VIDEO: પૂરથી બચવા પહાડી પર જઈ રહ્યો હતો ગેંડો, થાકીને હાઈવે પર જ સૂઈ ગયો

News18 Gujarati
Updated: July 19, 2020, 8:22 AM IST
VIDEO: પૂરથી બચવા પહાડી પર જઈ રહ્યો હતો ગેંડો, થાકીને હાઈવે પર જ સૂઈ ગયો
હાઇવે પર ગેંડો આવી જતાં વન વિભાગ થયું સતર્ક, હાઇવે પર સર્જાયો આવો માહોલ

હાઇવે પર ગેંડો આવી જતાં વન વિભાગ થયું સતર્ક, હાઇવે પર સર્જાયો આવો માહોલ

  • Share this:
નવી દિલ્હીઃ દેશના અનેક હિસ્સામાં ચોમાસું (Monsoon 2020) જામી ગયું છે અને ભારે વરસાદના કારણે અનેક રાજ્યોમાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ છે. આસામ (Assam) સહિત કેટલાક પૂર્વોત્તર વિસ્તારોમાં તો સ્થિતિ ખૂબ ગંભીર થઈ ગઈ છે. એવામાં માણસોની સાથોસાથ વન્યજીવોને પણ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. શનિવાર આસામથી એક ગેંડા (Rhino)નો આવો જ એક વીડીયો સામે આવ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે ગેંડો પૂર (Assam Flood)થી બચવા માટે ઊંચાઇવાળા સ્થળે જવાનો પ્રયાસ કરી રહ્યો છે અને હાઈવે પર થાકીને સૂઈ જાય છે. આ વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ (Viral Video) થઈ રહ્યો છે.

વાયરલ થઈ રહેલો વીડિયો કાઝીરંગા નેશનલ પાર્ક અને ટાઇગર રિઝર્વ વિસ્તારમાંથી પસાર થતા નેશનલ હાઇવે-37નો છે. હાલના સમયમાં તેનો 85 ટકા હિસ્સો પૂરમાં ડૂબેલો છે. એવામાં એક ગેંડો પૂરથી બચવા માટે ઊંચાઈવાળા સ્થાન તરફ જઈ રહ્યો હતો. વચ્ચે હાઈવે આવ્યો તો થાકીને ત્યાં આરામ કરવા લાગ્યો. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં વન કર્મચારીઓ અને પોલીસના ગાર્ડ પણ જોવા મળી રહ્યા છે. તેઓ ગેંડાની સુરક્ષા કરવાની સાથે જ હાઈવે પર વાહનો અને લોકોની અવર-જવરને પણ સુનિશ્ચિત કરી રહ્યા છે.

આ પણ વાંચો, શિવ તાંડવ સ્ત્રોતમનો Viral Video ભોજપુરના શિવ મંદિરમાં થયો શૂટ...આ છે તેની કહાણી

આ ગેંડાની ઉંમર લગભગ 30-35 વર્ષની છે. તે કાઝીરંગા નેશનલ પાર્ક અને ટાઇગર રિઝર્વ (Kaziranga National Park & Tiger Reserve૯થી બહાર આવીને કાર્બી ઓગ્લોંગ હિલ્સની ઊંચાઈવાળા મેદાનમાં જઈ રહ્યો છે. આવું પહેલીવાર નથી બન્યું કે જ્યારે કોઈ ગેંડો હાઈવે પર આવ્યો હોય. મૂળે, દર વર્ષ પૂર આવતાં હજારો વન્યજીવો નજીકની ઓગ્લોંગ હિલ્સ તરફ આગળ વધતાં NH-37 પર જોવા મળ્યા છે.

આ પણ વાંચો, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ભારતના એકમાત્ર Golden Tigerની તસવીરો


KNPTRના નિદેશક પી. શિવકુમારે કહ્યું કે, ગત રાત્રે લગભગ 8.30 વાગ્યે બાગોરી રેન્જના બંદર ધુબી વિસ્તારમાં એક ગેંડો રસ્તા પર ભટકી ગયો. નાગાંવ જિલ્લાના વન વિભાગના કર્મચારી, પ્રશાસન અને પોલીસની સાથે મળી ટ્રાફિકને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
Published by: Mrunal Bhojak
First published: July 19, 2020, 8:13 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading