પાલનપુર/દ્વારકા/છોટા ઉદેપુર : મંગળવારનો દિવસ રાજ્ય માટે અમંગળ સાબિત થયો હતો. રાજ્યમાં ત્રણ અલગ-અલગ અકસ્માતમાં 9 લોકોનો મોત થયા છે. પાલનપુર -આબુરોડ હાઇવે પર અકસ્માતમાં 3 ના મોત થયા છે. મલાણાના પાટિયા પાસે રાજસ્થાન તરફથી આવતી ફોર્ચ્યુનર કાર ડિવાઈડર કૂદીને એસન્ટ કાર સાથે અથડાતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં એસન્ટ કારમાં સવાર 3 યુવકોના ઘટના સ્થળે મોત થયા હતા. ગેરેજમાં કામ કરતા ત્રણ 3 પિતરાઈ ભાઈઓના મોતથી પરિવારમાં માતમ છવાયો છે. મૃતકોમાં સજ્જનસિંહ મુકેશસિંહ ચૌહાણ, વિપિસિંહ ગણપતસિંહ, હિતેન્દ્રસિંહ જામતસિંહ ચૌહાણનો સમાવેશ થાય છે. મૃતકોની લાશના પોસમોર્ટમ માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે. પાલનપુર સિવિલ હોસ્પિટલમાં લોકોના ટોળા એકત્રિત થયા છે.
બીજી તરફ દ્વારકાના ધ્રેવાડ નજીક ટ્રકે અલ્ટો કારને ટક્કર મારતા ત્રણ વ્યક્તિના ઘટનાસ્થળે અને એક યુવતીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. મળતી માહિતી પ્રમાણે કારમાં સવાર લોકો દ્વારકાધીશના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા અને અકસ્માત નડ્યો હતો. કારમાં સવાર લોકો મહેસાણાથી દ્વારકાધીશના દર્શન કરી પરત ફરી રહ્યાં હતા. ઘટનાની જાણ થતા જ દ્વારકા પોલીસ દોડી ગઈ હતી અને મૃતકના મૃતદેહને પીએમ માટે દ્વારકા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
દ્વારકાના ધ્રેવાડ નજીક ટ્રકે અલ્ટો કારને ટક્કર મારતા ત્રણ વ્યક્તિના ઘટનાસ્થળે અને એક યુવતીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું
અન્ય એક અકસ્માત બોડેલીના ગોવિદપુરા ગામ પાસે સર્જાયો છે. બોડેલીના ગોવિદપુરા ગામ પાસે થયેલા ગમખ્વાર અકસ્માતમાં બે લોકોના મોત થયા છે અને એકને ગંભીર ઇજાઓ પહોચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.
બોડેલી નસવાડી મેઇન હાઇવે મોટી પાઇપો ભરેલુ ટ્રેલર બાઇક સાથે ભટકતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મૃતકોમાં અંકુશભાઈ સંજયભાઈ નાયક (ઉ.વ 3) શનાભાઈ રંગાભાઈ તડવી (ઉ.વ 30) નો સમાવેશ થાય છે. અકસ્માત થતા ટ્રાફીક થયો હતો. પોલીસ ઘટના સ્થળે પહોચી ટ્રાફીક હળવો કર્યો હતો.