રસ્તા પર જતો હતો હાથી અને સામેથી આવ્યો દૂધવાળો પછી શું થયું જુઓ Video

News18 Gujarati
Updated: April 3, 2020, 3:03 PM IST
રસ્તા પર જતો હતો હાથી અને સામેથી આવ્યો દૂધવાળો પછી શું થયું જુઓ Video
વાયરલ વીડિયોની તસવીર

લોકડાઉનની સ્થિતિમાં એક વીડિયો સોશિયલ મીડિયા ઉપર ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયોમાં હાથી દેખાય છે જે દેહરાદૂનની ગલીઓમાં ફરી રહ્યો છે ત્યારે સામેથી એક દૂધવાળો આવે છે પછી શું થાય છે એ માટે ચાલો જોઈએ વીડિયો.

  • Share this:
દહેરાદૂનઃ લોકડાઉનમાં જાનવરો જંગલમાંથી નીકળીને રસ્તા ઉપર આવી ગયા છે. ક્યાંક મોર નાચી રહ્યા છે તો ક્યાંક નીલગાય ગલીઓમાં ફરી રહી છે. તો ક્યાંક હરણ પણ જોવા મળ્યા હતા. પક્ષીઓએ ફરીથી ઘરોની પાસે ચકચક કરવાનું શરું કરી દીધું છે.

પ્રદૂષણનું લેવલ ઓછું થયું છે. આવી સ્થિતિમાં એક વીડિયો સોશિયલ મીડિયા ઉપર ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયોમાં હાથી દેખાય છે જે દેહરાદૂનની ગલીઓમાં ફરી રહ્યો છે ત્યારે સામેથી એક દૂધવાળો આવે છે પછી શું થાય છે એ માટે ચાલો જોઈએ વીડિયો.

આ વીડિયો IFS ઓફિસર વૈભવ સિંહે પોતાના ટ્વિટર એકાઉન્ટ ઉપર શેર કર્યો છે. આ વીડિયોમાં હાથી પોતાની મસ્તામાં રસ્તા ઉપર જઈ રહ્યો છે ત્યારે સામેથી એક દૂધવાળો આવે છે. ત્યારે એક ક્ષણ માટે દૂધવાળો ઊભો રહે છે અને હાથી પણ ઊભો રહે છે.

ત્યારબાદ દૂધવાળો બાઈકને સાઈડમાં મૂકીને ત્યાંથી ભાગી જાય છે અને ત્યારબાદ હાથી પણ તેની મસ્તીમાં આગળ વધે છે. હાથી અને દૂધવાળાનો આ વીડિયો અત્યારે સોશિયલ મીડિયા ઉપર ધૂમ મચાવી રહ્યો છે. લોકડાઉનના બોરિંગ સમયમાં પણ આ વીડિયો લોકોને ધૂમ હસાવી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ચીનથી શરૂ થયેલા કોરોના વાયરસના સંક્રમણે અત્યારે વિશ્વના મોટાભાગના દેશોને પોતાના ચપેટલમાં લઈ લીધા છે ત્યારે ભારત દેશ પણ બાકાત રહ્યો નથી. ભારતમાં દિવસે ને દિવસે કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધતા જાય છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 14 એપ્રિલ સુધી સમગ્ર ભારતમાં લોકડાઉન કર્યું છે.
Published by: ankit patel
First published: April 3, 2020, 3:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading