Gujarati
Updated: July 28, 2020, 11:47 AM IST
બાઇકમાં પેટ્રોલ પૂરાવતી વખતે અચાનક આગ લાગતાં થઈ દોડાદોડી, જુઓ Viral Video
બાઇક ચાલકે ફોન રિસીવ કરતાં જ ક્ષણભરમાં જ આગે બાઇકને ઝપટમાં લઈ લીધું, આવી રીતે બચ્યો જીવ

બાઇક ચાલકે ફોન રિસીવ કરતાં જ ક્ષણભરમાં જ આગે બાઇકને ઝપટમાં લઈ લીધું, આવી રીતે બચ્યો જીવ

  • Share this:
બેમેતરા, છત્તીસગઢઃ પેટ્રોલ પંપ (Petrol Pump) ખાતે એક બાઇક (Bike) માં પેટ્રોલ પૂરાવતી વખતે અચાનક આગ લાગવાનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા (Social Media) પર ખૂબ વાયરલ (Video Viral) થઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ, મોબાઇલ ફોનની રિંગ વાગતાં બાઇક ચાલક કૉલ રિસીવ કરે છે, આ દરમિયાન અચાનક આગ લાગી ગઈ. મળતી માહિતી મુજબ આ વીડિયો છત્તીસગઢના બેમેતરા જિલ્લાના નવાગઢના પેટ્રોલ પંપના સીસીટીવી કેમેરામાં કેદ થયો છે.

નવાગઢમાં તે સમયે એક મોટી દુર્ઘટના ટળી ગઈ જ્યારે બાઇકમાં પેટ્રોલ પૂરાવવા દરમિયાન બાળકની ટેન્કમાં અચાનક આગ લાગી ગઈ. બાઇકમાં આગ લાગવાના તમામ દૃશ્ય ત્યાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગયા. ઘટના ગત 24 જુલાઈની હોવાનું કહેવાય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે પેટ્રોલ પૂરાવતી વખતે બાઇકની ટેન્કમાં અચાનક આગ પકડી લે છે. આ દરમિયાન પેટ્રોલ પંપના કર્મચારીએ સમય સૂચકતા રાખતાં પોતાની અને બાઇક ચાલકને આગની ઝપટમાં આવતા બચાવી લીધા.

જુઓ વીડિયો...આ પણ વાંચો, બોલેરોએ JCBથી ‘બચાવ્યો’ બાઇક સવારનો જીવ, આનંદ મહિન્દ્રાએ Video શૅર કરી કહ્યું-એવું લાગ્યું કે

વિશેષ સતર્કતા રાખવાની જરૂરઃ પેટ્રોલ પંપ આગ લાગવાના વીડિયો સમયાંતરે સામે આવતા રહે છે. વીડિયોને સોશિયલ મીડિયા પર શૅર કરવાની સાથે જ લોકોને સતર્ક રહેવા માટે પણ કહેવામાં આવી રહ્યું છે.આ પણ વાંચો, માસ્ક વગર રસ્તે રખડતા બકરાને પકડીને લઈ ગઈ પોલીસ! જાણો સાચી હકીકત

પેટ્રોલ પંપ પર મોબાઇલ ફોનનો ઉપયોગ પ્રતિબંધિત છે. તેમ છતાંય અનેક લોકો તેનો ઉપયોગ કરતા હોય છે. વાયરલ વીડિયોને શૅર કરતાં લોકો પેટ્રોલ પંપમાં મોબાઇલ ફોનનો ઉપયોગ ન કરવાની અપીલ સોશિયલ મીડિયા પર કરી રહ્યા છે.
Published by: Mrunal Bhojak
First published: July 28, 2020, 11:47 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading