કોરોનાના કેસ વધતા ગુજરાતમાં 23 નવેમ્બરથી શાળા-કોલેજ શરૂ કરવાનો નિર્ણય મોકૂફ

News18 Gujarati
Updated: November 19, 2020, 11:06 PM IST
કોરોનાના કેસ વધતા ગુજરાતમાં 23 નવેમ્બરથી શાળા-કોલેજ શરૂ કરવાનો નિર્ણય મોકૂફ
પ્રતિકાત્મક તસવીર

રાજ્ય સરકાર દ્વારા શાળાઓ શરૂ કરવા પર મંથન શરૂ કરાયું હતું અને દિવાળી બાદ 23 નવેમ્બરથી ધોરણ 9થી 12 ની શાળાઓ શરૂ કરવાના નિષ્કર્ષ પર રાજ્ય સરકાર પહોંચી હતી

  • Share this:
ગાંધીનગર : દિવાળીના તહેવાર પછી ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે રાજ્ય સરકાર દ્વારા કોરાના વાયરસના સંક્રમણને અટકાવવા અનેક નિર્ણયો કરી રહી છે. રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં આગામી તારીખ 23 નવેમ્બરથી શાળા-કોલેજો શરૂ કરવાનો નિર્ણય કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને કારણે હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે.

બીજી તરફ રવિવારે સીએની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓની ચિંતા વધી છે. લોકડાઉનને કારણે વિદ્યાર્થીઓની પરીક્ષા મોકૂફ અંગે નિર્ણય લેવાઈ શકે છે. 400 સેન્ટર પરથી 4.5 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.

આ પહેલા અમદાવાદ મેડિકલ એસોસિએશનના (Ahmedabad Medical Association) તબીબી નિષ્ણાતોએ 23 નવેમ્બરની જગ્યાએ ડિસેમ્બરના પ્રારંભે શાળાઓ (School) ખોલવા સૂચન કર્યું હતું.

આ પણ વાંચો - લાભ પાંચમના દિવસે રાજ્યમાં કોરોનાના નવા 1340 કેસ, 1113 દર્દીઓ સાજા થયા, રિકવરી રેટ 91.45 ટકા

કોરોના વાયરસના સંક્રમણના કારણે દેશભરમાં લૉકડાઉનન જાહેર કરવામાં આવ્યું હતું ત્યારથી માંડીને આજ દિન સુધી શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે. પરંતુ થોડા દિવસ પૂર્વે જ કોરોનાના કેસની સંખ્યામાં ઘટાડો રાજ્ય સરકાર દ્વારા શાળાઓ શરૂ કરવા પર મંથન શરૂ કરાયું હતું અને દિવાળી બાદ 23 નવેમ્બરથી ધોરણ 9થી 12 ની શાળાઓ શરૂ કરવાના નિષ્કર્ષ પર રાજ્ય સરકાર પહોંચી હતી. આ માટે 23 નવેમ્બરની તારીખ અને સરકારી ગાઈડલાઈન પણ જાહેર કરી દેવાઈ હતી. પણ દિવાળીના તહેવારમાં કોરોનાના વધતા કેસોનો અભ્યાસ કરતા સંક્રમણ ની ગંભીરતા વધી છે. અમદાવાદ મેડિકલ એસોસિએશનના તબીબો પણ માની રહ્યા છે કે, હાલમાં કોરોનાના કેસમાં ફરી વધારો થઈ રહ્યો છે. જાણે કે કોરોનાનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે.
લાભ પાંચમના દિવસે રાજ્યમાં કોરોનાના નવા 1340 કેસ

રાજ્યમાં (Gujarat) છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)1340 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1113 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 7 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3830 થયો છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ 1,92,982 નોંધાયા છે. જેમાંથી એક્ટિવ કેસ 12,677 છે. આજે રાજ્યમાં કુલ 54,907 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 91.45 ટકા છે.
Published by: Ashish Goyal
First published: November 19, 2020, 11:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading