રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના નવા 1320 કેસ નોંધાયા, 24 કલાકમાં 1218 દર્દીઓ સાજા થયા

News18 Gujarati
Updated: September 4, 2020, 8:26 PM IST
રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના નવા 1320 કેસ નોંધાયા, 24 કલાકમાં 1218 દર્દીઓ સાજા થયા
પ્રતિકાત્મક તસવીર

24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 14 દર્દીના મોત થયા, આજે રાજ્યમાં કુલ 75,453 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજો થવાનો દર 81.02 ટકા

  • Share this:
અમદાવાદ : રાજ્યમાં (Gujarat)કોરોના વાયરસના (Coronavirus)ના કેસમાં વધારો યથાવત્ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના 1320 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1218 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 14 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3078 થયો છે. 24 કલાકમાં સૌથી વધુ સુરતમાં (SURAT Coronavirus updates) 271 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ 1,016,95 છે. જેમાંથી એક્ટિવ કેસ 16,219 છે. આજે રાજ્યમાં કુલ 75,453 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજો થવાનો દર 81.02 ટકા છે.

આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં સુરતમાં 271, અમદાવાદમાં 171, રાજકોટમાં 162, વડોદરામાં 125, જામનગરમાં 111, ભાવનગરમાં 53, ગાંધીનગરમાં 36, પાટણમાં 30, જૂનાગઢ, પંચમહાલમાં 29-29, અમરેલી, મહેસાણામાં 26-26, કચ્છ, મોરબીમાં 25-25, બનાસકાંઠામાં 24, નર્મદામાં 20, ભરૂચમાં 19, ગીર સોમનાથમાં 15, સાબરકાંઠા, સુરેન્દ્રનગરમાં 14-14, નવસારી, તાપીમાં 13-13, આણંદ, દાહોદમાં 12-12, દેવભૂમિ દ્વારકામાં 10, ખેડા, મહિસાગરમાં 7-7, બોટાદ, છોટા ઉદેપુર, વલસાડમાં 6-6, અરવલ્લીમાં 3 સહિત કુલ 1320 નવા કેસ નોંધાયા છે.

આ પણ વાંચો - ચિંતાજનક! WHOએ કહ્યું - આગામી વર્ષના મધ્ય સુધી નહી બને કોરોના વેક્સીન

રાજ્યમાં કોરોનાના કારણે 14 દર્દીઓના મોત થયા છે. જેમાં અમદાવાદમાં 4, સુરતમાં 3, રાજકોટમાં 2, જ્યારે વડોદરા, ગીર સોમનાથ, જૂનાગઢ, પાટણ અને ગાંધીનગરમાં 1-1 દર્દીઓના મોત થયા છે. બીજી તરફ સુરતમાં 339, વડોદરામાં 186, જામનગરમાં 116, રાજકોટમાં 100, અમદાવાદમાં 85 સહિત કુલ 1218 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે.

રાજ્યમાં અત્યારે કુલ 16,219 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 92 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 16,127 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાંથી અત્યાર સુધીમાં 82,398 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
Published by: Ashish Goyal
First published: September 4, 2020, 7:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading