નવી દિલ્હીઃ ‘જંગલ-જંગલ બાત ચલી હૈ પતા ચલા હૈ...’ આ ગીતને તો મોટાભાગના લોકોએ સાંભળ્યું જ હશે. Rudyard Kiplingએ લખેલી કથા ‘જંગલ બુક’ (Jungle Book)માં મોગલી (Mowgli) નામનું એક પાત્ર હોય છે, જે જાનવરોની વચ્ચે જંગલમાં રહે છે. આ કથા પરથી અનેક ફિલ્મો અને ટીવી ધારાવાહિક પણ બની ચૂકી છે. પરંતુ જો તમારે હકીકતમાં મોગલી જીવતો જાગતો જોવો હોય તો આફ્રિકાના દેશ રવાન્ડા (Rwanda) જવું પડશે. જી હા, ત્યાં એક યુવક છે, જેને લોકો અસલી જીવનનો મોગલી કહે છે, તેની પાછળનું એક બોડી ડિસઓર્ડર કારણભૂત છે.
મૂળે, પૂર્વ આફ્રિકામાં રહેનારા આ યુવકની ઉંમર 21 વર્ષની છે. તેનું નામ એલી છે. તે માઇક્રોસેફલી નામની બીમારીથી ગ્રસ્ત છે. તેમાં વ્યક્તિનું માથું સામાન્ય મનુષ્યોની તુલનામાં થોડું મોટું હોય છે. મળતી જાણકારી મુજબ તેને આ બીમારી નાનપણી છે. તે બીજા લોકોથી અલગ દેખાય છે, તેથી લોકો તેની સાથે ભેદભાવપૂર્ણ વર્તન કરે છે. લોકો તેના વિશે અજબ પ્રકારની વાતો કરે છે. આ કારણે તે લોકોથી દૂર જંગલમાં પોતાનો સમય પસાર કરવાનું પસંદ કરે છે. તેથી તેના ગામ અને આસપાસના લોકો તેને મોગલી કહે છે.
તે જ્યારે જંગલમાં રહે છે તે મુજબની અનેક પ્રકારની ચીજો પણ શીખી રહ્યો છે. તેણે જંગલમાં અનેક પ્રકારના હુનર શીખી લીધા છે. જેમકે તે હવે અનેક કિલોમીટર પગપાળા ચાલી શકે છે. આ ઉપરાંત ઊંચા વૃક્ષો ઉપર પણ થોડીક જ ક્ષણોમાં ચઢી જાય છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ એલીની માતાએ તેના જન્મ પહેલા પાંચ બાળકોને ગુમાવ્યા હતા.
આ પણ વાંચો, પાકિસ્તાનથી ભારત આવ્યા હતા મહાશય ધર્મપાલ ગુલાટી, ધોરણ-5 પછી છોડી દીધી હતી સ્કૂલએલીની માતાએ મીડિયાને જણાવ્યું કે, તે નાનપણથી જ આવો છે. તેનું માથું બીજા લોકોથી મોટું છે. તેના કારણે તેને સાંભળવા અને બોલવામાં તકલીફ પડે છે. તેથી લોકો તેને ખૂબ હેરાન કરે છે. તેમના જણાવ્યા મુજબ એલી આ કારણે સ્કૂલ પણ ન જઈ શક્યો. હવે જ્યારે તેની જિંદગી સામે આવી તો લોકોએ તેના માટે ક્રાઉડફંડિંગના માધ્યમથી નાણા એકત્ર કર્યા જેથી તેના અને તેના પરિવારનો ખર્ચ નીકળી શકે. લોકછ તરફથી અત્યાર સુધી 3958 ડૉલર એટલે કે 2.92 લાખ રૂપિયા એકત્ર કરવામાં આવ્યા છે.