રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના નવા 1311 કેસ નોંધાયા, 24 કલાકમાં 16 દર્દીઓના મોત

News18 Gujarati
Updated: September 5, 2020, 8:39 PM IST
રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના નવા 1311 કેસ નોંધાયા, 24 કલાકમાં 16 દર્દીઓના મોત
પ્રતિકાત્મક તસવીર

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1148 દર્દીઓ સાજા થયા, આજે રાજ્યમાં કુલ 72,751 ટેસ્ટ કરવામાં આવ્યા,રાજ્યમાં સાજો થવાનો દર 81.11 ટકા

  • Share this:
અમદાવાદ : રાજ્યમાં (Gujarat)કોરોના વાયરસના (Coronavirus)ના કેસમાં વધારો યથાવત્ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના 1311 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1148 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 16 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3094 થયો છે. 24 કલાકમાં સૌથી વધુ સુરતમાં (SURAT Coronavirus updates) 277 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ 103006 છે. જેમાંથી એક્ટિવ કેસ 16,366 છે. આજે રાજ્યમાં કુલ 72,751 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજો થવાનો દર 81.11 ટકા છે.

આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં સુરતમાં 277, અમદાવાદમાં 166, રાજકોટમાં 145, વડોદરામાં 119, જામનગરમાં 111, ભાવનગરમાં 42, ગાંધીનગર. પંચમહાલમાં 35-35, બનાસકાંઠામાં 32, જૂનાગઢમાં 30, અમરેલી, મોરબીમાં 28-28, ભરૂચમાં 25, કચ્છ, સુરેન્દ્રનગરમાં 20-20, સાબરકાંઠામાં 19, મહેસાણામાં 18, દાહોદ, પાટણમાં 17-17, દેવભૂમિ દ્વારકામાં 15, ગીર સોમનાથમાં 14, તાપીમાં 13, બોટાદમાં 12, નર્મદામાં 11, અરવલ્લી, ખેડામાં 10-10, આણંદ, નવસારી, છોટા ઉદેપુરમાં 9-9, મહીસાગરમાં 8, વલસાડમાં 6 અને પોરબંદરમાં 2 સહિત કુલ 1311 નવા કેસ નોંધાયા છે.

આ પણ વાંચો - ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનો ભાવનગર, અમરેલી, બોટાદનો પ્રવાસ મોકૂફ

રાજ્યમાં કોરોનાના કારણે 16 દર્દીઓના મોત થયા છે. જેમાં સુરતમાં 6, રાજકોટમાં 3, અમદાવાદ, વડોદરામાં 2-2 જ્યારે ગાંધીનગર, મહેસાણામાં 1-1 દર્દીઓના મોત થયા છે. બીજી તરફ સુરતમાં 378, વડોદરામાં 169, જામનગરમાં 107, અમદાવાદમાં 78 સહિત કુલ 1148 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે.

રાજ્યમાં અત્યારે કુલ 16,366 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 85 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 16,281 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાંથી અત્યાર સુધીમાં 83,546 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
Published by: Ashish Goyal
First published: September 5, 2020, 8:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading