પપ્પૂ યાદવનો ખતરનાક સ્ટન્ટઃ નિયમ તોડી રેલવે પુલ પર ચલાવ્યું બુલેટ, જુઓ VIDEO

News18 Gujarati
Updated: July 31, 2020, 12:59 PM IST
પપ્પૂ યાદવનો ખતરનાક સ્ટન્ટઃ નિયમ તોડી રેલવે પુલ પર ચલાવ્યું બુલેટ, જુઓ VIDEO
પૂર પીડિતોને મળવા પપ્પૂ યાદવે રેલવે ટ્રેક પર દોડાવ્યું બુલેટ, વીડિયો વાયરલ થતાં થયો વિવાદ

પૂર પીડિતોને મળવા પપ્પૂ યાદવે રેલવે ટ્રેક પર દોડાવ્યું બુલેટ, વીડિયો વાયરલ થતાં થયો વિવાદ

  • Share this:
વિપિનકુમાર દાસ, દરભંગાઃ પૂર પીડિતોને મળવા દરભંગાના હાટાઘાટ પહોંચવા માટે જન અધિકારી પાર્ટી (JAP)ના સંરક્ષક પપ્પૂ યાદવ (Pappu Yadav) બુલેટ પર સવાર થઈને ગયા. પરંતુ રસ્તામાં રેલવેનો પુલ આવ્યા બાદ પણ પપ્પૂ યાદવે પોતાનો રસ્તો બદલ્યો નહીં અને રેલવે ટ્રેક પર થઈને જ પસાર થયા. સૌથી ખાસ વાત એ રહી કે પપ્પૂ યાદવે જીવ જોખમમાં મૂકીને રેલવે ટ્રેકની વચ્ચોવચ્ચ બુલેટ ચલાવીને રેલવે પુલ પાર કર્યો.

આ દરમિયાન પપ્પૂ યાદવની આગળ-પાછળ મોટી સંખ્યામાં સમર્થક પણ પાછળ દોડતા જોવા મળ્યા. નસીબની વાત એ રહી કે આ દરમિયાન કોઈ દુર્ઘટના ન બની. જે રેલવે પુલ પર ચાલવું પણ મુશ્કેલ હોય છે તેની પર પૂર્વ સાંસદ દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરી આ પ્રકારે બુલેટ ચલાવવાથી અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.

જુઓ પપ્પૂ યાદવનો વાયરલ વીડિયો...આ પણ વાંચો, જાણો શું છે ગોલ્ડન ઍરો સ્ક્વોડ્રન, રાફેલની એન્ટ્રી બાદ જેની થઈ ફરીથી શરૂઆત

રેલવે ટ્રેક પાસે રહેતા લોકો સાથે કરી મુલાકાતપપ્પૂ યાદવે આ જ રસ્તે હાયાઘાટ પહોંચીને રેલવે ટ્રેસ પાસે રાત પસાર કરનારા પૂર પીડિતો સાથે મુલાકાત કરી અને તેમની સમસ્યાઓ સાંભળી.

આ પણ વાંચો, શરમજનક! લૅબ ટેક્નીશિયને કોરોના ટેસ્ટ માટે યુવતીના પ્રાઇવેટ પાર્ટથી લીધું સેમ્પલ, ધરપકડ

પૂર પીડીતોને સ્વચ્છ પાણી નહીં મળવાની વાત સાંભળી તાત્કાલિક પૂર પીડિતોને પાણીની વ્યવસ્થા ઊભી કરવા માટે રોકડ રકમની મદદ કરી. સાથોસાથ બોટમાં બેસીને પણ ગામેગામ ફરી વિસ્તારનું નિરીક્ષણ કર્યું.
Published by: Mrunal Bhojak
First published: July 31, 2020, 12:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading