કોંગ્રેસનો આક્ષેપ, ખાનગી સંચાલકોને ફાયદો કરાવવા માટે ધોરણ 10-12ના વર્ગો શરૂ કરવાનો નિર્ણય લેવાયો


Updated: January 6, 2021, 4:36 PM IST
કોંગ્રેસનો આક્ષેપ, ખાનગી સંચાલકોને ફાયદો કરાવવા માટે ધોરણ 10-12ના વર્ગો શરૂ કરવાનો નિર્ણય લેવાયો
કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ કહ્યું - ખાનગી શાળા સંચાલકોના દબાણ હેઠળ સરકારે નિર્ણય કર્યો

11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ની શાળાઓ શરૂ કરવાના રાજ્ય સરકારના નિર્ણય પર કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ કહ્યું - ખાનગી શાળા સંચાલકોના દબાણ હેઠળ સરકારે નિર્ણય કર્યો

  • Share this:
અમદાવાદ : 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ની શાળાઓ શરૂ કરવાના રાજ્ય સરકારના નિર્ણય પર કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ નિવેદન આપતા કહ્યું છે કે કોરાનાના સમયમાં શિક્ષણ ક્ષેત્રે સૌથી વધારે અસર થઇ છે. મંદી અને મોંઘવારી વચ્ચે ઓનલાઇન ક્લાસિસ કરવા પડ્યા હત. હજુ વેક્સીનેશનની શરૂઆત થઇ નથી અને સરકારે ધોરણ 10 અને 12ના વર્ગો શરૂ કરવાની જાહેરાત કરી છે. આપણી પ્રાથમિકતા વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય હોવું જોઇએ.

મનિષ દોશીએ કહ્યું હતું કે જે દેશોએ શાળાઓની શરૂઆત કરી ત્યાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. સરકારે જે તારીખે શાળા શરૂ કરાવવાનો નિર્ણય કર્યો છે તે દિવસોમાં વધારે ઠંડી પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જ્યારે 10 મહિના બાદ વિદ્યાર્થીઓ શાળાએ જાય ત્યારે પોતાના મિત્રોને મળે એ સ્વાભાવિક છે. આવા સમયે કોરોના સંક્રમણ વધવાની દહેશત વધુ છે. સરકારે ઓનલાઇન અને ઓફલાઇન બંને વર્ગ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો જે અસ્પષ્ટતા દર્શાવે છે. માત્ર ખાનગી શાળા સંચાલકોને લાભ કરાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર મમત અને જીદનો મુદ્દો બનાવી શાળાઓ ખોલી રહી છે. સરકારે ખાનગી શાળાને સંચાલકોને બદલે તબીબો સાથે ચર્ચા કરવાની જરૂર હતી.

આ પણ વાંચો - ગુજરાતમાં 11 જાન્યુઆરીથી ધો.10 અને 12ના વર્ગો શરૂ થશે, માસ પ્રમોશન નહીં


રાજ્ય સરકારની કેબિનેટમાં આગામી 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ના વર્ગ શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. અમદાવાદમાં વાલીઓ સરકારના નિર્ણય પર મિશ્ર પ્રતિસાદ આપ્યો છે. વાલીઓ હજુ કોરોના ન ગયો હોવાનું કહી રહ્યા છે. જ્યા સુધી વેક્સિન નહી આવે ત્યા સુધી બાળકોને સ્કૂલે મોકલવા જોખમ છે. સરકારનો નિર્ણય ઉતાવળ ભર્યો છે.
Published by: Ashish Goyal
First published: January 6, 2021, 3:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading