કૂતરાએ માલિકની સાથે ગીત પર કરી જુગલબંધી, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

News18 Gujarati
Updated: August 4, 2020, 11:34 AM IST
કૂતરાએ માલિકની સાથે ગીત પર કરી જુગલબંધી, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
લેખક અને કોમેડિયન રોહિત નાયર અને તેના પાળેલા કૂતરા ‘જૉ’ની જુગલબંધી પર લોકો થયા આફરીન

લેખક અને કોમેડિયન રોહિત નાયર અને તેના પાળેલા કૂતરા ‘જૉ’ની જુગલબંધી પર લોકો થયા આફરીન

  • Share this:
નવી દિલ્હીઃ કહેવાય છે કે જાનવરોમાં કૂતરા (Dog) મનુષ્યના સૌથી વફાદાર હોય છે. તે પોતાના માલિક માટે કંઈ પણ કરી શકે છે. આવા અનેક ઉદાહરણ પણ સામે આવી ચૂક્યા છે કે કૂતરાએ માલિકોના અનેકવવાર જીવ બચાવ્યા છે. પરંતુ હવે એક કૂતરું સોશિયલ મીડિયા પર વાયરલ (Dog Viral Video) થઈ રહ્યું છે. આ કૂતરું પોતાના માલિકની સાથે ગીત પર જુગલબંધી કરે છે. તેમનો વીડિયો ઇન્ટરનેટ પર ઘણો વાયરલ થઈ રહ્યો છે.

મૂળે, આ વીડિયો સોશિયલ મીડિયા પર શૅર કર્યો છે લેખક અને કોમેડિયન રોહિત નાયર (Rohit Nair)એ. તેમની પાસે એક ‘જૉ’ નામનું કૂતરું છે. આ કૂતરું તેમની સાથે ગીત પર જુગલબંધી કરે છે. 49 સેકન્ડના આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે પાળેલું કૂતરું જે પથારીમાં બેસીને રોહિતની સાથે ગીત પર સાથ આપી રહ્યું છે. રોહિત ગીતની એક લાઇન ગાય છે તો ત્યારબાદ કૂતરું તે ગીતને પોતાની ભાષામાં ગાય છે.




આ પણ વાંચો, પપ્પૂ યાદવનો ખતરનાક સ્ટન્ટઃ નિયમ તોડી રેલવે પુલ પર ચલાવ્યું બુલેટ

આ પણ વાંચો, રક્ષાબંધનના દિવસે દુર્ઘટનાઃ કાર-ટેન્કરની ટક્કરમાં ભાઈ-બહેન અને 10 મહિનાના બાળકનું મોત

આ વીડિયોને સોશિયલ મીડિયા પર અત્યાર સુધી 16 લાખ વાર જોવામાં આવી ચૂક્યો છે. આ વીડિયો પર અત્યાર સુધી 28 હજાર રિએક્શન આવી ચૂક્યા છે. તેમના આ વીડિયોને લોકો ઘણો પસંદ કરી રહ્યા છે. આવું પહેલીવાર છે જ્યારે ‘જૉ’ અને રોહિતનો વીડિયો લોકોને પસંદ આવી રહ્યો છે. પહેલા પણ આવો એક વીડિયો સોશિયલ મીડિયા પર મૂકી ચૂક્યા છે.
Published by: Mrunal Bhojak
First published: August 4, 2020, 11:34 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading